ખેડૂતોએ સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. ખેડૂતોએ જુલાઈ માસમાં દિવેલા અને કઠોળ વર્ગના પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી અમે તમને જણાવીશું
આગોતરું આયોજન
ખેડૂતોએ જૂન માસમાં ખરીફ સિઝનની શરૂઆત થતા વાવણી કરી હતી. પરંતુ વરસાદ ખેંચાતા અને પિયતના અભાવે લગભગ ઘણા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે દિવેલા અને કઠોળ વર્ગના પાકમાં કયા ખેતી કાર્યો કરવા.
દિવેલા
* વાવેતર સમય : ૧૫ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ
* ભલામણ કરેલ જાતો : જીએયુસી-૧, જીસીએચ-૬, જીસીએચ-૫, જીસીએચ-૭, જીસીએમ-૪, જીસીએમ-૬
* બિયારણ નો દર : ૬ કિલો / હેકટરે, બીજને બાવિસ્ટીન ૨ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ કિલો દિઠ પટ આપવો.
* પાકમાં રાસાયણિક ખાતર : ૧૨૦+૫૦+૫૦ ના. ફો. પો. આપવું.
* નાઈટ્રોજન અને પોટાશ પાયામાં ૫૦% તેમજ નાઈટ્રોજન બાકી રહેલ બે હપ્તામાં તથા પોટાશ ૪૫ દિવસે બાકીનો જથ્થો આપો.
* ખારા પાણીમાં દિવેલા ઉગાડવા જીસી-૩ જાતનું વાવેતર કરવા ભલામણ છે.
* રાસાયણિક ખાતર સાથે છાણીયું ખાતર ૧૦ ટન તથા જીપ્સમ ૩ ટન હેકટરે નાખવું.
સોયાબીન
*એન. આર. સી-૩૭ (અહલ્યા-૪) સોયાબીનનું વાવેતર કરો.
* મધ્ય ગુજરાત માટે સોયાબીન એન. આર. સી.-૩૭ અથવા જે. એસ.-૩૩૫ જાતનું ૪૫ સે.મી.ના અંતરે વાવેતર કરવું.
* લીંબોળીની મીજ્માથી બનાવેલ ૫ % અર્ક (૫૦૦ ગ્રામ મીન્જનો ભૂકો / ૧૦ લીટર પાણી) નો રોપણીનાં ૩૫ અને ૬૫ માં દિવસે છંટકાવ કરવો.
મકાઈ
ટપકાવાળી લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે બેસીલસ થુરીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે ન્યુંમેરીયા રીલે નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. (૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર) ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળીમાં સફેદમાખીનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
ચણા-મગ
ચણા-મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ – સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમનો ઉપયોગ કરો.
અડદ
નિંદણ નિયંત્રણ માટે ફલીઝાલોફોપ – ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. વાવેતર બાદ ૨૦ દિવસે છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
Share your comments