Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ સમયસર મળે : શ્રી તોમર

"બીજ શ્રુંખલા વિકાસ" પર રાષ્ટ્રીય વેબિનાર કેન્દ્રીય કૃષિ પ્રધાન શ્રી નરેન્દ્ર સિંહ તોમરે, નવી દિલ્હીમાં "બીજ શ્રુંખલા વિકાસ" પર એક રાષ્ટ્રીય વેબિનારની અધ્યક્ષતા કરી, જેનું આયોજન વર્ષભર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Seed chain Development vebinar
Seed chain Development vebinar

તોમરે કહ્યું કે રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને ખેડૂતોના લાભ માટે 10-15 વર્ષનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. ખેડૂતોને સારી ગુણવત્તાના બિયારણનો સમયસર પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે રાજ્ય સરકારોએ કાળાબજાર અને નકલી બિયારણ વેચનારાઓને પર સખત રોક લગાવી જોઈએ.

તોમરે જણાવ્યું કે ખેતી માટે સારા બિયારણોની ઉપલબ્ધતા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરે છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને જીડીપીમાં કૃષિનો હિસ્સો પણ વધે છે, ઉપરાંત આપણી કૃષિ અને દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થાય છે. તોમરે કહ્યું કે સમગ્ર બીજ શ્રુંખલાને સુવ્યવસ્થિત કરવી જોઈએ જેથી ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પાક માટેના બિયારણની અછત છે તેવા વિસ્તારોમાં તે બિયારણને ઉપલબ્ધ કરાવવા જોઈએ જેથી કરીને ઉત્પાદકતા વધારી શકાય. કઠોળ, તેલીબિયાં, કપાસ વગેરે પાકોના બિયારણના પૂરતા પુરવઠા માટે યોજના બનાવવી જોઈએ.

આ પણ વાંચો:ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજે તમારા શહેરમાં કેટલા છે ભાવ

તોમરે જણાવ્યું  કે બિયારણ શોધવા માટે રાજ્ય સરકારોનો સહકાર પણ જરૂરી છે, જેથી દેશભરના ખેડૂતોમાં જાગૃતિ આવે અને તેઓ જરૂરિયાત મુજબ બિયારણની વાવણી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું  કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત બિયારણની જાતો પાયાના સ્તરે ખેડૂતો સુધી પહોંચવી જોઈએ.

વેબિનારને સંબોધતા કેન્દ્રીય કૃષિ સચિવ શ્રી મનોજ આહુજાએ જણાવ્યું  કે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પંચાયત સ્તર સુધી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ, આ ઉપરાંત ખેડૂતોને બિયારણની ગુણવત્તા પરીક્ષણ અંગે પણ જાગૃત કરવા જોઈએ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિક સચિવ શ્રી અભિલક્ષ લખી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેબિનારમાં રાજ્યોના કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર અને રાજ્યોના બીજ નિગમોના પ્રતિનિધિઓએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી. વેબિનારનું સંચાલન શ્રી અશ્વિની કુમાર, સંયુક્ત સચિવ (બીજ) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ઓનલાઈન શરૂ થયુ ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે પ્રચાર - પ્રસાર

Share your comments

Subscribe Magazine

More on News

More