Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

‘3 કૃષિ કાયદા રદ કરો !’ ના નારા સાથે ખેડૂતોએ ઉદ્યોગપતિઓના પૂતળાનું દહન કર્યા.

ત્રણ કૃષિ કાયદા રદ કરો અને એમએસપી અંગે કાયદો બનાવો સહિતની માગણીઓને લઇને દેશની રાજધાની દિલ્હીની ફરતે બોર્ડરો ખાતે દેશભરના ખેડૂતો દ્વારા શરૂ થયેલા દેશવ્યાપી આંદોલનને નવ મહિનાનો સમય પુરો થતા ગુજરાતના ખેડૂતોએ ત્રણ કાયદા સામે આક્રોષજનક વિરોધ સાથે ઉદ્યોગપતિઓના પુતળાનું દહન કરી, રામધૂન બોલાવી આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

Sukhadev Thakor
Sukhadev Thakor
Repeal 3 agricultural laws

કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઘનશ્યામભાઇ મોરીએ લેખિત યાદીમાં જણાવ્યું હતું કે, ‘‘સમગ્ર દેશભરમાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને તા.26મી ઓગસ્ટે નવ મહિનાનો સમય પુરો થયો છે, તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાઓ પરત ખેંચવાના કે, ખેડૂતો સાથે વાતચીત કરી સમાધાનકારી વલણ અપનાવવાના બદલે જડતાભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં ગુરૂવારે સિહોર તાલુકાના ખાંભા ગામે કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાની હેઠળ આ કાયદાઓથી જેને સૌથી વધુ ફાયદો થવાનો છે

Repeal 3 agricultural laws
Repeal 3 agricultural laws

ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના દબાણ હેઠળ સરકાર ખેડૂતો સાથે ઓરમાયુ વર્તન કરી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉદ્યોગપતિઓના પુતળાની સ્મશાનયાત્રા કાઢી દહન પણ કર્યું હતું. સાથે સાથે ખેડૂતોએ રામધૂન બોલાવી આ કૃષિ કાળા કાયદાઓ રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અણહિલભાઇ ઉલવા તથા બુધાભાઇ બારૈયા સહિતના ખેડૂત આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.’’ 

Share your comments

Subscribe Magazine

More on News

More