ઘઉં, બાજરી અને મકાઈની જાતોની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ આજે આપણે ચર્ચા કરીશુ કે ઘઉં, મકાઈ અને બાજરીની ફોર્ટિફાઈડ જાતોની ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરીશું
ઘઉંની બાયોફોર્ટિફાઇડ જાત
જાતનું નામ: Pusa Tejas (HI 8759)
આ જાત વર્ષ 2017માં ICARI ndian Agricultura ResearchInstitute, Regional Station, ઈન્દોર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં પ્રોટીન (12%), લોહ (41.1 ppm) અને ઝીંક (42.8ppm)નું પ્રમાણ ઘઉંની અન્ય જાત કરતાં વધારે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 57 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 117 છે.
જાતનું નામ: DDW 47
આ જાત વર્ષ 2020માં ICARIndian Institute of Wheat & Barley Research, કરનાલ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં પ્રોટીન 12.17% અને લોહતત્વનું પ્રમાણ 41.1 ppm જોવા મળે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 37.3 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 121 છે.
મકાઇની બાયોફોર્ટિફાઇડ જાત
જાતનું નામ: IQMH 203 (LQMH 3)
આ જાત વર્ષ 2020માં ICARIndian Institute of Maize Research, લુધિયાણા દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં લાયસીન તત્વનું પ્રોટીનમાં પ્રમાણ 3.48% અને ટ્રીપટોફેન તત્વનું પ્રોટીનમાં પ્રમાણ 0.77% જોવા મળે છે જે મકાઇની અન્ય જાત કરતાં વધારે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 63 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને પાકવાના દિવસો 90 છે.
બાજરાની બાયોફોર્ટિફાઇડ જાત
જાતનું નામ: HHB 299
આ જાત વર્ષ 2017માં ICARAll India Coordinated Research Project on Pearl Millet હેઠળ CCS-Haryana Agricultural University, હિસ્સાર અને ICRISAT, પાટનચેરુના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં લોહતત્વનું પ્રમાણ 73 ppm અને ઝીંક નું પ્રમાણ 41ppm જોવા મળે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 32.7 ક્વિન્ટલ અને સુકાચારાનુ ઉત્પાદન 73 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ જાતમાં પાકવાના દિવસો 81 છે.
જાતનું નામ: AHB 1200Fe
આ જાત વર્ષ 2018માં ICAR-All India Coordinated Research Project on Pearl Millet હેઠળ Vasantrao Naik Marathwada Krishi Vidyapeeth, પરભાણી અને ICRISAT, પાટનચેરુના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી હતી. આ જાતમાં લોહ નું પ્રમાણ 73 ppm જોવા મળે છે. આ જાતમાં દાણાનું ઉત્પાદન 32 ક્વિન્ટલ અને સુકાચારાનુ ઉત્પાદન 70 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ જાતમાં પાકવાના દિવસો 78 છે.
માહિતી સ્ત્રોત - કલ્પેશકુમાર ડી. ટાંકૉદરા (વિષય નિષ્ણાંત- વિસ્તરણ શિક્ષણ) ડૉ. પી. કે. શર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ખેડા, પિન કોડ- 387210
Share your comments