Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

યોગ દિવસ-2024 નું કાઉન્ટડાઉન શરૂ, વિજ્ઞાન ભવનમાં યોજાયો ભવ્ય આયોજન

આજે પાટનગર દિલ્લીના વિજ્ઞાન ભવનમાં આંતરર્રાષ્ટ્રીય યોગ દિવસ 2024 100 દિવસના કાઉંટડાઉન શરૂ થઈ ગયો છે. જેને લઈને વિજ્ઞાન ભવનમાં આજે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આજનું આયોજન જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે યોગ દિવસ મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોજાશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
યોગ દિવસ- 2024 નું કાઉંટડાઉન
યોગ દિવસ- 2024 નું કાઉંટડાઉન

આજે પાટનગર દિલ્લીના વિજ્ઞાન ભવનમાં આંતરર્રાષ્ટ્રીય યોગ દિવસ 2024 100 દિવસના કાઉંટડાઉન શરૂ થઈ ગયો છે. જેને લઈને વિજ્ઞાન ભવનમાં આજે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આજનું આયોજન જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે યોગ દિવસ મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોજાશે. જણાવી દઈએ કે આંતરર્રાષ્ટ્રીય યોગ દિવસ હર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ વર્ષે તેની 10મી આવૃત્તિ ઉજવવામાં આવશે.

યોગ દિવસ-2024 નું ઉદ્દેશ્ય મહિલાઓના સ્વસ્થ્યમાં વઘારો કરવાનું છે.

આ પ્રસંગે આયુષ મંત્રાલ્યના સચિવ વૈદ્ય રાજેશ કોટોચે કહ્યું કે યોગ દિવસ 2024નો ઉદ્દેશ્ય યોગને એક વ્યાપક ચળવળ તરીકે આગળ લઈ જવાનો છે. જેમાં મહિલાઓની આરોગ્ય સંભાળ અને વૈશ્વિક સ્વાસ્થ્ય સાથે શાંતિને પ્રોત્સાહન આપવાની ભાવના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે,  મંત્રાલયે હંમેશા મહિલાઓને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર સક્રિય અભ્યાસને સમર્થન અને પ્રોત્સાહન આપ્યું છે. આ સમસ્યાઓમાં પીસીઓએસ/પીસીઓડી, ચિંતા વગહેરાના ઉકેલ યોગના પાસે છે. યોગ મહિલાઓના સશક્તિકરણ, શારીરિક, માનસિક, સામાજિક તેમ જ આધ્યાત્મિક કલ્યાણનું એક રાસ્તો છે. મહિલાઓ સમાજમાં શિક્ષક, વકીલો અને વિવિધ વ્યવસાયિકોની ભૂમિકા ભજવે છે અને સમાજમાં વ્યાપક ફેરફારો લાવીને સામાજિક સશક્તિકરણને આગળ વધારવાનું કામ કરે છે.  

યોગ એ મનના સંતુલનની સ્થિતિ છે

હંસાજી જયદેવ, ધી યોગ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના ડિરેક્ટરે જણાવ્યું કે 'યોગ એ મનના સંતુલનની સ્થિતિ છે'. જયદેવે પોતાની આ વાત પર પણ ભાર મૂક્યો કે યોગ એ અનિવાર્યપણે જાગૃતિનું વિજ્ઞાન છે જે વ્યક્તિને પોતાના શરીર, મન અને પર્યાવરણ પ્રત્યે ઊંડી જાગૃતિ વિકસાવવા માટે સક્ષમ બનાવે છે. કાર્યક્રમ દરમિયાન આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ કવિતા ગર્ગ, આયુષ મંત્રાલયના ડીડીજી સત્યજીત પોલ, સલાહકાર (આયુર્વેદ) વૈદ્ય મનોજ નેસરી, રાષ્ટ્રીય હોમિયોપેથી કમિશનના અધ્યક્ષ ડૉ. અનિલ ખુરાના અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયુષ મંત્રાલયે પણ તેમની પ્રતિષ્ઠિત હાજરી નોંધાવી. આ પ્રસંગે મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગા (MDNIY)ના ડાયરેક્ટર ડૉ.વિજયલક્ષ્મી ભારદ્વાજે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આયુષ યોગો પોર્ટલ કરવામાં આવ્યું લૉન્ચ

વધુમાં, ઉદઘાટન કાર્યક્રમની બીજી વિશેષતા એ હતી કે આયુષ યોગા પોર્ટલ, MDNIY વેબસાઈટ, નમસ્તે યોગ અને વાય બ્રેક એપ તેમના સુધારેલા ફોર્મેટમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ સાથે અદ્યતન IT સેવાઓનું લોન્ચિંગ કર્યુ હતું. જણાવી દઈએ આ IT સેવાઓ સામાન્ય માણસને માત્ર એક ક્લિક પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ થશે.MDNIY દ્વારા આકર્ષક લેઆઉટ અને યુઝર ઇન્ટરફેસ સાથે આ એપ્સને નવીન રીતે પુનઃવિકાસ કરવામાં આવી છે. આ એપ્સ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ એપ્સ વ્યક્તિગત યોગ દિનચર્યાઓ, ટ્રેકિંગ અને ધ્યાન સત્રની માહિતી પૂરી પાડે છે.

યોગ દ્વારા જીવન પરિવર્તન

આ એક દિવસીય યોગ મહોત્સવ-2024માં ઉદ્ઘાટન સત્ર પછી થીમ આધારિત ટેકનિકલ સત્રો (યોગ દ્વારા મહિલા સશક્તિકરણ, યોગ દ્વારા જીવન પરિવર્તન) સહિતની કેટલીક વિશેષ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સમાપન ‘યોગ અને મહિલા સશક્તિકરણ’ પર પેનલ ચર્ચા સાથે થયું હતું. આ સમય દરમિયાન, યોગના વિવિધ પાસાઓની કેટલીક પ્રસ્તુતિઓ અને વાય-બ્રેકનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.જણાવી દઈએ કે યોગ દિવસથી પહેલા 100 દિવસનું કાઉંટડાઉન એટલા માટે રાખવામાં આવ્યું છે કેમ કે તેના થકી યોગ સંગઠનો, યોગ ગુરૂઓ અને સ્વાસ્થથી જોડાયેલ નિષ્ણાતોને ભેગા કરવામાં આવી શકાય.જેથી 2024 ના યોગમાં વધુમાં વધુ લોકોએ ભેગા થઈ શકે.

Share your comments

Subscribe Magazine

More on News

More