આજકાલ ઘણીબધી એવી કૃષિને લગતી ટેક્નોલૉજી વિકસિત થઈ ચુકી છે. તેને અપનાવીને ખેડૂત ખૂબ જ સારી કમાણી કરી શકે છે અને મહત્તમ ઉત્પાદન પણ પ્રાપ્ત કરી શકે છે, પણ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક ખેડૂત દેશી ટેક્નિકથી વિદેશી શાકભાજી ઉગાડી રહ્યા છે.
તો ચાલો અમે આજે તમને આ સફળ ખેડૂત વિશે જાણકારી આપી રહ્યા છીએ.
કાકા-ભત્રીજાનું મગજ કૉમ્પ્યુટરથી પણ વધારે ઝડપી છે
આ વાત મેરઠના કાકા ભત્રીજાની છે. જે વર્ષ 2017 સુધી આઈટી સેક્ટરમાં નોકરી કરતા હતા, પણ ખેતીમાં તેમનું મગજ કૉમ્પ્યુટરથી પણ વધારે તેજ ચાલે છે. જ્યારે તે આઈટી સેક્ટરની નોકરીથી થાકી ગયા તો તેમને ગામડે પાછાં જવાનું મન થયું. ત્યારબાદ કાકા-ભત્રીજાએ માઇક્રોસૉફ્ટ જેવી કંપનીમાં નોકરી છોડી અને ગામડામાં આવી ગયા.
દેશી ધરતી પર ઉગાડ્યા વિદેશી શાકભાજી
કાકા-ભત્રીજાએ વર્ષ 2017માં નોકરી છોડ્યા બાદ ખેતી કરવાની શરૂઆત કરી. ત્યારબાદ કાકા-ભત્રીજાએ દેશી ધરતી પર વિદેશી શાકભાજી ઉગાડી. વર્તમાન સમયમાં કાકા-ભત્રીજા દ્વારા ઉગાડવામાં આવેલ વિદેશી શાકભાજી દિલ્હીના બજારમાં વ્યાપક પ્રમાણમાં વેચાણ થાય છે. તેમને ખેતીને લીધે સારું વળતર મળી રહ્યું છે. તેના વડે અન્ય લોકોને પણ રોજગારી મળી રહી છે.
આ શાકભાજીની ખેતી કરી રહ્યા છે
કાકા-ભત્રીજો સાથે મળી ધાણા, ટામેટા, પુદીના, શિમલા મરચા, કાંકડી, પાલક, વટાણા, રિંગણ તથા ભીંડાની ખેતી કરે છે. તે પણ કોઈ પણ પ્રકારના કેમિકલની મદદ વગર ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડે છે. આ સાથે વિદેશી શાકભાજી જેવા કે-ચાઈનિઝ કેવીજ, બ્રોકલી, ચેરી ટામેટા, લેમન ગ્રાસ, કેળ તથા પાર્સલેના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેમનું પોલીહાઉસ ખૂબ જ સારું છે. જેને દૂર-દૂરથી લોકો જોવા માટે આવે છે. લોકોનું કહેવું છે કે કાકા-ભત્રીજાએ દેશી ધરતી પર ઓર્ગેનિક સોનું ઉગાડ્યુ છે.
ખેડૂતોને કાકા-ભત્રીજા તરફથી સલાહ
કાકા-ભત્રીજા તરફથી ખેડૂતોને સલાહ આપે છે કે જો દેશના અન્નદાતા શિક્ષિત થશે તો તેમના માટે ખૂબ જ લાભદાયક બનશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે દેશના ખેડૂતોને શિક્ષિત બનાવવા માટે એક અભિયાન તૈયાર કરવામાં આવે. તેનાથી આપણા દેશમાં ખૂબ જ આર્થિક સમૃદ્ધિ આવશે.
Share your comments