સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર અને મેમદપુરમા જિલ્લાવિકાસ અધિકારી હર્ષદ વોરાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત કરી હતી.મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતાં વપરાશને પરિણામે માનવ સમાજ સહીતને માઠા પરીણામ ભોગવવા પડી રહ્યા છે.
કુદરતી વિપદાઓના મૂળમા માનવ દ્વારા ઉત્પન્ન કરેલ અસંતુલન છે આપણે સૌ કુદરતના મૂળ નિયમને સમજીને કુદરતે આપેલું કુદરતને મૂળ સ્થિતિમા પરત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક ખેડૂતો દ્વારા આપનાવેલ દેશી પદ્ધતિઓ બીજા ખેડૂતો પણ ઉપયોગ કરે તો ઉત્પાદન વધુ લઇ શકાય છે પલ્લાચરના ખેડૂત હસમુખ પટેલે જણાવ્યું હતું કે હું સાત વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં ડાંગર, મગફળી અને ઘઉંનુ ઉત્પાદન લઉં છું હું જીવામૃત, ઘનામૃત અને બીજામૃતનો ઉપાયો કરું છું.સાથે સાથે જીવામૃત બનાવીને વેચાણ પણ કરું છું.
આ પણ વાંચો: બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોને કાળજી રાખવા અપીલ
આત્મા પ્રોજેક્ટના મહેશભાઈએ ખેડૂતો દ્વારા આપનાવેલ દેશી પદ્ધતિઓ જેવી કે પોટાશ, હીરાકસી, હિંગના ઉપયોગ અંગે ડીડીઓશ્રીને અવગત કર્યા હતા.ડીડીઓશ્રીએ મેમદપુરના વિષ્ણુભાઈ પટેલના પ્રાકૃતિક ખેતી આધારિત જંગલ મોડેલની મુલાકાતલીધીહતીજેમાજામફળ,સફરજન,શક્કળીયા,પપૈયા,દાડમ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે મેમદપુરના ખેડૂત વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે હું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અમારે ૪૦ જેટલી દેશી ગાય અને વછરડીયો છે અને કુલ ૨૨ વીઘા જેટલી જમીનમા પ્રાકૃતિક ખેતી કરું છુંજેમાં પપૈયા, તડબૂચ, ટેટી, પરવર વગેરેની ખેતી કરું છું જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ આપનાવે તે માટે અનુરોધ કર્યો હતો
Share your comments