Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખાદ્યતેલના વધતા ભાવોની વચ્ચે નેપાળ અને બાંગ્લાદેશથી ભારતીય વેપારીઓની નારાજગીનું કારણ શું? સરકારને કરી આ માંગ

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં તેજીની સિઝન ચાલુ છે. ખાદ્યતેલના ભાવમાં ઝડપથી વધારાને કારણે સામાન્ય લોકો ખૂબ હેરાન પરેશાન છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતના ખાદ્યતેલના વેપારીઓ પણ નારાજ થયા છે. તેમની નારાજગીનું કારણ ખાદ્યતેલની વધતી કિંમતો નથી પરંતુ નેપાળ અને બાંગ્લાદેશથી આયાત કરવામાં આવતું ખાદ્યતેલ છે.

Sagar Jani
Sagar Jani
Edible Oil
Edible Oil

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં તેજીની સિઝન ચાલુ છે.  ખાદ્યતેલના ભાવમાં ઝડપથી વધારાને કારણે સામાન્ય લોકો ખૂબ હેરાન પરેશાન છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતના ખાદ્યતેલના વેપારીઓ પણ નારાજ થયા છે. તેમની નારાજગીનું કારણ ખાદ્યતેલની વધતી કિંમતો નથી પરંતુ  નેપાળ અને બાંગ્લાદેશથી આયાત કરવામાં આવતું ખાદ્યતેલ છે. આક્ષેપ કરવામાં આવે છે કે મોટા પ્રમાણમાં વિદેશી ખાદ્યતેલોની નિકાસ નેપાળથી ભારતમાં કરવામાં આવી રહી છે, જે માત્ર દક્ષિણ એશિયા મુક્ત વેપાર ક્ષેત્ર (SAFTA) સંધિ હેઠળ નિર્ધારિત મૂળના નિયમોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ ભારતીય રિફાઇનર્સ અને તેલીબિયાં ઉત્પાદકોને પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે.

અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે નેપાળથી આયાત કરવામાં આવતા ખાદ્યતેલોનો ચોક્કસ ક્વોટા નક્કી કરવામાં આવે. આ મામલે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ  નેપાળમાં પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલનું વ્યવસાયિક ઉત્પાદન નથી અને તેની ક્રશિંગ-પ્રોસેસિંગ ક્ષમતા પણ ખૂબ મર્યાદિત છે. છતાં બધા તેલ ત્યાંથી નિકાસના ઉત્પાદનોમાં શામેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેપાળના વેપારીઓ અર્જેન્ટીના, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશોમાંથી રિફાઈન્ડ સોયાબીન તેલની આયાત કરે છે. રશિયા અને યુક્રેનમાંથી સૂર્યમુખી તેલ અને મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામ તેલ તો કેટલાક ચીનથી પણ તેલ મંગાવીને નેપાળી ઉત્પાદન તરીકે ભારતમાં નિકાસ કરે છે.

ભારત સરકારે લગાવ્યા અંકુશ

મહાસંઘના  પ્રમુખે માંગ કરી હતી કે નેપાળના ટ્રેડ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન સેન્ટરના ડેટા દર્શાવે છે કે દેશમાંથી સોયાબીનના તેલની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનામાં ઉછળીને 35.75 અરબ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળા સામે અંદાજીત ચાર ગણી રૂ.. 35.7575 અબજ હતી. તે તેના કરતા લગભગ ચાર ગણીવધારે છે.  નેપાળ સફ્ટા સંધિના નિયમો અને જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તેથી ભારત સરકારે તેને અટકાવવી જોઈએ. આ દિશામાં ઝડપથી નક્કર પગલાં પણ ભરવા જઈએ જેથી ભારતીય ખાદ્યતેલના વેપારીઓને થતું નુકશાન અટકાવી શકાય.

Oil
Oil

ગયા નાણાંકીય વર્ષના પ્રારંભિક મહિનામાં  નેપાળે માત્ર 8.36 અરબ રૂપિયામાં સોયાબીન તેલની નિકાસ કરી હતી. જે ચાલુ વર્ષમાં આશરે 36 અરબ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેમાંથી મોટા ભાગના ભારત મોકલવામાં આવ્યા હતા.  સરકારી માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નેપાળે 39.46અરબ રૂપિયાનું 335.29 મિલિયન લિટર ક્રૂડ સોયા તેલની આયાત અર્જેન્ટીના, પેરાગ્વે, યુક્રેન અને ઇજિપ્ત જેવા દેશોમાંથી કરી છે.  નેપાળની કુલ નિકાસમાં સોયા તેલનું 33 ટકા જ યોગદાન છે.

નેપાળથી આયાત કરવામાં આવતા તેની ગુણવત્તા પર શંકા

શંકર ઠક્કરે આગળ જણાવ્યું હતું કે, નેપાળથી આયાત કરવામાં આવતા તેલની ગુણવત્તા પર પણ શંકા છે. જે રીતે સફ્ટાના નિયમ હેઠળ, નેપાળથી ફરજ વિના તેલની આયાત જોરશોરથી કરવામાં આવી રહી છે, તેના કારણે ભારત સરકારને આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી સરકારે તાત્કાલિક તેના પર કાર્યવાહી કરવી જોઈએ. આ મોટી  લ રમતમાં કેટલાક મોટા જૂથની સંડોવણી હોવાની પણ સંભાવના છે. તેથી જ તેઓ દ્વારા  SAFTA ના નિયમોનું બેફામ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ખાધ તેલના સળગતા ભાવમાં મળશે રાહત:મોદી સરકારે લીધા આવા પગલાં

સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તરુણે કહ્યું હતું કે ધોરણો અનુસાર જે વસ્તુને સાફટા હેઠળ નિકાસ કરવામાં આવતી હોય તેનું 30% વેલ્યુ એડિશન (ઉત્પાદન કિંમત) એક જ દેશમાં હોવી જોઈએ. પરંતુ આ બધા નીયમોનો ભંગ કરીને ભારતમાં તેલની નિકાસ કરવામાં આવી રહી છે.

1200 કરોડની આવકનું નુકસાન

શંકર ઠક્કરે વધુમાં માહિતી આપી હતી કે, નેપાળ અને  બાંગ્લાદેશથી આયાત કરેલા શુદ્ધ ખાદ્ય તેલો પર સરકાર દર વર્ષે 1200 કરોડની આવક ગુમાવી રહી છે.  આટલું મોટું નુકસાન ભોગવતી સરકારની નીંદર ક્યારે ઉધડશે? આવડો મોટો રાજકીય ગોટાળો અને  મોટું નુકસાન  સ્થાનિક વેપારને થતા નુકસાનની કેમ અવગણવામાં આવી રહી છે?

તમામ લોકો જાણે છે કે નેપાળ અને બાંગ્લાદેશમાં સોયા, પામ તેલ, સૂર્યમુખી તેલનું ઉત્પાદન થતું નથી, તેમ છતાં આયાત આડેધડ પર છે.  હવે આયાત વધીને 4 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. અને આ આયાત 0 ટકા ડ્યુટી પર કરવામાં આવી રહી છે, તેથી સરકારે તાત્કાલિક કડક પગલા ભરવા જોઈએ અને આ દેશોમાંથી આયાત થનારા તેલનો ક્વોટા નક્કી કરવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More