માછલી પાલનામાં ભારતની સ્થિતી બહુ સારી છે. વિશ્વવમાં માછલી પાલનના વ્યવસાયમાં ભારતનો સ્થાન બીજા ક્રર્મે છે.પરંતુ માછલી પાલન માટે જે પદ્ધિતી અપનાવવામાં આવી રહી છે, તેથી વધારે ઉત્પાદન નથી મળી રહ્યો. કેમ કે, એક બાજુ જમીન અને બીજી બાજુ જલ સંસાધન, બન્ને વચ્ચે બહુ મોટી સ્પર્ધા ચાલી રહી છે
તાપી, નર્મદા, સાબરમતી જેવી કેટલીક નદીયા હોવાથી ગુજરાતન કેટલાક ખેડુતો પોતાની આવકમાં વધારો કરવા માટે માછલી પાલનની તરફ દોરી રહ્યા છે, પરંતુ જે તમારા પાસે ઓછી જગ્યા છે તો તેમા તમને વધારે વળતર નથી મળી શકતો.આવી સ્થિનો જોતા કેટલાક ખેડૂતો બાયોફલોક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માછલી પાલન કરી રહ્યા છે. આ પદ્ધતિથી જે ખેડૂતો પાસે ઓછી જમીન છે અને છતાએ તે લોકો મછલી પાલન કરવા માંગે છે, તો તમે બાયોફલોક ટેકનોલોજીના ઉપયોગ કરીને માછલી પાલન કરી શકો છો અને વધારે વળતર મેળાવવી શકો છો.
ભારત વિશ્વમાં બીજા ક્રર્મે (India is second largest country)
માછલી પાલનામાં ભારતની સ્થિતી બહુ સારી છે. વિશ્વવમાં માછલી પાલનના વ્યવસાયમાં ભારતનો સ્થાન બીજા ક્રર્મે છે.પરંતુ માછલી પાલન માટે જે પદ્ધિતી અપનાવવામાં આવી રહી છે, તેથી વધારે ઉત્પાદન નથી મળી રહ્યો. કેમ કે, એક બાજુ જમીન અને બીજી બાજુ જલ સંસાધન, બન્ને વચ્ચે બહુ મોટી સ્પર્ધા ચાલી રહી છે, જેથી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.આ ઉપરાંત, વિદેશી પ્રજાતિઓનું સંવર્ધન મૂળ જાતો પર અસર કરી રહ્યું છે જે, વધુ પડતી બીજ સંસ્કૃતિને કારણે રોગો પેદા કરે છે. એટલે કૃષી જાગરણ ગુજરાતી નિષ્ણાતોની રાયથી માછલી પાલન કરવા વાળા ખેડૂતો ને બાયોફલોક ટેકનોલોજીથી માછલી પાલન કરવાની સલાહ આપે છે.
શુ હોય બાયોફલોક ટેકનોલોજી (What is Biofloc technology )
માછલી પાલનને લઈને ખેડૂતોને જે સમસ્યા થઈ રહી છે, બાયોફલોક ટેકનોલોજી આ બધી સમસ્યાઓનો ઉકેલ છે. આ ટેકનિકની મદદથી ઓછી જમીનમાં વધુ માછલીઓનુ ઉત્પાદન કરી શકાય છે. બાયોફ્લોક વાસ્તવમાં શેવાળ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, અયોગ્ય ખોરાક અને માછલીના મળથી બનેલો છે. તેમાં 60 થી 70 ટકા કાર્બનિક અને 30 થી 40 ટકા અકાર્બનિક પદાર્થો હોય છે. મોટા બાયોફ્લોક્સને નરી આંખે પણ જોઈ શકાય છે.
સામાન્ય રીતે માછલીઓ તેમના ઉછેર માટે બહારથી આપવામાં આવતી ફીડનો માત્ર 20 થી 30 ટકા ઉપયોગ કરે છે. બાકીના પાણીમાં રહી જાય છે. બાયોફ્લોક આ બાકી રહેલા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને ખાસ સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી ખાદ્ય બનાવે છે. આ તકનીકથી, પાણીમાં ઓક્સિજન સતત ઉપલબ્ધ રહે છે. સર્વભક્ષી પ્રકૃતિ ધરાવતી જાતોને આ ટેકનીક માટે ઉછેરવી પડશે.
ભારતમાં વધી રહ્યો છે જળચર ઉછેર (Water farming in India )
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં જળચર ઉછેર ખાદ્ય ઉત્પાદન અને પશુપાલન કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યું છે. જ્યાં તેનો વિકાસ દર 12-13માં 4.9 હતો, તે 2018 માં વધીને 11.9 ટકા થયો છે. આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં બાયોફ્લોક ટેકનોલોજી ખેડૂતોને ઉત્પાદન વધારવામાં ઘણી મદદ કરી શકે છે.
Share your comments