Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સોયાબીનનાં પાન ઉપરનાં રોગને નિવારવા શું કરવું?

આ વખતે રાજ્યમાં સોયાબીનનુ વાવેતર વધારે થવા પામ્યુ છે અને કેટલાક લોકોએ પહેલી વખત જ સોયાબીનનું વાવેતર કર્યુ હશે તો આજે અમે તમને જણાવીશુ કે સોયાબીનના પાકના પાન પર આવતા રોગ વિષે જાણીશુ અને તેને નિયંત્રણમાં કેવી રીતે લાવવા તેની પણ ચર્ચા કરીશુ.

Sukhadev Thakor
Sukhadev Thakor
soybean crop disease
soybean crop disease

આ વખતે રાજ્યમાં  સોયાબીનનુ વાવેતર વધારે થવા પામ્યુ છે અને કેટલાક લોકોએ પહેલી વખત જ સોયાબીનનું વાવેતર કર્યુ હશે તો આજે અમે તમને જણાવીશુ કે સોયાબીનના પાકના પાન પર આવતા રોગ વિષે જાણીશુ અને તેને નિયંત્રણમાં કેવી રીતે લાવવા તેની પણ ચર્ચા કરીશુ.

પાનના ટપકાંનો રોગ

આ રોગ બીજજન્ય ફૂગ દ્વારા થાય છે. આ રોગના પ્રથમ લક્ષણમાં પાકમાં બીજ બંધાવા સમયે જોવા મળે છે. સૂર્યની સામે ઉપલા પાંદડા ચળકાટ વગરના અને ઝાંબુડીયા રંગના દેખાય છે. ઉપરના પાનની બંને સપાટીએ અનિયમિત આકારના કે ખૂણિયા રાતા જાંબુડિયા રંગના ચાઠાં પર્ણદંડ અને થડ ઉપર પણ જોવા મળે છે. રોગનું આક્રમણ વધતાં ચેપ શીંગ અને દાણા પર લાગે છે તેથી દાણા જાંબુડીયા રંગના બને છે. આવા ચેપગ્રસ્ત દાણાનું વાવેતર કરવામાં આવે તો ધરૂ અવસ્થાએ પણ રોગ જોવા મળે છે.

નિયંત્રણ

  • રોગમુકત તંદુરસ્ત સર્ટિફાઈડ બિયારણનું વાવેતર કરવું.
  • અગાઉ ખેતરમાં લીધેલ પાકના જડિયા તેમજ મૂળિયા દુર કરવા.
  • બીજને થાયરમ ૭૫ ટકા ડીએસ ૩ થી ૪ ગ્રામ કે કાબૅન્ડેઝીમ ૫૦ ટકા વે.પા. દવા ૨ થી ૩ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવા.
  • છોડ પર ૫૦ ટકા શીંગો બેસે ત્યારે કારબેન્ડેઝીમ ૫૦ ટકા વે.પા.૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૫ દિવસના અંતરે આ દવાનો બીજો છંટકાવ કરવો હિતાવહ છે.
soybean crop disease
soybean crop disease

તળછારાનો રોગ

ફૂગથી થતો આ રોગ પાન પર જોવા મળે છે. પાન પર આછા લીલાથી પીળા ધાબા પડે છે. સમય જતાં આવા ધાબાઓ ભૂખરા બદામી રંગમાં ફેરવાય જાય છે. આવા ધાબાની ફરતે પીળાશ પડતી લીલી કિનારી પણ જોવા મળે છે. ભેજવાળા વાતાવરણમાં અસરગ્રસ્ત પાનની નીચેની સપાટીએ ભૂખરા રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. રોગની તીવ્રતા વધતાં પાનખરી પડે છે. શીંગો ઉપર ચેપ લાગતા બીજ પર ફૂગના તાંતણા અને બીજાણુંઓ જોવા મળે છે. આવા બિયારણ વાવતાં ધરૂમાં ચેપ લાગે છે.

નિયંત્રણ

  • વાવેતર માટે રોગમુક્ત તંદુરસ્ત બીજની પસંદગી કરવી.
  • જમીનમાં ઊંડી ખેડ કરી જૂના પાકના જડિયાં વીણીને દુર કરવા.
  • બીજને થાયરમ ૩ગ્રામ/ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવણી કરવી.
  • પાક ઉપર મેન્કોઝેબ ૭૫% વે.પા. ૧૦ લિટર પાણીમાં રપ ગ્રામના હિસાબે છંટકાવ કરવો જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસના અંતરે આવો બીજો છંટકાવ કરવો હિતાવહ છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More