Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Vegetables Farming: જુલાઈમાં વાવો આ પાંચ પાક, અઢકળ ઉત્પાદન થકી થશે મોટી આવક

આકરી ગરમી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયો છે. જૂન મહિનામાં વરસાદની શરુઆતના સાથે જ ખેડૂતો હવે ખેતરમાં પાકનું વાવેતર શરૂ કરશે અને કેટલાક તો કરી પણ દીધા છે. મોટાભાગના ખેડૂતોએ જૂનના અંતથી જુલાઈના પ્રારંભમાં મુખ્ય પાકોની ખેતી કરવાનું પસંદ કરે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

આકરી ગરમી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયો છે. જૂન મહિનામાં વરસાદની શરુઆતના સાથે જ ખેડૂતો હવે ખેતરમાં પાકનું વાવેતર શરૂ કરશે અને કેટલાક તો કરી પણ દીધા છે. મોટાભાગના ખેડૂતોએ જૂનના અંતથી જુલાઈના પ્રારંભમાં મુખ્ય ખેતી કરવાનું પસંદ કરે છે. પરંતુ જુલાઈમાં ખેડૂતોને કેટલીક શાકભાજીની ખેતી કરવી જોઈએ. કારણ કે આ શાકભાજી વરસાદની સીઝનમાં ખેડૂતો માટે હંમેશા નફાકારક ગણાયે છે. સૌથી મોટી બાબત ત્યાં એવું છે કે આ શાકભાજી ઓછા સમયમાં ઉત્પાદન આપે છે. તો ચાલો અમે તમણે જણાવીએ કે તમે જુલાઈમાં કયા શાકભાજીઓની ખેતી કરીને મોટો વળતર મેળવી શકો છો.  

જુલાઈમાં વાવો ટામેટા

વિતેલા દિવસોમાં તાપમાનમાં વધારાના કારણે ટામેટાના પાકનું મોટા પાચે નુકસાન થયું છે, જેના કારણે બજારમાં ટામેટાના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેથી કરીને જુલાઈમાં પોલીહહાઉસમાં ટામેટાની ખેતી નફાકારક સોદો સાબિત થઈ શકે છે. આ માટે તમે દેશી ટામેટાની જાતો, જેમ કે પુસા- 120, પુસા રૂબી, પુસા ગૌરવ,અરકા વિકાસ, પુસા શીતલ, અરકા સૌરભ, સોનાલી અને હાઇબ્રિડ જાતો જેમ કે રશ્મી અને અવિનાશ-2 નો વાવેતર કરી શકો છો. એજ નહીં પુસા હાઈબ્રિડ-1, પુસા હાઈબ્રિડ-2, પુસા હાઈબ્રિડ- 4 જેવી જાતો તમને ટામેટાની સારી એવી ઉપજ આપી શકે છે.

મેળવો કાકડીનો સારો એવો ઉત્પાદન

જુલાઈના મહિનામાં ખેડૂત ભાઈયો તમે કાકડીની ખેતી થકી તેનું સારા એવા ઉત્પાદન મેળવી શકો છો. કેમ કે તેના માટે સૂર્યપ્રકાશની સાથે વિપુલ પ્રમાણમાં પાણીની પણ જરૂર પડે છે. તેથી કરીને જુલાઈ તેની ખેતી માટે સૌથી સારો માહ છે. સૌથી મહત્વની વાત એવું છે કે તમે તેની ખેતી કરીને સારી કમાણી કરી પણ શકો છો. જો કાકડીની સુધારેલી જાતો વિશે વાત કરીએ તો તેમાં સ્વર્ણ અગેતી, સ્વર્ણ પૂર્ણિમા, પુસા ઉદય, પુસા સંયોગ, પુસા બરખા જેવી જાતોનું સામાવેશ થાય છે. જો ખેડૂતો ઇચ્છે તો તેની વિદેશી હાઈબ્રિડ જાતોની પણ વાવણી કરી શકે છે.

કારેલાની ખેતી બનાવી નાખશે લખપતિ 

ભારતમાં કારેલાનું શાક અને દવા તરીકે સેવન કરવામાં આવે છે. ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કારેલાનું સેવન કરવાનું પણ પસંદ કરે છે. વરસાદની ઋતુમાં સારી ડ્રેનેજવાળી ચીકણી જમીનમાં તેની ખેતી કરવી ફાયદાકારક છે. એક એકર જમીનમાં કારેલાની ખેતી માટે 500 ગ્રામ બિયારણ પૂરતું છે, પરંતુ જો નર્સરી તૈયાર કરીને રોપાઓ વાવવામાં આવે તો ઓછા બિયારણની જરૂર પડે છે. કારેલાની મુખ્ય જાતોમાં, પુસા સ્પેશિયલ, પુસા હાઇબ્રિડ 1, પુસા હાઇબ્રિડ 2, અરકા હરિત, પંજાબ કારેલા 1ને ઉચ્ચ ઉપજ આપતી જાતો કહેવામાં આવે છે.

જુવારની ખેતી છે મહત્વપૂર્ણ 

ગ્રામ/કિલો બીજના દરે કાર્બેન્ડાઝીમ અથવા એગ્રોસન જીએન અથવા કેપ્ટન વગેરેથી માવજત કરવી જોઈએ. આ ઉપરાંત જૈવિક ખાતર એઝોસ્પિરિલમ અને પીએસબી વડે બીજની સારવાર કરીને 15-20 ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જુવારની વાવણી માટે, 12-15 કિલો બીજ/હેક્ટર પર્યાપ્ત છે. જુવારની વાવણી માટે પંક્તિથી હરોળનું અંતર અને છોડથી છોડનું અંતર 45×15 સેમી રાખવું જોઈએ. જુવારની સુધારેલી હાઇબ્રિડ જાતો જેમ કે CSH 1, CSH 9, CSH 11, CSH 13 અને JJ 741, JJ 938, JJ 1041, JJ 35, GJ 38, GJ 39, GJ 40, GJ 41 વગેરે જેવી ક્લસ્ટર જાતો મહત્વપૂર્ણ છે.

જુલાઈના બીજા પખવાડિયામાં વાવો બાજરી

જુલાઈના બીજા પખવાડિયામાં બાજરી વાવો. એક હેક્ટરમાં વાવણી માટે, પ્રતિ હેક્ટર 4-5 કિલો બીજ પર્યાપ્ત છે. બાજરીનો પાક ભારે વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે ઉગાડી શકાય છે જ્યાં પાણીનો ભરાવો નથી. રેતાળ લોમ માટી આ માટે સૌથી યોગ્ય છે. જો કોઈ કારણોસર બાજરીની વાવણી સમયસર થઈ શકતી નથી, તો બાજરીના પાકનું વાવેતર મોડા વાવેતર કરતાં વધુ નફાકારક છે. એક હેક્ટર વિસ્તારમાં રોપાઓ વાવવા માટે, જુલાઈમાં લગભગ 500-600 ચોરસ મીટરમાં 2-2.5 કિલો બીજ વાવવા જોઈએ અને લગભગ 2-3 અઠવાડિયા જૂના છોડ રોપવા જોઈએ. જ્યારે છોડ પથારીમાંથી ઉખડી જાય છે, ત્યારે પથારીમાં ભેજ જાળવવો જરૂરી છે, જેથી મૂળને નુકસાન ન થાય. બને ત્યાં સુધી વરસાદના દિવસોમાં વાવેતર કરવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More