Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Farmer Protest: વધુ ત્રણ ખેડૂતોની મોત સરકાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર તો નથી ને ?

લધુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે પંજાબ-હરિયાણાના બોર્ડર પર છેલ્લા 1 મહીનાથી આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતોએ પાછા ખસવાની ના પાડી દીધી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાર સુધી કેન્દ્ર સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે ત્યાર સુધી તેઓ પાછા નહીં ફરે

Amansinh Jadeja
Amansinh Jadeja
આંદોલન કરી રહેલા વધું ત્રણ ખેડૂતોની મોત
આંદોલન કરી રહેલા વધું ત્રણ ખેડૂતોની મોત

લધુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે પંજાબ-હરિયાણાના બોર્ડર પર છેલ્લા 1 મહીનાથી આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતોએ પાછા ખસવાની ના પાડી દીધી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાર સુધી કેન્દ્ર સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે ત્યાર સુધી તેઓ પાછા નહીં ફરે. તેમ જ આપણે દિલ્લી જઈને રહીશું. આ વચ્ચે બોર્ડર પર વધુ ત્રણ ખેડૂતોના અવસાન થવાનું સમાચાર સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આંદોલન કરી રહેલા ત્રણ ખેડૂતોના આટલી ગરમીમાં તરસના શ્વાસ લેવામાં તકલીફ થતા મોત નિપજ્યું છે. જેના પછી છેલ્લા 1 મહીનામાં અવસાન પામેલ ખેડૂતોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

ડૉક્ટરે હાર્ટ એટેકને જણાવ્યું કારણ

જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્લી સુધી ટ્રેક્ટર માર્ચ કાઢવાણી માંગ પણ કરી રહ્યા છે. જેના કારણે ખેડૂતોએ છેલ્લા 1 મહીનાથી પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. આ વચ્ચે ત્રણ ખેડૂતોના તરસના શ્વાસ લેવામાં તકલીફ થતા હાર્ટ એટેક આવી જવાના કારણે અવસાન થઈ ગયો છે. મૃતક ખેડૂતોની ઓળખ બિશન સિંહ, બલકાર સિંહ અને તહલ સિંહ તરીકે થઈ છે.

આ પણ વાંચો:Tamarind cultivation: આમલીની ખેતી છે નફાકારક સોદો, ઓછા રોકાણમાં આપશે મોટી આવક.

ઘરે જતી વખતે મૃત્યું પામ્યા ખેડૂતોએ

પ્રાપ્ત માહિતી મુજબ મૃતક ખેડૂત, 72 વર્ષીય બિશન સિંહ, લુધિયાણા જિલ્લાના પખોવાલ બ્લોક હેઠળના ખંડુર ગામના રહેવાસી હતા. તેઓ ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર) સાથે સંકળાયેલા હતા. તેઓ 13 ફેબ્રુઆરીથી બીજા ખેડૂતો સાથે આંદોલન કરી રહ્યા હતા. ગરમીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને રાજપુરાથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય મૃતક ખેડૂત, 80 વર્ષીય બલકાર સિંહ, અજનાલા પાસેના તેરા કલાન ગામના રહેવાસી હતા. તેઓ ઘરે જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાજપુરા રેલવે સ્ટેશન પર તેમનું મૃત્યુ થયું હતું. રાજપુરા સરકારી રેલ્વે પોલીસના જીઆરપીના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે તેને તકલીફ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્રીજા મૃતક ખેડૂત 40 વર્ષિય તહલ સિંહે મનસા જિલ્લા હેઠળ આવેલ ભઠનાલ ગામના રહેવાસી હતા. તે પણ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ થતા હાર્ટ એટેક આવવાથી તેઓએ મૃત્યું પામ્યા હતા.

શું ખેડૂતોની મૃત્યુનું કોઈ કાવતરૂ ઘડ્યું છે.

આંદોલન કરી રહેલા યુનિયન બ્લાકના સંયુક્ત સચિવ કરમજીત પખોવાલના કહેવું છે. હરિયાણા પોલીસ દ્વારા છોડવામાં આવેલ ટીયર ગૈસના કારણે આ ખેડૂતોને ત્યારથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જેના કારણે આ લોકોએ મૃત્યું પામ્યા છે.જ્યારે સરકારના એક અધિકારિએ પોતાના નામ ગુપ્ત રાખવાની શર્તા પર જણાવ્યું છે કે આ ખેડૂતોને જાણી જોઈને મારી નાખવામાં આવી રહ્યા છે. જેથી લોકસભા ચૂંટણી દરમિયાન સરકારને બદનામ કરવામાં આવી શકે. તે સરકાર વિરુદ્ધ એક કાવતરૂ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More