Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હરિયાળી ક્રાંતિના જનેતા ડૉ સ્વામિનાથનને ભારત રત્નથી કરવામાં આવશે સન્માનિત

શુક્રવારે વડા પ્રઘાન નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક જાહેરાત કર્યુ છે. વડા પ્રધાને જણાવ્યું કે ભારત સરકારે ભારતીય કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના અપ્રતિમ યોગદાન આપનાર ડૉ માનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથનને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડૉ. સ્વામિનાથનને કરવામાં આવશે ભારત રત્નથી સન્માનિત
ડૉ. સ્વામિનાથનને કરવામાં આવશે ભારત રત્નથી સન્માનિત

શુક્રવારે વડા પ્રઘાન નરેન્દ્રભાઈ મોદીએ એક ઐતિહાસિક જાહેરાત કર્યુ છે. વડા પ્રધાને જણાવ્યું કે ભારત સરકારે ભારતીય કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના અપ્રતિમ યોગદાન આપનાર ડૉ માનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથનને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરશે. ડૉ. સ્વામીનાથનને મરણોપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવા અને દેશને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે ડૉ સ્વામીનાથનનું અવસાન વિતેલા વર્ષે 28 સપ્ટેમ્બર 2023ના રોજ 98 વર્ષની વયમાં થઈ ગયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર જાહેરાત આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડૉ સ્વામીનાથને મરણોપરાંત ભારત રત્ન આપવાનું નિર્ણય કર્યો છે. કેમ કે તેમને આકસ્મિક સમય દરમિયાન ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને ભારતીય કૃષિને આધુનિક  બનાવવાનું કામ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે અમે ડૉ. એમ.એસ. સ્વામીનાથનના અમૂલ્ય કાર્યને એક ઈનોવેટર અને માર્ગદર્શક તરીકે અને ઘણા વિદ્યાર્થીઓમાં શીખવા અને સંશોધનને પ્રોત્સાહિત કરવા માટે પણ ઓળખીએ છીએ. ડૉ. સ્વામીનાથનના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન કર્યું નથી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તે એવા વ્યક્તિ હતા જેને હું નજીકથી ઓળખતો હતો.

કૃષિ ક્ષેત્રમાં એમએસ સ્વામીનાથનો યોગદાન

M.S સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ, 1925 ના રોજ તમિલનાડુના કુમ્બકોનમ થયો હતો. એવું માનવામાં આવે છે કે તેઓ મહાત્મા ગાંધી અને ભારતના સ્વાત્રંતતા  સંગ્રામથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તબીબી ક્ષેત્રમાં જવાનો ઈરાદો રાખ્યો હતો, જો કે, જ્યારે તેમને 1942-43ના બંગાળના દુષ્કાળ વિશે જાણ થઈ ત્યારે તેમણે તેમનો વિચાર બદલી નાખ્યો. આ પછી તેણે કૃષિ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી તેમણે કૃષિના ક્ષેત્ર માટે ઘણું કામ કર્યું. તેમણે કૃષિ અભ્યાસ અને સંશોધનને આગળ વધારવામાં ઘણી મદદ કરી. ખેડૂતોને સારા પાક વિશે માહિતી આપી. કૃષિ ક્ષેત્રે તેમના અનુપમ યોગદાનને કારણે, તેઓ ભારતીય કૃષિ સંશોધન પરિષદ- ICAR ના મહાનિર્દેશક તરીકે પણ ચૂંટાયા હતા.

તેમણે પણ મળશે ભારત રત્ન

ડૉ સ્વામીનાથના સાથે-સાથે ભારતના વડા પ્રધાન નરેંદ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ, પૂર્વ વડા પ્રધાન અને જાટ નેતા ચૌધરી ચરણ સિંહને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. નોંધણીએ છે કે પીએમ મોદીએ અન્ય પછાત વર્ગના મોટા આગેવાન કર્પૂરી ઠાકુરને મરણોપરાંત અને ભાજપના સંસ્થાપ અને રામ જન્મભૂમિના જનેતા લાલ કૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More