ખેડૂતો પોતાના ખેતરમાં કોઈ પણ પાક માટે રોપણી હવામાનના હિસાબે નક્કી કરે છે. જેમ કે ચોખા છે તો તેના માટે વરસાદ થવી જોઈએ જો ના થાય તો તે ખરાબ થઈ જશે. એવી જ રીતે જે પાકને ગરમી વધુ જોઈએ છે અને તે સમય ગરમી ઓછી પડી જાય તો પણ પાક ખરાબ થઈ જાય છે. આ પ્રકારે આપણા ખેડૂત ભાઇઓએ હવામાનના અનુરૂપ પાકની રોપણી નક્કી કરે છે. ઉદાહરણ માટે ખરીફના સિઝનમાં ખરીફ પાકનું વાવેતર અને શિયાળુ પાકના સિઝનમાં તેનું વાવેતર. પરંતુ હવે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (પૂસા) ક્લાઈમેન્ટ ચેન્જમાં ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ રહ્યું છે. કેમ કે હાલમાં તેમને એવા બીજ તૈયાર કર્યા છે જેથી તાપમાન વધે તે પહેલા જ તમારા ઘઉંનું પાક પાકી જશે. એટલે કે આ વર્ષે વહેલા વાવણી કરનારા ખેડૂતોને બિચારણ મળી જશે.
ગરમીના કારણ ઘઉંના પાકને થાય છે નુકસાન
ગ્લોબલ વાર્મિન્ગના કારણે હવામાનમાં થતા બદલાવથી ક્યારે વરસાદ વધુ થઈ જાય છે તો ક્યારે કાળઝાળ ગરમી પડ઼વા લાગે છે. મૌસમ હવે પોતાના સમય અનુરૂપ નથી આવડતું. જેના કારણે વરસાદના સમયમાં ગરમી તો ગરમીના સમયમાં વરસાદ થવા લાગે છે. જેના કારણે ઘઉંના પાકને નુકસાન થાય છે. તેથી જ પૂસા દ્વારા આ નવી તકનીક વિકસવવામાં આવી છે. જે ખેડૂતોને તેમની વાવણીનો બિચારણ વહેલી તકે આપશે.
આ નવી તકનીક પર વૈજ્ઞાનિક શું કહે છે.
પૂસા દ્વારા નિર્મિત આ તકનીકને લઈને પૂસાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. રાજવીર સિંહ જણાવે છે કે ગ્લોબલ વાર્મિંગના કારણે હવામાનમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેને જોતા પૂસા દ્વારા આ તકનીક તૈયાર કરવામાં આવી છે. જેમાં ઘઉંના એવા 3385 બીજ તૈયાર કરવામાં આવ્યા છે. જેને ઓક્ટોબરમાં વાવી શકાય છે. અને જેથી પેદાશ પણ 7 ટન પ્રતિ હેક્ટર મળે છે. તેની સૌથી ખાસ વાત એવું છે કે તે તાપમાન વધતા પહેલા તૈયાર થઈ જાય છે ખેડૂતોને તેમનો પાક મળી જાય છે. તેમણે જણાવ્યું કે ખેડૂત ઇચ્છે તો તેને નવેમ્બર ક તો પછી ડિસેમ્બરમાં પણ વાવી શકે છે. પરંતુ હાં તેનાથી પેદાશમાં થોડું ઘટાડો જોવું મળશે. નવેમ્બરમાં વાવવા પર 6 ટન અને ડિસેમ્બરમાં વાવણી પર 5 ટન પ્રતિ હેક્ટર પેદાશ થશે.
હાલ બીજ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી
ઘઉંના આ નવા બીજ હજું વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી. કેમ કે હાલ 75 કંપનીઓ સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે. એટલે માત્ર એજ કંપનીઓ પાસે થી જ ખેડૂતો હજુ આ બીજ લઈ શકશે. રાજવીર સિંહે જણાવ્યું કે જલ્દ વેચાણકર્તાઓની લિસ્ટ પણ બહાર પાડી દેવામાં આવશે. જેનાથી ખેડૂતો તેમની આજુ-બાજુના વેચાણકર્તાઓ પાસેથી બીજ લઈ શકશે.
Share your comments