Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઈફ્કો ભરતી 2022 : IFFCOમાં તાલીમાર્થીની જગ્યાઓ માટે ભરતી શરૂ, અત્યારે જ કરો અરજી

જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, ઈફ્કો IFFCOએ ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી હાથ ધરી છે, જેની અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.

Himanee Chauhan
Himanee Chauhan
IFFCO Recruitment 2022
IFFCO Recruitment 2022

જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, ઈફ્કો IFFCOએ ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી હાથ ધરી છે, જેની અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડને IFFCO  તરીકે પણ ઓળખવામાં આવે છે. IFFCOએ કૃષિ સ્નાતક તાલીમાર્થીઓ એટલે કે એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની AGT, લીગલ એપ્રેન્ટીસ અને એકાઉન્ટ્સ ટ્રેઇની માટે ભારતમાં અથવા વિદેશમાં તેમના ઉપક્રમોમાં ઘણી ભરતીઓ હાથ ધરી છે.

IFFCOએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર ભરતી 2022 માટેની સૂચના બહાર પાડી છે. જેના માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ 15 એપ્રિલ, 2022 પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવી પડશે. ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ પછી કરવામાં આવેલ તમામ અરજીઓને નામંજૂર કરવામાં આવશે.

ભરતીની સંપૂર્ણ વિગતો Details of Recruitment

પોસ્ટનું નામ Name Of Post

કૃષિ સ્નાતક તાલીમાર્થીઓ અથવા એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની

  • Trainee Accounts તાલીમાર્થી એકાઉન્ટ્સ
  • Trainee Legal તાલીમાર્થી લીગલ

IFFCO ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ Last date to apply for IFFCO Recruitment 2022

AGT અને એકાઉન્ટ્સ તાલીમાર્થી - 15 એપ્રિલ

કાનૂની તાલીમાર્થી: 03 એપ્રિલ

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર કોલ્ડ સ્ટોરેજ ખોલવા માટે ખેડૂતોને 50 ટકા લાભ આપશે, અહીં છે સંપૂર્ણ યોજનાની માહિતી

IFFCO ભરતી 2022 માટે વય મર્યાદા Age limit for IFFCO Recruitment 2022

સામાન્ય શ્રેણી માટેના ઉમેદવારની ઉંમર ફેબ્રુઆરી 2022 સુધીમાં 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

SC/ST કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ છે.

IFFCO ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી How To Apply For IFFCO Recruitment 2022

  • સૌપ્રથમ IFFCOની વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ હોમ પેજ પર 'ભરતી સૂચના' પર ક્લિક કરો.
  • આ પછી તમે સૂચના જોશો જ્યાં તમને વિવિધ ઓપનિંગ્સ માટેની લિંક દેખાશે, AGT ભરતી માટેની પ્રથમ લિંક પર ક્લિક કરો અને તમારી નોંધણી કરો.
  • જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.                   

આ પણ વાંચો : શું છે PM કુસુમ યોજના? જાણો કેવી રીતે વધશે ખેડૂતોની આવક

IFFCO ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા Selection Process for IFFCO Recruitment 2022

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ પહેલા પ્રિલિમિનરી કોમ્પ્યુટર આધારિત ઓન-લાઈન ટેસ્ટ preliminary Computer Based On-Line Test માટે હાજર રહેવું પડશે.
  • ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા લોકોને ફાઈનલ ઓનલાઈન ટેસ્ટ Final On-Line Test માટે બોલાવવામાં આવશે.
  • જેઓ ફાઈનલ ઓનલાઈન ટેસ્ટમાં પસંદ થાય છે, તેમણે વ્યક્તિગત ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે. અને એકવાર લાયકાત મેળવ્યા પછી ઉમેદવારોની અંતિમ પસંદગી પહેલાં IFFCOના તબીબી ધોરણો પર અનુસાર તબીબી રીતે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Weather : હાય ગરમી.. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાન 40 પાર

આ પણ વાંચો : ગલગોટાની વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિ, ફૂલોથી થશે લાખોની આવક

Share your comments

Subscribe Magazine

More on News

More