અજમાની ખેતી રવી પાક તરીકે કરવામાં આવે છે. અજમાના છોડના વિકાસ માટે શિયાળાની ઠંડી જરૂરી છે. અજમાની ખેતી માટે વધારે વરસાદની જરૂર નથી. અજમાના છોડ શિયાળામાં કેટલાક અંશે હિમ પણ સહન કરી શકે છે. અજમાની બજાર કિંમત એકદમ સારી છે. જેના કારણે અજમાની ખેતી ખેડુતો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમે પણ અજમાની ખેતી કરીને સારો નફો મેળવવા માંગો છો તો આજે અમે તમને અજમાની ખેતીમાં વાવેતરથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જમીન અને જમીનની તૈયારી
- અજમાના પાકને સારી નિતારશકિત ધરાવતી ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે.
- ર-૩ વખત હળથી ખેડ કરવી.
- કરબ વડે આડી ઉભી ખેડ કરી ઢેફાં ભાંગી જમીન ભરભરી બનાવવી.
- જમીન સમતળ કરી લાંબા અને સાંકડા કયારા બનાવવા.
અજમાની સુધારેલી જાત
- અજમાની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત અજમો-૨ ની પસંદગી કરવી.
અજમાની બીજ માવજત
- અજમાના બીજને એઝેટોબેકટર અને ફોસ્ફટ કલ્ચરનો પટ આપવો.
અજમાની ખેતીમાં વાવેતર સમય
- અજમાની વાવણી ઓકટોબરના ચોથા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં કરવી.
- અજમાની ખેતીમાં વાવેતર અંતર અને બીજનો દર અજમાની વાવણી ઓરીને જમીનની ફળદ્રુપતા મુજબ ૪૫ થી ૬૦ સે.મી.ના અંતરે અને ઉંડાઈ ૧ થી ૧.૫ સે.મી. સુધી કરવી.
- અજમાની ખેતીમાં એક હેકટર વિસ્તાર માટે અજમાનું ર થી ૨.૫ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે.
- બીજ નાનું હોવાથી છાણીયા ખાતરનો પાવડર કે ઝીણી રેતી મિશ્ર કરી બીજની વાવણી કરવી.
- અજમાની વાવણી પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવી.
અજમાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન
- અજમાની વાવણી બાદ તરત જ અને સારા ઉગાવા માટે જરૂરિયાત મુજબ પાણી આપવું.
- જમીનની પ્રત અને હવામાન મુજબ અજમાના પાકને ૪ થી ૬ પિયતની જરૂરિયાત રહે છે.
અજમાની ખેતીમાં નિંદામણ અને આંતરખેડ
- અજમાની ખેતીમાં જરૂરિયાત મુજબ ર થી ૩ આંતરખેડ કરવી અને હાથ નિંદામણ વડે પાક નીંદણમુકત રાખવો.
Share your comments