રશિયામાં ઘઉંનાં પાકનાં અંદાજો પહેલાની તુલનાએ નીચા આવ્યાં છે. આગામી દિવસોમાં વૈશ્વિક ઘઉંનાં ઉત્પાદનનાં અંદાજો પણ નીચા આવશે તો વૈશ્વિક ભાવ વધી શકે છે, જેનો મોટો ફાયદો ભારતીય ઘઉંની નિકાસને ફાયદો થશે અને નિકાસ પેરિટી વધશે તો સ્થાનિક બજારમાં પણ ભાવ સુધરી શકે છે.
ધઉંના વાતેવર આખા ગુજરાતમાં થાય છે, ઘઉંની ખેતી કરવા વાળા ખેડૂતો આપણા ગુજરાતમાં બીજા પાકની ખેતી કરવા વાળા ખેડૂતોની સરફામણીએ વધારે છે.એજ ખેડૂતો માટે કૃષિ જાગરણ ગુજરાતી લઈને આવ્યા છીએ ઘઉંનો બાજાર ભાવ. ઘઉંનાં ભાવની વાત કરીએ તો તેમા બે તરફી વધઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક ભાવ વધી રહ્યાં હોવાથી લોકલ બજારમાં ભાવ ઊંચકાય છે, બીજી તરફ સરકારી ગોડાઉનમાં મોટો જથ્થો પડ્યો હોવાથી સરેરાશ ઘઉંની બજારમાં ખાસ સરકારી વેચવાલીને પગલે ફ્લોર મિલોની મર્યાદીત ઘરાકી જોવા મળી રહી છે.
મિલબર ઘઉંના ભાવ નીચામાં રૂ.330થી 355 ની વચ્ચે અથડાયા કરે છે, જ્યારે સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.500ની ઉપર પહોંચી રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની ચાલ સરેરાશ મિશ્ર રહે તેવી ધારણાં છે. વેપારીઓ કહે છે કે જો સારો વરસાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પડી જશે તો નવી સિઝનમાં વાવેતર સારા થવાની ધારણાએ ખેડૂતો પાસે જે સ્ટોક પડ્યો છે એ રાખી મુકશે અને તેનો બિયારણ માટે ઉપયોગ કરશે. બીજી તરફ વૈશ્વિક ભાવ સારા છે.
રશિયામાં ધઉંનો પાક પહેલાની તુલામાં નીચુ
ચાલુ સપ્તાહ દરમિયાન અમેરિકન કૃષિ સંસ્થાનાં માસિક અહેવાલો આવી રહ્યાં છે, જેમાં ઘઉંનાં ઉત્પાદનને લઈને કેવા અંદાજો આવે છે તેનાં ઉપર વિશ્વ બજારનો મોટો આધાર રહેલો છે. રશિયામાં ઘઉંનાં પાકનાં અંદાજો પહેલાની તુલનાએ નીચા આવ્યાં છે. આગામી દિવસોમાં વૈશ્વિક ઘઉંનાં ઉત્પાદનનાં અંદાજો પણ નીચા આવશે તો વૈશ્વિક ભાવ વધી શકે છે, જેનો મોટો ફાયદો ભારતીય ઘઉંની નિકાસને ફાયદો થશે અને નિકાસ પેરિટી વધશે તો સ્થાનિક બજારમાં પણ ભાવ સુધરી શકે છે.
બાજરીના બાજાર ભાવ( Bajara Market Price)
બાજરીનાં ભાવમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેટલા ફીડમાં હાલ ડેરી અને દેશાવરની માંગ સારી હોવાથી બાજરીનાં ભાવ વધીને રૂ.300ની ઉપર પહોંચી ગયા છે. સારી બાજરીનાં ભાવ ઉપરમાં રૂ.370ની આસપાસ પહોંચ ગયાં છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી સારી રહેશે તો ભાવ હજી વધે તેવી સંભાવનાં દેખાય રહી છે. બાજરીમાં અમુલ અને બનાસ ડેરીની પશુદાણા બનાવવા માટે કેટલફીડ ક્વોલિટીની બાજરીમાં સારી માંગ છે, જેને પગલે ખુલ્લા બજારમાં લેવાલી સારી છે. મકાઈનાં ભાવ વધીને રૂ.2000ની ઉપર પહોંચી ગયા છે.
મહારષ્ટ્ર અને બીજા રાજ્યોમાં માંગ સારી
ગુજરાતની સાથે બાજરીનાં મહારાષ્ટ્ર અને બીજા રાજ્યમાં પણ માંગ સારી છે. બાજરીનાં વેપારીઓ કહે છે કેસરેરાશ બાજરીનાં ભાવમાં આગામી દિવસોમાં હજી વધારો થાય તેવી સંભાવનાં રહેલી છે. કેટલફીડ બાજરીનાં ભાવ રૂ.350 સુધી અને સારી બાજરી રૂ.400 ઉપર પહોંચવાની સંભાવનાં છે. વરસાદ ખેંચાયો હોવાથી સરેરાશ બાજરીને બાજારમાં ટેકો મળી રહ્યો છે..બાજરીનાં ભાવમાં આગળની તેજી માટે વરસાદની સ્થિતિ ઉપર પણ મોટો આધાર છે. જો ઓગસ્ટ માં સારો વરસાદ પડી જશે તો પશુ આહારને લીલો ચારો મળવાની સંભાવનાં વધી જશે, જેને પગલે ભાવ ઉપર બ્રેક લાગી શકે છે.
Share your comments