Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ ઘઉંને વગર પાણીએ પકવવા માંગો છો ? તો આ રીતે કરો માવજત!

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉં ‘ભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
wheat crop
wheat crop

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉં ‘ભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

જાતની પસંદગી 

  • બિનપિયત ઘઉં માટે અરણેજ કેન્દ્ર દ્વારા સને ૧૯૮૨માં ગુજરાત ઘઉં-૧ અને ૨૦૧૭ માં જી.એ.ડી.ડબલ્યુ.- ૩ નામની જાતો વિકસાવવામાં આવેલ છે.
  • આ જાતો પૈકી વધુ ઉત્પાદન આપતી, મોટા આકર્ષક દાણાધરાવતી તેમજ બીનપિયત અને મર્યાદિત પિયત પરિસ્થિતિ માટે અનુકુળ જાત જી.એ.ડી.ડબલ્યુ.-૩ વાવેતર માટે પસંદ કરવી.

બીજ માવજત

  • જમીન અને બીજ જન્ય રોગોથી કુમળા છોડને બચાવવા માટે વાવણી અગાઉ બીજને ફુગનાશક દવા જેવીકે કેપ્ટાન અથવા થાયરમનો ૩ ગ્રામ/ કિલો બીજ મુજબ પટ આપવો. ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ ફોસ્ફેટ કલ્ચર જેવાકે બેસિલસ કોએગુલંસ પીબીએ-૧૪ અથવા બેસિલસ કોએગુલંસ પીબીએ૧૩ અથવા બેસિલસ કોએગુલંસ પીબીએ-૧૨ ની ૨૫ ગ્રામ/કિ.ગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

વાવણી અંતર

  • બિનપિયત ઘઉંની વાવણી બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખી બીજ જમીનમાં ૬ થી ૮ સે.મી. ઊંડાઈએધડામાં રહેલ ભેજમાં પડે તે રીતે કરવી જોઈએ.

બિયારણનો દર

  • બિનપિયત ઘઉંની વાવણી કરવા હેક્ટરે ૬૦ કિ.ગ્રામ બિયારણની જરૂરીયાત રહે છે.
  • જો ઘઉંના પાકમાં મર્યાદિત આપવાનું હોય તો બીજ દર ૧૨૦ કિ.ગ્રામ રાખવો જોઈએ.

આ પણ વાંચો

wheat crop
wheat crop

મર્યાદિત પિયત

  • બિનપિયત ઘઉં માત્ર જમીનમાં સંગ્રહાયેલ ભેજ આધારે થતા હોય તેનું ઉત્પાદન ખુબજ ઓછું મળે છે.
  • આથી જ્યાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા પિયત માટે પાણી આપવામાં આવે છે ત્યાં ઘઉંના પાકમાં મર્યાદિત પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
  • જ્યાં નહેરનું પાણી ઉપલબ્ધ ન હોય ત્યાં ખેત તલાવડીનું આયોજન કરી તેમાં ચોમાસા દરમિયાન વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ મર્યાદિત પિયત માટે કરવો જોઈએ.

રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના, અરણેજ ખાતે ખેત તલાવડીમાં સંગ્રહાયેલ વરસાદના પાણીના દ્વારા ઘઉંના પાકમાં મર્યાદિત પિયત વ્યવસ્થા અંગે હાથ ધરવામાં આવેલ અખતરાના પરિણામો મુજબ ઘઉંના પાકમાં ફૂટ અવસ્થાએ એકપિયત આપવાથી ઉત્પાદનમાં ૪૦ ટકા જેટલો નોધાયેલ. મર્યાદિત પિયત માટે બે પિયતની સગવડતા હોય તો વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે પિયત આપવા જ્યરે ત્રણ પિયતની સગવડતા હોય તો અનુક્રમે ફૂટ, ફૂલ અને દાણાની અવસ્થાએ પિયત આપવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

ખાતર

  • બિનપિયત ઘઉંની ખેતી માટે શકય હોય તો ત્રણ વર્ષે એક વખત ચોમાસા પહેલાં હેક્ટર દીઠ ૧૦ છાણીયું ખાતર નાખવું.બિનપિયત ઘઉંમાં હેક્ટર દીઠ ૨૦ કિ.ગ્રામ નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે.
  • જમીનમાં વાવણીસમયે ભેજ ઓછા હોય તેવા સંજોગોમાં રાસાયણિક ખાતર આપવું હિતાવહ નથી.
  • સંશોધનના પરિણામો મુજબ બિનપિયત ઘઉંના પાકમાં ભલામણ કરેલ નાઈટ્રોજન રાસાયણિક ખાતરને બદલે નેડેપ પધ્ધતિથી તૈયાર કરેલ અને ૮૦ કિ.ગ્રામ દિવેલી ખોળથી સમૃદ્ધ કરેલ ૨.૬ ટન છાણીયું ખાતર પ્રતિ હેક્ટર ચોમાસાની શરૂઆતમાં આપવાથી વધુ ઉત્પાદન અને આર્થિક ફાયદો થાય છે.
  • જમીનમાં ફોસ્ફરસ તત્વની ઉણપહોય તો જરૂરિયાત મુજબ ફોસ્ફરસ યુક્ત ખાતર આપવું. જો ખેડૂત પાસે મર્યાદિત પિયત આપવાની સગવડ હોય તો ૨૦ કિ.ગ્રામ નાઈટ્રોજનઅને ૪૦ કિ.ગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે અને ૨૦ કિ.ગ્રામ નાઈટ્રોજનપૂર્તિ ખાતર તરીકે પિયત વખતે આપવું.

માહિતી સ્ત્રોત

-ડૉ. વી. વી. સોનાણ, સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત), આણંદ કૃષિ યુનિવર્સિટી, ડેરોલ (હાલનું સરનામું : ૧૦, અમી સ્ટેટ બેંક સોસાયટી, મધુમાલતી સોસાયટીની અંદર, વેજલપુર, અમદાવાદ-૩૮૦૦૫૧. ડૉ. શૈલેશ ડી. પટેલ,તાલીમ સહાયક (પા.સં), વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ફોન : (૦૨૬૯૨) ૨૬૪૮૨૨)

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More