Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે અપનાવો આ પદ્ધતિ: ભાગ-2

વર્મિકમ્પોસ્ટિંગ માટે સૌ પ્રથમ પાયામાં છેક તળિયે અળસિયાં ખાઈ શકે તેવા પદાર્થની પથારી કરવામાં આવે છે. આવા પદાર્થોમાં સડી શકે તેવા કેળના થડની છાલ, નારિયેળના છોડાં, નારિયેળના પાન, શેરડીની વાખરી, પાકનું પરાળ કે ઘાસનો ઉપયોગ થઈ શકે. ઢોરને નિરણ કરવામાં આવે અને તેને ખાધા પછી વધેલ ઓગાટ, નકામુ થઈ ગયેલું દાણ વગેરે પણ પથારી તરીકે ઉપયોગ થઈ શકે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
vermicompost
vermicompost

વર્મિકમ્પોસ્ટિંગ માટે સૌ પ્રથમ પાયામાં છેક તળિયે અળસિયાં ખાઈ શકે તેવા પદાર્થની પથારી કરવામાં આવે છે. આવા પદાર્થોમાં સડી શકે તેવા કેળના થડની છાલ, નારિયેળના છોડાં, નારિયેળના પાન, શેરડીની વાખરી, પાકનું પરાળ કે ઘાસનો ઉપયોગ થઈ શકે. ઢોરને નિરણ કરવામાં આવે અને તેને ખાધા પછી વધેલ ઓગાટ, નકામુ થઈ ગયેલું દાણ વગેરે પણ પથારી તરીકે ઉપયોગ થઈ શકે.

પથારી માટેની જરૂરીયાત: વર્મિકમ્પોસ્ટિંગ માટે સૌ પ્રથમ પાયામાં છેક તળિયે અળસિયાં ખાઈ શકે તેવા પદાર્થની પથારી કરવામાં આવે છે. આવા પદાર્થોમાં સડી શકે તેવા કેળના થડની છાલ, નારિયેળના છોડાં, નારિયેળના પાન, શેરડીની વાખરી, પાકનું પરાળ કે ઘાસનો ઉપયોગ થઈ શકે. ઢોરને નિરણ કરવામાં આવે અને તેને ખાધા પછી વધેલ ઓગાટ, નકામુ થઈ ગયેલું દાણ વગેરે પણ પથારી તરીકે ઉપયોગ થઈ શકે.

વર્મિકમ્પોસ્ટ માટેની જગ્યા અને અળસિયાની સંખ્યા: જ્યાં વર્મિકમ્પોસ્ટ બનાવવાનું છે તે જગ્યાનું માપ ઉપલબ્ધ નકામા પદાર્થ મટીરિયલ્સના જથ્થા પર આધાર રાખે છે. આ ઉપરાંત અળસિયાની સંખ્યા પર પણ જગ્યાની સાઈઝ (માપ) નો આધાર છે. સામાન્ય રીતે ૨000 પુખ્ત અળસિયા માટે એક ચોરસ મીટર જગ્યા પુરતી થઈ પડે છે. આટલાં અળસિયા કચરાનું કમ્પોસ્ટ બનાવે છે. બીજી રીતે કહીએ તો ૨.૨૩ મીટર X ૨.૨૩ મીટર જગ્યામાં ૧૦ કિ.ગ્રા. અળસિયા દર મહિને એક ટન સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરે છે.

ઉપરનું આવરણ તથા રક્ષણ: વર્મિકમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સેન્દ્રિયકચરા ઉપર પાણી ઉડી જતું અટકાવવા આવરણ બનાવવામાં આવે છે. તદઉપરાંત કીડીઓ જેવા પરભક્ષીથી રક્ષણ મેળવવા અને અળસિયાં બહારની બાજુ અવરજવર ન કરે તે માટે સામાન્ય રીતે પાણીથી ભીંજવેલા શણના કોથળા આવરણ, તરીકે પાથરવામાં આવતા હોય છે. અળસિયા પ્રકાશમાં કામ કરવાનું પસંદ કરતા નથી. વર્મિકમ્પોસ્ટ બનાવવાની જગ્યા ફરતે ખાઈ (છીંછરી નીક) બનાવી તેમાં પાણી ભરી રાખવું તથા જગ્યાની ફરતે તારની નાના છીદ્રોવાળી જાળી ફિટ કરવી જેથી ઉંદર, બિલાડી, કૂતરા, પક્ષી, ભૂંડ તેમજ અન્ય પરભક્ષીઓથી રક્ષણ થઈ શકે.

ભેજનું પ્રમાણ: વર્મિકમ્પોસ્ટિંગ દરમ્યાન ભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ૩૦ થી ૪૦ ટકા ભેજ જળવાઈ રહે તે જરૂરી છે. આટલા સપ્રમાણભેજને કારણે અળસિયાને સાનુકૂળ પરિસ્થિતિ મળતાં તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. પરિણામે વર્મિકમ્પોસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપ આવે છે. વધુ પડતું પાણી હોય તો અળસિયાની કાર્યક્ષમતા ઘટે છે. આવા સમયે સૂકુ છાણ કે સેન્દ્રિય કચરો તેને આપવામાં આવેલ ખોરાકમાં ભેળવવાથી ભેજનું પ્રમાણ માફકસર જાળવી શકાય.

ભેજનું યોગ્ય પ્રમાણ જાણવા માટે ભેજ માપવાના મીટર (મોઈસ્ચર મીટર)નો ઉપયોગ થઈ શકે જેથી વધારે ભેજ હોય તો જાણી શકાય. વધુ ભેજને કારણે અળસિયા ચામડી દ્વારા શ્વસન કરી શકતા નથી. વર્મિકમ્પોસ્ટ તૈયાર થયે તેને ભેગું કરતા પહેલા ૪-૫ દિવસ અગાઉથી પાણીનો છંટકાવ બંધ કરતાં અળસિયાને અનુકૂળ ભેજ મળી રહે તે માટે તળિયે જતા રહે છે જેથી સહેલાઈથી અળસિયા વગરનું ઉપરનું તૈયાર થયેલ વર્મિકમ્પોસ્ટ ભેગુ કરી શકાય છે.

 પી.એચ. (આમ્લતાંક): સામાન્ય રીતે વર્મિકમ્પોસ્ટ બનાવવા દરમ્યાન ૬.૮ થી ૭.૫ સુધીનો પી.એચ. આંક માપવા માટે પેપર સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે. જે માટે પેપરસ્ટ્રીપને વર્મિકમ્પોસ્ટવાળા દ્રાવણમાં બોળતાં સ્ટ્રીપનો રંગ બદલાય છે જે ચાર્ટમા રહેલ રંગ સાથે સરખાવતાં પી. એચ. જાણી શકાય છે. ચાર્ટ કેમિસ્ટને ત્યાંથી મળી રહેછે. તેમ છતાં ખેડૂતોને જો પી.એચ. માપવાનું જ્ઞાન ન હોય તો રસાયણશાસ્ત્રી પાસેથીતે અંગેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ, કારણ કે વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે આ એકઅગત્યનું પરિબળ છે.

૭.૦ પી.એચ. હોવો એ તટસ્થ પરિસ્થિતિ છે જ્યારે ૭.૦ થીઓછો પી.એચ. હોય તો અમ્લીય પરિસ્થિતિ ગણાય અને ૭.૦પી. એચ. થી વધારેહોય તો ભાસ્મિક પરિસ્થિતિ ગણાય. ભાસ્મિક અને અલ્મીય પરિસ્થિતિ અળસિયાની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. સૌથી સારી કાર્યક્ષમતા મેળવવા તટસ્થ પરિસ્થિતિ જાળવવી જોઈએ.

ઉષ્ણતામાન: સારૂ અને ઝડપી વર્મિકમ્પોસ્ટ બનાવવા માટે ૨૦ થી ૩૦° સે.ઉષ્ણતામાન હોવું જરૂરી છે. જો કે અળસિયા વાતાવરણના ૪૮° સે. ઉષ્ણતામાન સુધી જીવતાં હોય છે પરંતુ તે કાર્યક્ષમ રીતે કામ કરી શકતા નથી. વર્મિકમ્પોસ્ટિંગ દરમ્યાન સેન્દ્રિય કચરો સડવાને કારણે ઉષ્ણતામાન ૩૦° સે. સુધી વધવા સંભવ છે. આમ ન થાય તે માટે વર્મિકમ્પોસ્ટ બનાવવામાં આવે છે તેનો ૧.૫ ફૂટ થી વધારે જાડો થર બનાવવો નહિ તથા થર બનાવતી વખતે સેન્દ્રિય કચરો દબાવીને ન પાથરવો જોઈએ કે જેથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થતી નિવારી શકાય. તેમજ પાણીનો છંટકાવ કરી આગળ જણાવ્યા મુજબ યોગ્ય ભેજની જાળવણી કરવાથી ઉષ્ણતામાન નિયંત્રિત રાખી શકાય છે.

યોગ્ય ભેજ, પી.એચ. અને ઉષ્ણતામાન જાળવવામાં આવે અને અળસિયાની યોગ્યજાત, તેની સંખ્યા તેમજ તેને સમતુલિત ખોરાક પુરો પાડવામાં આવે તો વર્મિકમ્પોસ્ટનું ઉત્પાદન નફાકારક બનાવી શકાય છે. આ માટે ઉપરના પરિબળોને ધંધાકીય રીતે નિયમન કરવું જોઈએ તથા વર્મિકમ્પોસ્ટ વેચાણ માટે પણ અસરકારક માર્કેટિંગ કરવું જોઈએ. કેટલાક ઉત્પાદકો વર્મિકમ્પોસ્ટનું મહત્તમ ઉત્પાદન મેળવવામાટે વર્મિકમ્પોસ્ટ બનાવવા પુરતો સમય ફાળવી શકતા નથી કે પૈસા ખર્ચી શકતાનથી. તેઓ ધીમી અને ઓછા ઈનપુટ્સ જરૂર પડે તેવી ઓછા ખર્ચવાળી સાદીપધ્ધતિથી જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More