Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વેલેન્ટાઈન ડે પર મોંઘવારી હાવી, જાણો એક છૂટક ગુલાબ પણ બન્યું ભારે મોંઘુ

આજે વેલેન્ટાઈન ડે અને સાથો સાથ લગ્નપ્રસંગ નીમિતે ગુલાબના ભાવમાં વધારો થતા એક ગુલાબના ફુલના 20 રૂપિયાના બદલે 30 રૂપિયા થઈ ગયા છે. આજે લાલ ગુલાબ છૂટકમાં 30 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો રંગીન ગુલાબ 40 રૂપિયામાં વેંચાઈ રહ્યાં છે, બુકેનો ભાવ 400થી 2000 સુધી પહોંચી ગયો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

આજે વેલેન્ટાઈન ડે અને સાથો સાથ લગ્નપ્રસંગ નીમિતે ગુલાબના ભાવમાં વધારો થતા એક ગુલાબના ફુલના 20 રૂપિયાના બદલે 30 રૂપિયા થઈ ગયા છે. આજે લાલ ગુલાબ છૂટકમાં 30 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો રંગીન ગુલાબ 40 રૂપિયામાં વેંચાઈ રહ્યાં છે, બુકેનો ભાવ 400થી 2000 સુધી પહોંચી ગયો છે.

ગુલાબ
ગુલાબ

જાણો વર્ષ 2022માં વેલેન્ટાઈન વીકમાં ગુલાબના ભાવની શું હતી સ્થિતિ?

આ સાથે યંગસ્ટર્સમાં ગુલાબની ખરીદી માટે ક્રેઝ જોવા મળ્યો હતો આજે માર્કેટમાં ફુલોની ખરીદ ભાવમાં રોજ કરતાં 50 ટકા ભાવ વધારો પણ જોવા મળ્યો હતો. ગુલાબની વાત કરીએ તો  50 રૂપિયા નંગ ગુલાબનો ભાવ હતો જે સામાન્ય દિવસમાં 20 રૂપિયા જેટલો હોય છે. બેંગ્લોર, નાસિક પુના મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યમાંથી ગુલાબનો માલ ગુજરાત આવે છે.

જમાલપુર ફૂલ બજાર ના.પ્રમુખ રિઝવાન ભાઈ ના કહેવા પ્રમાણે : ગુજરાત માં બીજાં રાજ્યો અને બીજા દેશોમાંથી પણ મુંબઈમાં ગુલાબ આવે છે.તેઓ છેલ્લાં 30 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલા છે જેમને જણાવ્યું કે ગુજરાતમાં ગુલાબ મુંબઈ ના નાશિક, પુણે, સાંગલી, સાતારા, જળગાંવ, જાલના, હિમાચલ, બૅન્ગલોર, થાઇલૅન્ડ જેવી જુદી-જુદી જગ્યાએથી આવે છે. આમ તો મહારાષ્ટ્રમાં જ ગુલાબનું ઉત્પાદન સારું હોવાથી ગુજરાતમાં તેનો સીધો લાભ થાય છે. એટલું જ નહિ અમદાવાદથી બહાર એક્સપોર્ટ થાય છે. વળી, ઇમ્પોર્ટ કરીને પણ ગુલાબ અહીં આવે છે. જેવી માગ અને જેવી બજાર એ પ્રમાણે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ચાલે છે. આજથી 20 વર્ષ પહેલાં ગુલાબની જે ડિમાન્ડ હતી એના કરતાં નક્કી આજની તારીખે સૌથી વધુ ડિમાન્ડ છે. એનું કારણ એ છે કે ગુલાબના અઢળક પ્રકાર છે. એના રંગમાં અઢળક વરાઇટી મળે છે અને સજાવટમાં નવીનતા લાવવામાં પણ એ ઘણું ઉપયોગી છે.

ગુલાબના પ્રકાર

તુ લાલ ગુલાબમાં પણ બિગ બી, ગ્રૅન્ડ ગાલા, ટૉપ સીક્રેટ, બોરડો, અપર ક્લાસ પ્રકાર છે આ સાથે ગુલાબી ગુલાબ માં ઍક્વા, પોઇઝન, શકીરા જ્યારે સફેદ ગુલાબમાં અવલાંચે પીળું ગુલાબ ગોલ્ડ સ્ટ્રાઇક કેસરી ગુલાબ નારંગા અને વિદેશી ગુલાબ માં ટ્રૉપિકલ ઍમેઝૉન, આફ્રિકન ડૉન ફેમસ છે..

કેવો છે વેલેન્ટાઈન ડેનો ક્રેઝ?

14મી ફેબ્રુઆરી એટલે  વેલેન્ટાઈન દિવસ. આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રને ગિફ્ટ અને ફૂલો આપતા હોય છે. આ દિવસ દરમિયાન ગુલાબના ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે. ખાસ કરીને લોકો આ દિવસે ગુલાબના બુકે આપવાનું પસંદ કરતા હોય છે અને આ બુકે 500 રૂપિયાથી લઈને 50000 રૂપિયા સુધીના પણ લોકો તૈયાર કરાવડાવે છે.

આ પણ વાંચો:ધોનીનો વાયરલ વીડિયોઃ ધોની બન્યો ખેડૂત, ટ્રેક્ટર ચલાવીને ખેતર ખેડ્યો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

jinal shaileshbhai chauhan (FTJ)

Pratij, Gujarat 

Share your comments

Subscribe Magazine

More on News

More