Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નવી ટપક સિંચાઈ લેતા પહેલા ખેતરમાં નવી ટપક સિંચાઈ પદ્ધતિ વસાવતી વખતે કરશો નહિ આ સાત ભૂલો નહિતર પસ્તાવું પડશે જીવનભર

આજનો યુવાન અને ઉત્સાહી ખેડૂત જયારે ખેતીમાં પ્રગતિશીલ કર્યો અને ફેરફાર કરવાનું વિચારે છે ત્યારે ટપક સિંચાઈ -ડ્રીપ ઇરિગેશન તેની પ્રાથમિકતામાં આવે છે.ઘણીવાર નવી ડ્રીપ ફીટ કરતી વખતે ખેડૂત અમુક વાતો નજર અંદાજ કરતો હોય છે.જેના લીધે પછે તેને પસ્તાવાનો વારો આવતો હોય છે.અહિં અમે આપને કેટલીક ફિલ્ડ ઉપયોગી બાબતો જણાવીશું જેથી આપ નવી ડ્રીપ સિંચાઈ લેતી વખતે આ ભૂલો કરવાથી બચી શકો...!!!

KJ Staff
KJ Staff

નમસ્કાર ખેડૂતમિત્રો....

આજનો યુવાન અને ઉત્સાહી ખેડૂત જયારે ખેતીમાં પ્રગતિશીલ કર્યો અને ફેરફાર કરવાનું વિચારે છે ત્યારે ટપક  સિંચાઈ  -ડ્રીપ ઇરિગેશન તેની પ્રાથમિકતામાં આવે છે.ઘણીવાર નવી ડ્રીપ ફીટ કરતી વખતે ખેડૂત અમુક વાતો નજર અંદાજ કરતો હોય છે.જેના લીધે પછે તેને પસ્તાવાનો વારો આવતો હોય છે.અહિં અમે આપને કેટલીક ફિલ્ડ ઉપયોગી બાબતો જણાવીશું  જેથી  આપ નવી ડ્રીપ સિંચાઈ લેતી વખતે આ ભૂલો કરવાથી બચી શકો...!!!

*આપના ખેતરમાં જો આપ પીવીસી લઈને દ્વારા ડ્રીપ વસાવવા માંગતા હોય તો તે પહેલા આપને જરૂર જણાય તો જમીનનું લેવલ કરાવી લો...કારણ કે જો એકવાર આપના ખેતરમાં ડ્રીપ ફિટિંગ થઇ જશે તો આપ પાંચ કે તેથી વધુ વર્ષો સુધી આ કામ નહિ કરી શકો.

*આપના બોર કર કૂવાના છેલ્લા દસ વર્ષમાં એવરેજ કેટલું પાણી ઉપલબ્ધ છે તે પ્રમાણે આપ આયોજન કરશો.મોટાભાગે એવું જોવા મળે છે કે પાણીનો સારી ઉપલબ્ધિ હોય ત્યારે કરવામાં આવતું ડ્રીપ ફિટિંગ જયારે પાણીની અડધી ઉપલબ્ધિ થાય ત્યારે તે ખેતરને પાણી આપવું મુશ્કેલભર્યું બની જાય છે.....!માટે આપ એવરેજ પિયતની ઉપલબ્ધિ માનીને જ ડ્રીપ વસાવશો તે સલાહભર્યું રહશે.

*જો આપના બોર કે કુવામાંથી પાણી સાથે રેતી કે માટી સતત વધતા કે ઓછા પ્રમાણમાં બહાર આવતી રહેતી હોય તો આપના માટે સસ્તું ડિસ્ક ફિલ્ટર જામ થઇ જવાના પ્રશ્નો ઉભા કરી શકે છે.તો આપે તેનાથી અપગ્રેડેડ ફિલ્ટર વસાવવું જોઈએ.

*ડ્રીપ ફિટિંગ સાથે આપને સમગ્ર ખેતરમાં અંડર ગ્રાઉન્ડ પીવીસી લાઈન પણ મળવાની છે.તો ભવિષ્યમાં ઘંઉ જેવા ક્યારાનાં પાકના પિયત  માટે યોગ્ય અંતરે વાલ્વ મુકવાનું ભૂલશો નહિ.

*મોટેભાગે એવું બને છે કે ખેડૂત પોતાના એક જ પાકને ધ્યાનમાં રાખી ડ્રીપ વસંતો હોય છે.જેમ કે શેરડી,કપાસ,કેળ.દિવેલા,બટાટા ,શાકભાજી વગેરે...પણ આ સિવાય પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ૨૦% ડ્રીપ

ફિટિંગ  સમગ્ર ખેતરના પાક સિવાયના ખેતર માટે અલગ પ્રકારની ડ્રીપ લાઈન લેવાનું સલાહભર્યું રહેશે.

*ડ્રીપ લાઇનમા આપના પાકની બે હાર વચ્ચેનું અંતર હોય તેના કરતા ડબલ કે ત્રણ ગણી પીવીસી પાઇપમાંથી બહાર આવતા આઉટલેટ (સાદી ભાષામાં ચોટિયા) મુકાવશો.જેથી આપ દર વર્ષે અલગ અલગ ચોટિયાનો ઉપયોગ કરતા રહો તેમ આપણી હારની જગ્યા બદલાતી રહે.સરવાળે જમીનનો એક જ ભાગ વપરાવાના બદલે રોટેશન મુજબ જમીન બદલાશે.

દા.તા. આપ પાંચ ફુટ એટલે કે ૬૦ ઇંચના માપણી હારમાં વાવેતર કરો છો તો દર ૨૦ ઇંચ પાર એક હાર આવે તેવું આયોજન કરો .એટલે દર ત્રણ વર્ષ સુધી અલગ અલગ હારોમાં વાવેતર થઇ શકે.

*છેલી પણ અગત્યની વાત ડ્રીપ સિંચાઈ વસાવતાં પહેલા આપ આપની જમીન અને પાણીનું પૃથ્થક્કરણ રિપોર્ટ અવશય કરાવશો.જેથી તેમાં રહેલા ક્ષાર અને જમીનની ભેજધારણશક્તિ અને નિતારશક્તિ અંગે આપને ખ્યાલ આવશે.જે આપને ડ્રીપનો ફિલ્ડ પ્લાન સેટ કરવામાં મદદરૂપ થશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More