ડુંગળીની ખેતી કરવા માંગતા હોય તો નીચે પ્રમાણેતેની ખેતી પદ્ધતિ અપનાવવાથી સારું ઉત્પાદન લઈ શકાય.
શિયાળુ ડુંગળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આબોહવા
- સામાન્ય રીતેપાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજરહિત હવામાન ખૂબ જ માફક આવેછે.
- કંદ તૈયાર થતી વખતેગરમ અને સૂકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે.
- પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળું અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે.
જમીનો પ્રકાર
- ડુંગળીના પાકને પોટાશિતત્ત્વ ધરાવતી મધ્યમ કાળી-ભરભરી જમીન વધુઅનુકૂળ આવે છે.
- ભારે કાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુમાફક આવતી નથી.
વાવેતર સમય
- ધરુ ઉછેર: સપ્ટેમ્બર– ઓક્ટોબર
- ફેર રોપણી: નવેમ્બર – ડિસેમ્બર
બીજનો દર
- ડુંગળીના એક હેક્ટરના વાવેતર માટે 8 થી 10 કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહેછે.
- ધરુ ઉછેર રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારેધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાનેઉનાળેપાણી આપી પછી 25 માઈક્રોન (એલ. એલ.ડી.પી.ઈ.) પ્લાસ્ટિકથી ઢાંકવા.
- ડુંગળીના બીજનેથાયરમ 75 ટકા એસ.ડી.ની ૩ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ 10 દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. 27 ગ્રામ/10 લિટર પાણી અથવા કાર્બેન્ડાઝીમ 50 ટકા વે.પા. 20 ગ્રામ/લિટર પાણી અથવા ટ્રાઇકોડ્રમા હરજીનીયમ 50 ગ્રામ/10લિટર પાણી દ્રાવણથી 3 લિટર/ચોરસ મીટર પ્રમાણે નિતારવા.
- એક હેક્ટરના વાવેતર માટે 4 થી 5 ગુંઠા જેટલી જમીન ધરુ ઉછેર માટે પૂરતી છે.
- આ જમીનમાં બેટન છાણિયું ખાતર ભેળવી 3 થી 4 મીટર લાંબા, 1 થી 25 મીટર પહોળા અને 15 સે.મી. ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા.
- આ ક્યારામાં 4 થી 5કિ.ગ્રા. ડી.એ.પી. અને 3 થી 4 કિ.ગ્રા. યુરિયા પૂખીનેજમીનમાં આપવું.
- બીજ વાવતા પહેલા એક કિલો બીજ દીઠ 3 થી 4 ગ્રામ થાયરમ 75 ટકા એસ.ડી. દવાનો પટ આપવો.
- ગાદી ક્યારામાં બે હાર વચ્ચે 5 સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું.
- વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવું તથા નિંદામણ કરતા રહેવું.
- બીજના ઉગાવા બાદ 15 થી 20 દિવસ પછી 10 કિ.ગ્રા. એમોનિયમ સલફેટ આપવું.
ફેરરોપણી
- ધરુ જ્યારે 6 થી 7 અઠવાડિયાનું થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં 10 X 10 સેમીના અથવા 15 x 10 સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી.
આ પણ વાંચો - ડુંગળીના પાકમાં આવતો સૌથી ખતરનાક રોગ અને તેને નિવારવાના ઉપાયો
Share your comments