Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે અપનાવો આ પદ્ધતિ: ભાગ-1

જમીનની સપાટી પર રહેનારા તથા સેન્દ્રિય પદાર્થ ખાનારા દા.ત. ઈસીનીયા ફોઈટીડા અને પેરીઓમીક્સ આરબોટાકોલા કે જે લંબાઈમાં ટૂંકા અને રતાશ પડતા હોય છે. તે કચરામાંથી સારૂ જૈવિક ખાતર બનાવે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
vermi compost
vermi compost

જમીનની સપાટી પર રહેનારા તથા સેન્દ્રિય પદાર્થ ખાનારા દા.ત. ઈસીનીયા ફોઈટીડા અને પેરીઓમીક્સ આરબોટાકોલા કે જે લંબાઈમાં ટૂંકા અને રતાશ પડતા હોય છે. તે કચરામાંથી સારૂ જૈવિક ખાતર બનાવે છે.

જમીનને જીવંત રાખવા માટે જમીનોમાં વધુમાં વધુ સેન્દ્રિય તત્વો ઉમેરવાની આવશ્યકતા જણાય તે માટે છાણિયુ ખાતર, પોલ્ટ્રી મેન્યોર, સ્લજ, લીલો પડવાશ, પાક અવશેષ વ્યવસ્થા, પાકની ફેરબદલી, બાયોફર્ટિલાઈઝર અને વર્મિકમ્પોસ્ટ (અળસિયા નિર્મિત ખાતર) નો ઉપયોગ કરવામાં આવે છે. દેશી અળસિયું માટી જ ખાઈ છે. જો તેને માટી ન મળે તો બીજે જતું રહે અથવા જમીન માં સુષુપ્ત અવસ્થા માં રહે છે. દેશી અળસિયા જુદા જુદા તાપમાન માં પણ કામ કરી શકે છે. અળસિયા 24 કલાક ની અંદર 7 વખત જમીન માં ઉપર આવે છે અને બીજા માર્ગે થી નીચે જાય છે.

આમ કુલ 14 છિદ્રો બનાવે છે જેનાથી હવાની અવર જ્વર ભરપૂર પ્રમાણ માં થાય છે. અળસિયાના મળ માં તેણે ખાધેલી માટી કરતા 7 ટકા વધારે નાઇટ્રોજન, 7 ટકા વધારે ફોસ્ફરસ, 11 ટકા વધારે પોટાશ, 6 ટકા વધારે ચૂનો,8 ટકા વધારે મેગ્નેશિયમ, 10 ટકા વધારે સલ્ફર ઉપરાંત જમીન ને જરૂરી અન્ય સૂક્ષ્મ તત્વો વિપુલ માત્રા માં હોઈ છે. જે અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવે છે, જમીનની તંદુરસ્તી સુધારે છે અને લાંબા સમય સુધી ઉત્પાદકતા જાળવવામાં મદદરૂપ થાય છે.

જમીનમાં તેમની રહેવાની ટેવ પ્રમાણે અળસિયાને ત્રણ ભાગમાં વર્ગીકરણ

1.જમીનની ઉપર રહેવાવાળા: જમીનની સપાટી પર રહેનારા તથા સેન્દ્રિય પદાર્થ ખાનારા દા.ત. ઈસીનીયા ફોઈટીડા અને પેરીઓમીક્સ આરબોટાકોલા કે જે લંબાઈમાં ટૂંકા અને રતાશ પડતા હોય છે. તે કચરામાંથી સારૂ જૈવિક ખાતર બનાવે છે.

  1. જમીનમાં નીચે રહેવાવાળા: આ અળસિયા જમીનની સપાટી નીચે રહેતા હોય છે કે જે સેન્દ્રિય પદાર્થયુક્ત માટી ખાય છે દા.ત. યુડીલસ ચુર્જન.
  2. જમીનમાં ખૂબ ઊંડે રહેવાવાળા:આ અળસિયા માટી ખાનારા તરીકે ઓળખાય છે.દા.ત. પરિયોમિમિક્સ સેક્સાવેટમસ.

પુખ્ત અળસિયાનું વજન અંદાજીત 1 ગ્રામ હોય છે પરંતુ જન્મે ત્યારથી સતત માટી સેન્દ્રિય પદાર્થ ખાય છે. એક દિવસમાં પોતના શરીરના વજન કરતા દોઢથી બે ગણો સેન્દ્રિય કચરો ખાય છે જે પૈકી 5 થી 17 ટકા ખોરાક શરીરના વિકાસ માટે વાપરી બાકીનો હગાર (વર્મિકાસ્ટ) રૂપે બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે જેમાં જમીનની માટી કરતા 100 ગણા લભ્ય પોષક તત્વો હોય છે જે છોડને લભ્ય બને છે.

અળસિયાના ઉછેરને વર્મિકલ્ચર કહે છે. અળસિયાના શરીરમાંથી મળ (હગાર) બહાર નીકળે છે તેને વર્મિકાસ્ટ કહે છે. કમ્પોસ્ટિંગ પ્રક્રિયા દરમ્યાન અળસિયાના શરીરને પાણીથી વોશ કરતા નિતરેલા પ્રવાહીને વર્મિવોશ કહે છે અને અળસિયાના ઉપયોગથી બનાવેલ સેન્દ્રિય ખાતરને વર્મિકમ્પોસ્ટ કહે છે.

vermi compost
vermi compost

વર્મિકમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ 

  • સ્થળની પંસદગી:સ્થળની પસંદગી એવી રીતે કરવી કે જ્યાં આજુબાજુ કાચીસામગ્રી દા.ત. છાણની ઉપલબ્ધતા સારી હોય અથવા નજીકમાં ફળ, શાકભાજી અને ફૂલોને લગતી બનાવટોની કોઈ ફેકટરી હોય તેવી નજીક જગ્યાની પસંદગી કરવી જોઈએ તથા જમીનની સપાટીએથી ઊંચી, પાણી ન ભરાય તેમજ અન્ય જીવોથી સુરક્ષિત હોય તેવી જગ્યા પસંદ કરવી.
  • શેડ તૈયાર કરવો: વર્મિકમ્પોસ્ટ એકમ નાનુ અથવા મોટુ હોય તેમાં છાંયડો જરૂરી છે. શેડની સાધન સામગ્રીમાં વાંસ, લાકડાની પટ્ટીઓ, સિમેન્ટના થાંભલાઓ વગેરેજરૂરીયાત હોય છે. લાકડા તથા કંતાનનો ૩ મીટર પહોળો તથા જરૂરીયાત અને અવશેષોની લભ્યતા મુજબ 10 થી 30 મીટર લંબાઈનો શેડ બનાવવો.
  • પથારી તૈયાર કરવી:શેડની અંદર પથારી તૈયારી કરવા સૌ પ્રથમ નીચે નાના રોડા અને જાડી રેતીનો 6 થી 7.5 સે.મી. જાડો થર કરવો. જેની ઉપર આશરે 15 સે.મી. ગોરાડુ જમીન (બગીચાની માટી) નો થર કરવો.
  • પ્રથમ સ્તર :વર્મિબેડ ઉપર ઘાસ, ધાન્ય પાકના પર્ણો અથવા શેરડીની પતરી પાથરી તેની ઉપર વિઘટન પ્રતિકારક વિવિધ સેન્દ્રિય પદાર્થોના અવશેષોના નાના ટુકડા બનાવી મિશ્ર કરી આશરે 10 સે.મી.નો થર કરવો. સાથે સાથે અવશેષો સંપૂર્ણપણે પલળે તે રીતે પાણીનો અથવા ઢોરના મૂત્રનો છંટકાવ કરતા રહેવું.
  • બીજુ સ્તર :અર્ધા કહોવાયેલા કમ્પોસ્ટ, છાણ, મરઘા-બતકાના ખાતરનો આશરે 5 સે.મી. નો થર કરવો. સાથે સાથે પાણીનો છંટકાવ કરતા રહેવું.
  • ત્રીજુ સ્તર :અગાઉના બન્ને સ્તરને જરૂરિયાત મુજબ સમગ્ર યુનિટ ભીંજાય તે રીતે; પરંતુ પાણી રેલાય નહિ તે રીતે પલાળતા રહેવું (અવશેષોના વજનના આશરે 60 થી 60 ટકા ભેજ જાળવવો).
  • ચોથું સ્તર:ઘરગથ્થુ શાકભાજીના અવશેષો, બગીચાનો કચરો, પાક, નીંદામણ,વૃક્ષ/સુપોના લીલા અવશેષો (કઠોળપાક, ગ્લીરીસીડીયા અને સુબાબુલ) ને મિશ્ર કરી 10 સે.મી. નો થર કરવો. ગોબર ગેસની રબડી અથવા છાણ જરૂરીયાત મુજબ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • પાંચમુ સ્તર: એકદમ આછી રીતે ગોરાડુ (ચિકાશ વગરની) માટી પાથરવી. ઉનાળામાં વધુ ગરમીના દિવસોમાં પાકના અવશેષોનું આવરણ બનાવવું. સમગ્રયુનિટ પર છેલ્લે કંતાન, નારિયેળપાન ઢાંકી દેવા જેથી અળસિયાને પક્ષીઓ ખાય નહિ તેમજ અંદરનું ઉષ્ણતામાન માફકસરનું રહે. પરંતુ પ્લાસ્ટિકનું ઢાંકણ હરગીજ ન વાપરવું કારણ કે તે ગરમી પકડી રાખે છે. દરરોજ પાણીનો હળવો માફકસર છંટકાવ કરવો. ગરમીના દિવસોમાં બે વખત છંટકાવ કરવો. અળસિયાને જીવવા માટે ભેજની જરૂરીયાત છે. પાણી ઓછું પડે કે ભરાઈ રહે તો અળસિયા મરીજાય કે નાસી જાય છે. આથી યોગ્ય માત્રામાં ભેજ તથા 25° થી 30° સે.ઉષ્ણતામાન જાળવવાથી અળસિયા મહત્તમ રીતે કાર્ય કરી શકે છે. જરૂરીયાત મુજબ અર્ધ કહોવાયેલ કમ્પોસ્ટ અને લીલા અવશેષો ઉમેરતા રહેવું અને મિશ્ર કરતા રહેવું.

વર્મિકમ્પોસ્ટની પરિપકવતા

આશરે 45 થી 50 દિવસે યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગની ચા જેવી ભૂકી જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવી ભૂકીથી તૈયાર થશે. આ વખતે ચાર પાંચ દિવસ સુધી પાણી બંધ કરવું. જેથી અળસિયા વર્મિબેડમાં નીચેજતા રહેશે. ઉપરના થરની ભૂકીને હળવા હાથે વર્મિબેડને ખલેલ કર્યા વગર અલગકરો. શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે આવેલ અળસિયા નીચેના ભાગમાં જમાથશે. જે જુદા તારવી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય. એકઠા કરેલ પાઉડરના જથ્થાને છાંયાવાળી જગ્યાએ આશરે 12 કલાક રાખવા. જરૂર જણાય તો કમ્પોસ્ટને 2.0 થી 2.5 મિ.મી. ના કાણાવાળી ચાળણીથી ચાળીને પૅક કરી શકાય.

પુનરાવર્તન 

ફરીથી અર્ધ કહોવાયેલા સૂકા લીલા અવશેષો અને સેન્દ્રિય વસ્તુઓ ક્રમબધ્ધ રીતે ઉમેરો. જેથી વર્મિબેડમાં નીચેના  સ્તરમાં રહેલ અળસિયા ફરી વખત તેનું કાર્ય ચાલુ કરશે. આ રીતે સતત પુનરાવર્તન કરતા રહી વર્મિકમ્પોસ્ટ મેળવતા રહો. હવે પછી અળસિયાની સંખ્યામાં વધારો થશે. આથી સરેરાશ 30 થી 35 દિવસે હાર્વેસ્ટ મળશે. કુલ અવશેષોના આશરે 55 થી 60 ટકા વર્મિકમ્પોસ્ટ મળશે.

Related Topics

Vermicompost Farmer Farmimg Crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More