Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Zero Budget Farming: આ ચાર સ્તંભોને અપનાવી કરો ખેતી, મળશે બમ્પર નફો

જીરો બજેટ ખેતી (ZBNF) કૃષિનો એક સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેનાથી ઓછી પડતરમાં વધારે ઉપજ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. હરિત ક્રાંતિ (Green Revolutin)ને લીધે પાકના ઉત્પાદનમાં ઘણીબધી વૃદ્ધિ થઈ છે, પણ તેનાથી ઉચ્ચ ઉપજ આપનારા વિવિધ બિયારણો, ખાતરો અને કીટનાશકો જેવા કૃષિ રસાયણના ઉપયોગ પર ભાર આપવામાં આવ્યું છે. આ પદ્ધતિને શરૂઆતી તબક્કામાં ઉત્પાદન વધારવામાં મદદ કરી પણ સમય પસાર થવા સાથે તેની પ્રતિકૂળ અસર પણ જોવા મળી.

KJ Staff
KJ Staff

જીરો બજેટ ખેતી (ZBNF) કૃષિનો એક સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેનાથી ઓછી પડતરમાં વધારે ઉપજ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. હરિત ક્રાંતિ (Green Revolutin)ને લીધે પાકના ઉત્પાદનમાં ઘણીબધી વૃદ્ધિ થઈ છે, પણ તેનાથી ઉચ્ચ ઉપજ આપનારા વિવિધ બિયારણો, ખાતરો અને કીટનાશકો જેવા કૃષિ રસાયણના ઉપયોગ પર ભાર આપવામાં આવ્યું છે. આ પદ્ધતિને શરૂઆતી તબક્કામાં ઉત્પાદન વધારવામાં મદદ કરી પણ સમય પસાર થવા સાથે તેની પ્રતિકૂળ અસર પણ જોવા મળી.

ભારતીય કૃષિ પ્રણાલીમાં ઉચ્ચ ઈનપુટ પડતરોને લીધે ખેડૂતોનું સંકટ અને કૃષિ સંકટ અકૂશળ વિસ્તાર પ્રવૃત્તિઓ, પર્યાવરણ ક્ષરણ, જૈવ વિવિધતાનો અભાવ, માટીની ગુણવત્તામાં ઘટાડો તથા ઋણ ચક્ર વગેરેની સમસ્યા જોવા મળે છે. ખેડૂતોની આત્મહત્યા અને વ્યાપક ખેડૂત આંદોલન જેવી ઘટનાઓએ નીતિ નિર્માતાઓ માટે વધારે લાભદાયક અને ટકાઉ કૃષિ પ્રણાલી સાથે આગળ આવવા કહ્યું...

આ સંજોગોમાં પદમ સુભાષ પાલેકરજીને બજેટ આધ્યાત્મિક ખેતીનો વિચાર આવ્યો. આ કૃષિ ટેકનોલોજીમાં સ્થાનીય રીતે ઉત્પાદિત આદાનો પર પણ ભાર આપવામાં આવ્યું છે અને આ અંગેની નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. આ પ્રણાલીની ખેતીમાં દેશી જાતના છાણીય અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતરોમાં રસાયણોના ઓછા ઉપયોગથી માટીના સુક્ષ્મ જીવોના કાર્યાકલ્પ થયું અને ઉચ્ચ ઉત્પાદનના ઉત્પાદનમાં સહાયતા મળી. જીરો બજેટ ફાર્મિંગ, કૃષિ-પારિસ્થિતિના સિદ્ધાંતો પર આધારિત છે અને ટકાઉ ખેતી પર ભાર આપવામાં આવે છે.

જીરો બજેટ ફાર્મિંગના ચાર સ્તંભ

જીવામૃત (Jivamrita)

આ માટીમાં અળસીયા અને સુક્ષ્મજીવોની પ્રવૃત્તિઓને વધારવામાં મદદ કરે છે. તેમા એરોબિક અને એનારોબિક બન્ને પ્રકારના રોગાણુઓના ગુણો કરવામાં આવે છે. જીવામૃતને સંક્રમણના પ્રથમ ત્રણ વર્ષો માટે આવશ્યક છે. જેથી માટીના બાયોટાને કાર્યરત કરે છે, તેને સિંચિત પાણીમાં અથવા 10 ટકા પર્ણ સ્પ્રે સ્વરૂપમાં મહિનામાં બે વખત છંટકાવ કરવામાં આવે છે. એક એકર જમીનના ઉપચાર માટે 200 લીટર જીવામૃત પર્યાપ્ત છે.

તૈયારી- પ્રતિ બેરલમાં 200 લીટર પાણી નાંખો અને 10 લીકો ગાયનું છાણ તથા 5-10 લીટર ગૌમૂત્ર નાંખો. 2 કીલો ગોળ, 2 કીલો દાળનો લોટ અને મુઠ્ઠીભર માટી નાંખો. ત્યારબાદ તેનું મિશ્રણ તૈયાર કરો અને છાયડામાં 48 કલાક સુધી રાખો.

બીજામૃત(Bijamrita)

બિયારણ, અકુંર અને રોપણ સામગ્રી માટે ઉપયોગ કર્યા છે.આ બિયારણ કોટિંગ સ્વરૂપમાં લાગુ કરવામાં આવેલ છે અને આ બિયારણોનું વાવેતર કરવામાં આવે છે. બીજામૃત, ગૌમૂત્ર, ચૂનો અને માટી તૈયાર કરવામાં આવે છે. તે યુવા છોડને રોગ પેદા કરનારા રોગજન્ય સ્થિતિના હુમલાથી બચાવે છે.

તૈયારી- કપડામાં બાંધીને 5 કીલો છાણને રાત્રે 50 લીટર પાણીમાં ડૂબોડી રાખો. પછી 5 લીટર ગૌમૂત્ર, મુઠ્ઠીભર માટી અને 50 ગ્રામ કેલ્સિયમ ક્લોરાઈડના અર્કનું તેમા મિશ્રણ કરો.

મલ્ચીંગ (Mulching)

માટી મલ્ચ ખેતી દરમિયાન બાકીની માટીનું રક્ષણ કરે છે અને જળ પ્રતિધારણ અને વાતનને વધારે છે. સ્ટ્રો મલ્ચ સૂંકા બાયોમાસને સંદર્ભિત કરે છે અને જીવિત મલ્ચ એક જ ખેતરમાં અનેક પાકોને સંદર્ભિત કરે છે. ઉચ્ચ ઉત્પાદનને લીધે ત્રણ મલ્ચનું રક્ષણ અને ઉપલબ્ધતા ખૂબ જ આવશ્યક છે.

વાપસા (Whapasa)

વાપસા એક એવી સ્થિતિ છે કે જ્યારે માટીમાં પાણીના અણુ અને હવા બન્ને ઉપસ્થિત હોય છે. આ પ્રકારે જીરો બજેટ ફાર્મિંગ ટેકનિક ખેડૂતોની સિંચાઈ જરૂર પણે ઓછી કરી કરવામાં સહાયતા કરે છે.ભારતમાં અનેક રાજ્ય સરકારો વિવિધ તાલીમ શિબિર આયોજીત કરી જૈવિક ખેતી વધારવાની શરૂઆત કરી છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ અગ્રણી રાજ્ય છે, જે તેના પ્રભાવી કાર્યાન્વયનમાં ભાગ લે છે. માટી સંરક્ષણ, ગુણવત્તા ઉત્પાદન, ઓછી કૃષિ આવક અને ઋણ મુક્ત ખેતી તેના અભ્યાસને સ્થાયી કૃષિ અને આજીવિકા સુરક્ષા માટે વ્યાપક ખેડૂત આંદોલન બનવામાં પ્રેરિત કરે છે.

Related Topics

Zero Budget Farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More