આ રીતે થયુ ખેડુતોને નુકશાન
ઘઉંનુ એમએસપી 2015રૂ. પ્રતિ ક્વિનેટલ છે. જોવા જઈએ તો પ્રતિ હેક્ટર 44 ક્વિન્ટલની સરેરાશ ઉત્પાદકતા પર ખેડૂતોએને 88,660 રૂપિયાની કમાણી થાત. આ વખતે સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 31 ક્વિન્ટલની આસપાસ છે તો ખેડુતોને 62465રૂ. જ મળે છે જે 26195રૂ. પ્રતિ હેક્ટર ઓછા છે.
માર્ચ અને એપ્રિલમાં સરેરાશથી વધારે તાપમાને ઘઉંના ઉત્પાદનને અસર કરી છે. મેરઠ જીલ્લામાં ઘઉનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન 30% સુધી ઘટી ગયુ છે. ખેડુતોને આના કારણે પ્રતિ હેક્ટર 26હજાર રૂપિયાનુ નુકસાન થયુ છે. ત્યારે સરકારી ખરીદ કેન્દ્રો પર 31,3000 ના લક્ષ્યાંક સામે માત્ર 3670 મેટ્રિક ટનની ખરીદી થઈ છે, જોકે તેનું એક મોટું કારણ એ છે કે બજારમાં ઘઉંની કિંમત MSP કરતા વધારે છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉની માંગ વધી છે. ત્યારે સ્થાનિક બજારમાં ઘઉંની કિંમત MSP કરતાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારે છે.
દેશમાં ઘઉંની અછત ન થાય તે માટે સરકારે નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી મેરઠ જીલ્લામાં ઘઉંનુ સરેરાશ ઉત્પાદન લગભગ 44 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર રહ્યુ છે. આ વખતે તાપમાન અચાનક વધવાને કારણે ઉત્પાદકતા 31 ક્વિન્ટલ હેક્ટરે પહોંચવાનો અંદાજ છે. આ વખતે કૃષિ વિભાગે હજુ સુધી ઘઉંના ક્રોપ કટિંગના આંકડા જાહેર કર્યા નથી. મેરઠ મંડળમાં સરકારી કેન્દ્રો પર ગયા વર્ષે 143702 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગરમીના કારણે ઘઉંનું ઉત્પાદન 30 ટકા ઘટ્યું, ખરીદીમાં પણ તેજી, ખેડૂતોને ભારે નુકસાન
વર્ષ |
ઘઉંનુ ઉત્પાદન(ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં) |
2016-17 |
43.63 |
2017-18 |
43.65 |
2018-19 |
46.64 |
આ રીતે થયુ ખેડુતોને નુકશાન
ઘઉંનુ એમએસપી 2015રૂ. પ્રતિ ક્વિનેટલ છે. જોવા જઈએ તો પ્રતિ હેક્ટર 44 ક્વિન્ટલની સરેરાશ ઉત્પાદકતા પર ખેડૂતોએને 88,660 રૂપિયાની કમાણી થાત. આ વખતે સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 31 ક્વિન્ટલની આસપાસ છે તો ખેડુતોને 62465રૂ. જ મળે છે જે 26195રૂ. પ્રતિ હેક્ટર ઓછા છે.
જિલ્લામાં આ વર્ષે ઘઉંનુ વાવેતર વિસ્તાર 80 હજાર હેક્ટર જેટલો હતુ જે મુજબ જિલ્લાના ખેડૂતોને અંદાજે રૂ.210 કરોડનો આંચકો લાગ્યો છે.
હવે ભાવ પણ ઘટી રહ્યા છે
સ્થાનીક બજારોમાં સરકારી કેન્દ્રો કરતા વધારે ભાવ મળી રહ્યા હતા. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે જિલ્લામાં ભાવ ઘટવા લાગ્યા છે. સરકારે નુકસાનની ભરપાઈ કરવા માટે બોનસ આપવું જોઈએ
સરકાર રાહત આપે
ભાકીયુ ના રાષ્ટ્રીય પ્રવક્તા, ચૌધરી રાકેશ ટિકૈત અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના પ્રમુખ, સરદાર વીએમ સિંહે ઘઉંની ઉત્પાદકતામાં ભારે ઘટાડાથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસેથી બોનસની માંગ કરી છે. ટિકૈતે કહ્યું કે ભાકીયુ ટૂંક સમયમાં આ માટે જિલ્લા મુખ્યાલયને મેમોરેન્ડમ આપશે.
Share your comments