Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Onion in India: સમગ્ર વિશ્વમાં ભારતીય ડુંગળીની માંગમાં વધારો, નિકાસમાં થયો 64 ટકાનો વધારો

સમગ્ર વિશ્વમાં ભારતીય ડુંગળીની માંગ સતત વધી રહી છે. વર્ષ 2022-23 માટે નિકાસમાં 64 ટકાનો વધારો - ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ડુંગળી ઉત્પાદક દેશ છે.

KJ Staff
KJ Staff
ભારત માં ડુંગળીની વધી  માંગ
ભારત માં ડુંગળીની વધી માંગ

ભારતીય ડુંગળી ખૂબ જ જાણીતી છે અને તે સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધ છે. ભારતમાં ડુંગળીના બે પાક ચક્ર છે, પ્રથમ લણણી નવેમ્બરથી જાન્યુઆરી સુધી શરૂ થાય છે અને બીજી લણણી જાન્યુઆરીથી મે સુધી થાય છે.

આ પણ વાંચો : White onion જાણવા જેવું : શું સફેદ ડુંગળી તમારા ભોજનનો ભાગ છે.? જાણો તેના લાભો, અનેક સમસ્યાથી અપાવે છે છૂટકારો

વર્ષ 2022-23માં કેટલા ટકા ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી

APEDAના ડેટા અનુસાર, વર્ષ 2022-23માં કુલ 25.23 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. વર્ષ 2021-22માં સમાન સમયગાળામાં કુલ 15.36 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. આ રીતે, વર્ષ 2022-23માં ડુંગળીની નિકાસમાં લગભગ 64 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2022-23માં બાંગ્લાદેશમાં સૌથી વધુ 6.71 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. આ પછી બીજા નંબરે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં 4.03 લાખ મેટ્રિક ટન અને ત્રીજા નંબરે મલેશિયામાં 3.93 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. આ પછી શ્રીલંકામાં 2.70 લાખ મેટ્રિક ટન, નેપાળમાં 1.74 લાખ મેટ્રિક ટન અને ઇન્ડોનેશિયામાં 1.16 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.

ભારતે વર્ષ 2022-23માં ડુંગળીની નિકાસથી રૂ. 4,518.54 કરોડનો નફો મેળવ્યો છે, જ્યારે વર્ષ 2021-22માં ડુંગળીની નિકાસમાંથી રૂ. 3,430.59 કરોડ પ્રાપ્ત થયા હતા. વર્ષ 2021-22ની સરખામણીમાં વર્ષ 2022-23માં ડુંગળીની નિકાસમાંથી કુલ 32 ટકા વધુ નફો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ કરતા મુખ્ય દેશો છેઃ બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

નેપાળના વેપારીઓએ બે અઠવાડિયા પછી ભારતમાંથી ડુંગળીની આયાત ફરી શરૂ કરી છે. નેપાળ સરકારના ગયા મહિને આયાતી શાકભાજી અને ફળો પર 13 ટકા વેટ લાદવાના નિર્ણયને પગલે વેપારીઓએ ભારતમાંથી ડુંગળી ખરીદવાનું બંધ કરી દીધું હતું

નેપાળની સંસદમાં 29મી મેના રોજ રજૂ કરાયેલા ફાઇનાન્સ બિલ અનુસાર આયાતી ડુંગળી, બટાકા અને અન્ય શાકભાજી અને ફળો પર 13 ટકાના દરે વેટ લાગશે. જથ્થાબંધ બજારમાં 48 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી છૂટક બજારમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. 

Share your comments

Subscribe Magazine

More on News

More