Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મલ્ટીલેયર ફાર્મિગ એટલે શુ? ખેડૂતો માટે કેમ છે ફાયદાકારક

આજકાલ ખેડૂત ભાઈ ખેતીવાડી વિશે એટલા સક્રિય થઈ ગયા છે કે તેઓ ખેતીની નવી ટેકનીક શીખીને નફો મેળવી રહ્યા છે. જોકે અદ્યતન ખેતી કરવાની ઘણી ટેકનીક છે, પરંતુ આજે અમે ખેડૂત ભાઈઓ માટે ખેતીની નવીન ટેકનીક વિશે માહિતી લાવ્યા છીએ , જેના કારણે ખેડૂત ભાઈઓ ધનિક બનશે, કેમ કે તેમને આ ટેકનિક સાથે ખેતી કરીને વધુને વધુ ફાયદાઓ મળશે.

આજકાલ ખેડૂત ભાઈ ખેતીવાડી વિશે એટલા સક્રિય થઈ ગયા છે કે તેઓ ખેતીની નવી ટેકનીક શીખીને નફો મેળવી રહ્યા છે. જોકે અદ્યતન ખેતી કરવાની ઘણી ટેકનીક છે, પરંતુ આજે અમે ખેડૂત ભાઈઓ માટે ખેતીની નવીન ટેકનીક વિશે માહિતી લાવ્યા છીએ

આજકાલ ખેડૂત ભાઈ ખેતીવાડી વિશે એટલા સક્રિય થઈ ગયા છે કે તેઓ ખેતીની નવી ટેકનીક શીખીને નફો મેળવી રહ્યા છે. જોકે અદ્યતન ખેતી કરવાની ઘણી ટેકનીક છે, પરંતુ આજે અમે ખેડૂત ભાઈઓ માટે ખેતીની નવીન ટેકનીક વિશે માહિતી લાવ્યા છીએ , જેના કારણે ખેડૂત ભાઈઓ ધનિક બનશે, કેમ કે તેમને આ ટેકનિક સાથે ખેતી કરીને વધુને વધુ ફાયદાઓ મળશે.

વાસ્તવમાં આજે આપણે 'મલ્ટિ-લેવલ ફાર્મિંગ' એટલે કે એક સાથે 4થી 5 પાકની ખેતી વિશેની માહિતી લાવ્યા છીએ, તેથી ખેડૂત ભાઈઓ અંત સુધી આ લેખ વાંચે જેથી તમે પણ ખેતીથી વધુ નફો મેળવી શકો છો.

મલ્ટીલેયર ફર્મિંગ એટલે શું?

મલ્ટિલેયર ફર્મિંગ  ટેકનીકમાં એકથી વધુ પાકની ખેતી કરી શકાય છે. તેમના પાકમાં ન તો જીવાત આવે છે અને ન તો નીંદણનો ડર રહે છે. આજના સમયમાં હજારો ખેડુતો આ મોડેલ અપનાવી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે.

મલ્ટિલેયર ફર્મિંગથી થતા ફાયદા

આજ સુધી ખેડૂત ભાઈઓએ ઘણી નવી ખેતીની ટેકનીકોથી નફો મેળવ્યો હશે, પરંતુ મલ્ટિલેયર ખેતી અપનાવીને ખેડૂત ભાઈઓને બમ્પર નફો મળી શકે છે. ચાલો પ્રથમ તમને આ રચનાના ફાયદાઓ વિશે જણાવીએ.

  • ખેડુતો માટે ખર્ચ ચાર ગણો ઓછો આવે છે , જ્યારે નફો 8 ગણો વધુ મળે છે.
  • પાકને એકબીજાથી પોષક તત્વો મળે છે.
  • જ્યારે જમીનમાં કોઈ ખાલી જગ્યા ન હોય ત્યારે નીંદણ વધતું નથી.
  • એક પાક જેટલું વધારે ખાતર નાખીએ છીએ, એટલા જ ખતરમાંએક કરતા વધુ પાકનું ઉત્પાદન મેળવી શકાય  છે.
  • આ રીતે 70 ટકા પાણીની બચત થાય છે.

મલ્ટિલેયર ફર્મિંગનો ખર્ચ

આ ટેકનીકની ખેતી માટે વાંસ, તાર અને ઘાસમાંથી એક મંડપ તૈયાર કરવો પડે છે. આમાં એક એકરમાં એક વર્ષ માટે 25 હજારનો ખર્ચ થાય છે. આનો અર્થ એ કે એકવાર તૈયાર કરવા માટે એક એકરમાં રૂ .1.25 લાખનો ખર્ચ થાય છે. આ 5 વર્ષ સુધી ચાલે છે.

મલ્ટિલેયર ફોર્મિંગ ક્યારે શરૂ કરવું જોઈએ

કોઈપણ ક્ષેત્રના ખેડુતો ફેબ્રુઆરી મહિનામાં ખેતી શરૂ કરી શકે છે.વિસ્તાર અને જમીનના આધારે ખેડુતો 4થી 5 પાકની ખેતી કરી શકે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ખેતરમાં મંડપ

  • એક એકરના ખેતરમાં આશરે 2200 વાંસના થાંભલા લગાવી શકાય છે.જેની લંબાઈ 9-10 ફૂટ હોય છે.
  • તેને 1-2 ઇંચ નીચે ખોસવામાં આવે છે અને  1 ફૂટ ઉપર રાખવામાં આવે છે.  ખેતરમાં ફક્ત 7 ફૂટનો વાંસ જ દેખાય છે, જેમાં આપણા પાક ઉગે છે.
  • ત્યારબાદ 5થી 6 ફૂટના અંતરે વાસ લગાવવામાં આવે છે.
  • એકસોથી દોઢ કિલો સુધી, વીસ ગેજ પાતળા વાયરનો ઉપયોગ થાય છે.
  • 100 કિલો વાયર 16 ગેજ માટે વપરાય છે.
  • ત્યારબાદ અડધા અડધા ફૂટના અંતર સાથે વાયરને વણી લેવામાં આવે છે.
  • ત્યારબાદ ગુણૈયા નામનું ઘાસ અથવા અન્ય કોઈપણ ઘાસ નાખી શકો છો.
  • ત્યારબાદ લાકડા તેના પર મૂકવામાં આવે છે, જેથી ઘાસ ઉડે નહીં. આ 60થી 70 ટકા સૂર્યપ્રકાશ શોષી લે છે.
  • હવે તેને બાઉન્ડ્રી બોલ ગ્રીન નેટ અથવા સાડીથી ચારે બાજુથી કવર કરી દો.
  • આ રીતે દેશી પદ્ધતિથી ફાર્મ હાઉસ તૈયાર થઈ જશે.

નોંધ લો કે જો કોઈ ખેડૂત ભાઈ બજારમાંથી તમામ વસ્તુ ખરીદવા માંગે છે, તો તેની કિંમત રૂ .1.25 લાખ થઈ શકે છે. જો તમારી પાસે વાંસ, ઘાસ, સાડી વગેરે જેવી સામગ્રી છે, તો ખૂબ જ  ખૂબ ઓછો ખર્ચ  છે.

એક સાથે લઈ શકાય છે આ પાક

  • ખેડૂત ભાઈઓ ફેબ્રુઆરી મહિનામાં જમીનની નીચે આદુની ખેતી કરી શકે છે.
  • ત્યારબાદ કોઈપણ લીલા શાકભાજી જેવી કે મેથી, પાલક વગેરે તેના પર લગાવી શકાય છે.
  • ત્યારપછી ત્રીજો વેલોનો પાક જેમાં કારેલા, દૂધી, પરવળ, પડોરાનું  વાવેતર કરી શકાય છે. આ તમામ પાકના પાંદડા નાના હોય છે, જેના કારણે નીચેના પાકને કોઈ નુકસાન નહી થાય. .
  • આની સાથે પપૈયાનું પણ વાવેતર કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More