સોલાર વોટર પંપ શા માટે જરૂરી છે
અનિયમિત ઈલેક્ટ્રીસીટી સપ્લાય કૃષિ સિંચાઈને હંમેશા નુકસાન કરતુ રહ્યુ છે ,અનિયમિતતાને કારણે પાકને જરૂરીયાત હોય ત્યારે પાણી આપવાને બદલે ખેડૂતને પાણી જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે આપવું પડે છે ,આવી સ્થિતિમાં પાકનો વિકાસ રુંધાઈ છે આ ઉપરાંત ભારતીય ખેડૂતને દિવસ દરમિયાન ફક્ત સાતથી આઠ કલાક જ ઈલેક્ટ્રીસિટી મળે છે જે સ્વાભાવિક રીતે એક વિશાળ ખેતરની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી નથી ઇલેક્ટ્રિસિટી ઉપરાંત વધતી જતી ઇંધણની કિંમત ઊંચો સંચાલન ખર્ચ અને ડીઝલ પંપનું મેન્ટેનન્સ પણ ખેડૂત માટે ગંભીર સમસ્યાઓ છે
આ પરિસ્થિતિમાં સોલર વોટર પંપ એક આદર્શ વિકલ્પ બની રહે છે કારણ કે તે કાર્યક્ષમ વ્યવસ્થિત અને નિયમિત સિંચાઈ પૂરી પાડવા સક્ષમ છે.
સોલાર વોટર પમ્પીંગ સિસ્ટમ
સોલર વોટર પંપ સોલાર ફોટોવોલ્ટેઇક(PV) પેનલ દ્વારા ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે સોલર વોટર પંપ DC અથવા AC બંને પર ચાલે છે .સોલર ફોટોવોલ્ટેઇક પેનલ વધુમાં વધુ સમય સૂર્ય સામે રહે તે રીતે તેને એ જ દિશામાં ગોઠવવામાં આવે છે. તેની સાથે સોલાર પાવરથી ચાલતુ સબમર્સીબલ અથવા ફ્લોટિંગ પંપ જોડાયેલ હોય છે. સોલર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પીંગ સીસ્ટ્મ 1200 watt અને તેનાથી વધુ કેપેસિટી ધરાવે છે. સિસ્ટમ સાથે એક ઇન્વર્ટર પણ રહે છે જે સબમર્સિબલ અથવા ફ્લોટિંગ પંપ સાથે જોડાયેલું હોય છે
સોલાર વોટર પમ્પ થી થતા ફાયદાઓ
- કાર્યક્ષમ વ્યવસ્થિત અને નિયમિત સિંચાઈ
- સરળ સ્થાપન અને સંચાલન
- ડીઝલ એન્જિન અને ગ્રીડ ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલતા પંપની સરખામણીએ સૌથી ઓછું મેન્ટેનન્સ
- ઇંધણની જરૂરિયાત નહીં
- રાત્રે કામ કરવા માંથી છુટકારો
- ઘોંઘાટ વિના અને પ્રદુષણ રહીત
- અમુક સમયે સરકાર દ્વારા પણ જારી કરાતી સબસીડી
- સ્તંભ પર હોવાથી વધુમાં વધુ સૌર ઊર્જાનો સંચય કરવા સક્ષમ
- લાંબી અવધિ અને વિશ્વાસપાત્ર
- સૌ પ્રકાશ ઉપલબ્ધ ન હોય તો ગ્રીડ ઇલેક્ટ્રિસિટી પણ વાપરી શકાય તેવી સુવિધા
મુખ્ય ઘટકો
- PV પેનલ
- પેનલને ઊંચાઈ પર ગોઠવવા માટે સ્તંભ
- પંપ અને મોટર સેટ
- હાઇબ્રીડ ઇન્વર્ટર/કંટ્રોલર
- ઇન્ટરકનેક્ટિંગ કેબલ અને પાઇપ
- ફાઉન્ડેશન સેટ(ફોઉન્ડેશન બોલ્ટ, સ્ટ્રક્ચર અને સિમેન્ટ રેતી પથ્થર વગેરે જેવું કોન્સ્ટ્રકશન મટેરીઅલ)
નોંધ
પંપ કેપેસિટી નક્કી કરતી વખતે સ્થળ , ઉપલબ્ધ સૌર ઉર્જા પાણીની જરૂરિયાત પાણીના સોર્સની ઊંડાઈ વગેરે જેવી બાબતોને ધ્યાને લેવાય છે.
અમૂક સમયે સબસીડી પણ તેના માપદંડો પ્રમાણે ઊપલબ્ધ હોય છે.
આની રેન્જ-1 હોર્સ પાવર થી શરૂ થાય છે.
વધુ કેપેસિટી ની સિસ્ટમ જરૂરિયાત માટે થ્રી ફેઝ સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય છે
વધુ ને વધુ ખેડુત ભાઈઓ- બહેનો એ સોલાર સિસ્ટમ અપનાવવી જોઈએ.
ડો.જી.આર.ગોહિલ,
ડો વાય.એચ.ઘેલાની,
ડો એચ.સી. છોડવડીયા અને ડો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
આ પણ વાંચો:ખેતીવાડી ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલા ખેડૂતભાઈઓએ આ બાબતોની અચૂકપણે કાળજી રાખવી
Share your comments