ભારતના ઘણા વિસ્તારોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓડિશા સહિતના ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવતા ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈને ખેડૂતોમાં રસ વધી રહ્યો છે.
ભારતના ઘણા વિસ્તારોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓડિશા સહિતના ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવતા ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈને ખેડૂતોમાં રસ વધી રહ્યો છે. આ ખેતી ધીમે ધીમે ખેડૂતોની આવકનો સારો સ્રોત પણ બની રહી છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હાઈલોસેરેસુંડાટસ છે, પરંતુ ગુજરાતમાં રાજ્ય સરકારે તેનું 'કમળમ' નામ રાખ્યું છે. તેના ફળમાં કમળ જેવી સ્પાઇક્સ અને પાંખડીઓ હોવાથી તેથી તેને 'કમળમ' કહેવામાં આવે છે.
રાજ્ય સરકાર તરફના પ્રોત્સાહનથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેના ઉત્પાદનમાં રસ ઝડપથી વધી ગયો છે. આ જ કારણ છે કે ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે ઓછા પાણી અને ઓછા ખર્ચે માત્ર ચાર વિઘા જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરીને સાડા ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી છે.
1990ના દાયકાથી થઈ શરૂઆત
વાસ્તવમાં ડ્રેગન ફ્રુટ મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ હવે ભારત પણ ડ્રેગન ફ્રુટની ખેતીમાં પાછળ નથી.ભારતીય ખેડુતોને કારણે 1990ના દાયકાની શરૂઆતમાં ભારતમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન થયું અને ઘરેલુ બગીચામાં આ ફળને ઉગાડવાની શરૂઆત થઈ.વિવિધ રાજ્યોના ખેડુતો દ્વારા ખેતી માટે ડ્રેગન ફ્રૂટ્સના ઉપયોગમાં વધારો થતાં, તેની લોકપ્રિયતા પણ ખૂબ જ ઝડપથી વધવા લાગી.
ડ્રેગન ફ્રુટની ત્રણ જાતો, દેશના આ રાજ્યોમાં ખેતી
ડ્રેગન ફ્રુટની મુખ્ય ત્રણ જાતો છે. તેમાં સફેદ માંસલ, ગુલાબી રંગનું ફળ, લાલ રંગનું ફળ અને સફેદ પલ્પ સાથે પીળા રંગનું ફળ પણ શામેલ છે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવે છે. મોટાભાગે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને અંદમાન નિકોબારના ટાપુઓમાં ડ્રેગન ફ્રૂટ્સ ઉગાડવામાં આવે છે. તેની ખેતી માટે ઓછા પાણીની જરૂર પડે છે અને તેને અલગ અલગ જમીનમાં પણ ઉગાડી શકાય છે.
એક છોડની કિંમત 48 રૂપિયા
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત રમેશભાઇ મકવાણા ડ્રેગન ફ્રુટની ઓછા પાણીથી પરંપરાગત ખેતી કરે છે. રમેશભાઇ જામનગરથી ડ્રેગન ફ્રુટના છોડ લાવ્યા હતા અને તેનું રોપણ કર્યું. ડ્રેગન ફ્રુટના એક છોડની કિંમત 88 રૂપિયા છે અને હાલના સમયમાં તેના છોડનું વાવેતર કર્યા બાદ 15 મહિના પછી તેમાં ફળ આવે છે.રમેશભાઇએ ચાર વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરીને વાર્ષિક સાડા ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી છે.
વીઘા દીઠ 1.10 લાખ રૂપિયા સુધીની આવક!
ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે વાતચીત કરતા રમેશભાઇએ જણાવ્યું કે તેઓ ભાવનગર જિલ્લામાં છેલ્લા એક-બે વર્ષથી ડ્રેગન ફ્રૂટનો પાક લઈ રહ્યા છે. ભાવનગરમાં અવનીયા, તળાજા, દિહોર, ત્રપાજ, સિહોર અને પાલિતાણા જેવા વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે ગુલાબી, લાલ અને સફેદ રંગ એમ ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે.આ ફળની આવક દર વીઘા દીઠ 1.10 લાખ રૂપિયા સુધી થાય છે.
વડાપ્રધાન મોદીએ પણ કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2020માં ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં ગુજરાતના શુષ્ક કચ્છ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટ્સના વાવેતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે કચ્છના ખેડુતોને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
મશરૂમની બાય પ્રોડક્ટથી તમે પણ કરી શકો છો ઊંચી કમાણી
ચ્યુઇંગમ' અને અન્ય પદાર્થોમાં થાય છે ઉપયોગ
પોષક તત્વોથી ભરપુર ડ્રેગન ફ્રૂટની કમળ જેવી અને કાંટાદાર કેક્ટસ પ્રજાતિને આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ચ્યુઇંગમ અને અન્ય ઔષધિઓમાં પણ થાય છે. તેથી તેનો જ માર્કેટ ઘણો મોટો છે.ડ્રેગન ફ્રૂટમાં ફાઈબર, વિટામિન, ખનિજો અને એન્ટી- ઓકિસડન્ટો મળી આવે છે. જે તાણથી નુકસાન થયેલા કોષોને સુધારવામાં અને શરીરમાં બળતરે ઘટાડવા અને પાચક સિસ્ટમને સુધારવામાં મદદરૂપ થાય છે.
Share your comments