Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસના પાકમાં પિયતની વિવિધ પદ્ધતિઓમાં સૌથી સારી પદ્ધતિ કઈ છે ? જાણો

કપાસને વધુ પાણી માફક આવતુ નથી. છોડની દેહ ધાર્મીક ક્રિયાઓ માટે ભેજ સતત મળવો જરૂરી છે. બીજુકે વરસાદ પણ અનિયમિત રહેતા ચોમાચામાં પણ પિયત આપવાની જરૂર ઊભી થાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
cotton crop
cotton crop

કપાસને વધુ પાણી માફક આવતુ નથી. છોડની દેહ ધાર્મીક ક્રિયાઓ માટે ભેજ સતત મળવો જરૂરી છે. બીજુકે વરસાદ પણ અનિયમિત રહેતા ચોમાચામાં પણ પિયત આપવાની જરૂર ઊભી થાય છે, આપણા વિસ્તારમાં સામાન્યત: પાણીની ઉપલબ્ધી મર્યાદીત છે. આથી પિયતની સગવડ હોય અને વરસાદ લંબાય તો કટોકટીની અવસ્થા જેવી કે મહતમ ફુલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ પિયત આપવું.

કપાસના પાકમાં ટપક પિયત પદ્ધતિ
કપાસના પાકમાં ટપક પિયત પદ્ધતિ

કપાસના પાકમાં ટપક પિયત પદ્ધતિ :

આ પદ્ધતિ દ્વારા પાણી આપવાથી ૩૦-૪૦% નો પાણીનો બચાવ થાય છે અને નિંદામણ નો પ્રશ્ન ઓછો રહે છે. તેમજ ઓછા પાણીએ વધુ વિસ્તારમાં પિયત આપી શકાય છે અને સાથે સાથે વીજળી ની પણ બચત થાય છે.તેમજ વોટર સોલ્યુબાલ ખાતર આપવામાં સરળતા રહેછે. કોઈ ખેડૂત ભાઈઓને જીવામૃત,ગૌ મૂત્ર આપવું હોય તો વ્યવષ્ઠિત બે –ત્રણ વાર ગાળી ને પણ આપી શકાય છે,જેથી તેમનો મજૂરી ખર્ચ બચે છે.

એક પાટલે પિયત પિયત
એક પાટલે પિયત પિયત

કપાસના પાકમાં એક પાટલે પિયત પિયત:

એક પાટલે પિયત આપવાથી પાણી અને ખર્ચનો સારો એવો બચાવ થાય છે, તેમજ કપાસ ના છોડને ખાસ ભેજ ની જરૂર હોઈછે,તેમજ નીંદામણ પણ ઓછું આવે છે, એક પાટલે પિયત આપવું જેમે એક હાર મૂકીને બીજી હારમાં પાણી આપવું અને બીજા પિયત વખતે પ્રથમ પિયત જે પટલામાં આપેલ છે તેમાં ન આપતા બાજુના પાટલામાં આપવું ,આમ કરવાથી પાણીની અને વીજળી ની બચત થછે અને વધુ વિસ્તારમાં જડપથી પાણી આપીશકાય છે.

કપાસના પાકમાં ધોરીયા / છૂટું પિયત પદ્ધતિ :

આ પદ્ધતિમાં પાણીનો બિનજરૂરી વ્યય થાય છે, જમીનની ભૌતિક તંદુરસ્તી બગડે છે. તેમજ પોષક તત્વો પણ જમીનમાં મૂળ વિસ્તારથી નીચે ઉતરી જવાથી પાકને તેનો પૂરેપૂરો લાભ મળતો નથી. ખેતી ખર્ચ પણ વધે છે અને બધીજ જમીન પલળતી હોવાથી નિંદામણનું પ્રમાણ વધે છે, તેથી મજૂરી ખર્ચ વધે છે,સાથે સાથે પાક ને જ્યારે પાણીની જરૂરિયાત હોય છે તે એકસાથે જડપથી પૂરી થતી નથી,અને વીજળી નો પણ વધુ વાપરાસ થાય છે.

વધુ જાણકારી માટે સંપર્જક કરો યેશ મારૂ (સામાજિક કાર્યકર) સીએસપીસી –રાજુલા 9998156077

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More