Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોને કાળજી રાખવા અપીલ

ખેડૂતોએ અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવ ખાનગી વિક્રેતા પાસેથી ખરીદી જ કરવાનો આગ્રહ રાખવો

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
seeds
seeds

અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવામાં આવ્યું છે.ખેડૂતોએ અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવ ખાનગી વિક્રેતા પાસેથી ખરીદી જ કરવાનો આગ્રહ રાખવો.

ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવ ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થઈ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી.

આ પણ વાંચો: ભારતમાં હવે ગમે ત્યાં ઉગશે સફરજન, આ નવી જાત આપશે 25 વર્ષ સુધી ફળ

મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪ જી અને પ જી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરુરી છે, તેમ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More