Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, કચ્છની દેશી ખારેકને મળ્યું જીઆઈ ટેગ

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. જેને આખા રાજ્યની લાગગણીમાં વધારો કરી દીધો છે. વાત જાણો એમ છે કે રાજ્યના સ્વર્ગ ગણવામાં આવતા કચ્છની ધરતી ફરીથી ગુજરાતને દેશ અને વિદેશમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે કેમ કે કચ્છની દેશી ખારેકને જીઆઈ ટેક એટલે કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન આપવામાં આવ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કચ્છની દેશી ખારેકને આપવામાં આવ્યું જીઆઈ ટેગ (સૌજન્ય: કૃષિ જાગરણ)
કચ્છની દેશી ખારેકને આપવામાં આવ્યું જીઆઈ ટેગ (સૌજન્ય: કૃષિ જાગરણ)

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી છે. જેને આખા રાજ્યની લાગગણીમાં વધારો કરી દીધો છે. વાત જાણો એમ છે કે રાજ્યના સ્વર્ગ ગણવામાં આવતા કચ્છની ધરતી ફરીથી ગુજરાતને દેશ અને વિદેશમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે કેમ કે કચ્છની દેશી ખારેકને જીઆઈ ટેક એટલે કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન આપવામાં આવ્યું છે. ક્ચ્છની દેશી ખારેક રાજ્યનો ત્રીજો પાક અને બીજા ફળ બની ગયું છે જેને આ ટેગ મળ્યું છે. તેથી પહેલા ગીરના કેસર કેરી અને ભાલીયા ઘઉંને પણ આ ટેગ આપવામાં આવ્યા હતા. હવે તેમાં કચ્છની દેશી ખારેકનું પણ સમાવેશ થઈ ગયું છે. આ ટેગ મળતા કચ્છના ખેડૂતોએ ખુશખુશાલ બન્યા છે. આ અંગે ખેડુતો અને રાજ્યને અભિનંન પાઠવતા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે કહ્યં કે ખેતીના ભારત રત્ન સમાન જીઆઈ ટેગથી આપણે ખુશખુશાલ થયા છીએ. તેમણે જણાવ્યું કે કેંદ્ર સરકારાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવેલ ચેન્નઈ સ્થિત ઓફિસ ઓફ ઘી કંટ્રોલર જનરલ ઓફ પેર્ટન, ડિઝાઇન એન્ડ ટ્રેડ- માર્ક્સ” તરફથી કચ્છના આ દેશી ફળને માન્‍યતા અપાઈ છે.

તેમણે કહ્યું કે કચ્છમાં આજથી 425 વર્ષ પહેલાં પહેલી વાર ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર તુર્ક પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્ક પોતાનું યોગદાન આપ્યું હતું. કૃષિ મંત્રીએ આગળ જણાવતા કહ્યું કે હવે ગુજરાતને ખજૂર ઉગાડવાની શ્રેષ્ઠ તકનીકથી સજજ બનાવવા માટે ઇઞરાયેલના ટેકનિકલ સહયોગની મદદ લેવામાં આવી રહી છે. જેના માટે કચ્છમાં સેન્ટર ઓફ એકસેલન્સ કેંદ્રની સ્થાપના કરવામાં આવી છે. જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે. સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી ખારેકનું ઉત્પાદન કરશે.

શુ હોય છે જીઆઈ ટેગ

જીઆઈ ટેગ ઉત્પાદનની વિશેષતાઓ જણાવે છે. સરળ ભાષામાં ચોક્કત ઉત્પાદન કયા પાકમાં ક્યા થયું છે તેના આધારે આપવામાં આવે છે. આ ટેગ ફક્ત એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે કોઈ પ્રદેશની વિશેષતા ધરાવે છે. જેમ કે કેસર કેરી, ભાલિયા ઘઉં અને હવે ખારેક ગુજરાતની વિશેષતા છે. તેનો ઉત્પાદન મોટા પાચે ગુજરતામાં જ થાય છે. સાથે જ જીઆઈ ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એ વાતનું પ્રમાણ છે કે જે તે ઉત્પાદન માત્ર તે જગ્યાએ જ થાય છે.જણાવી દઈએ કે આ ટેગ ફક્ત ખેત ઉત્પાદનોને જ આપવામાં આવે છે. જે માત્ર એક વિશેષ જગ્યામાં જ થાય છે.

ક્યારે થઈ હતી જીઆઈ ટેગની આપવાની શરૂઆત

ખેત પેદાશને જીઆઈ ટેગ આપવાની શુરૂઆત અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા 2003માં કરવામાં આવી હતી. ત્યારે સૌપ્રથમ વર્ષ 2004માં આ ટેગ દાર્જિલિંગની ચાને આપવામાં આવ્યું હતુ. આ ટેગ મળ્યા પછી દાર્જલિંગ ટી ભારત સાથે આખા વિશ્વમાં પોતાની હવે એક મોટી ઓળખ બનાવી લીધી છે.

Related Topics

Gujarat Kutch GI Tag Dates

Share your comments

Subscribe Magazine

More on News

More