ક્યારે કુદરત પણ કમાલ કરી દે છે. વાત જાણો એમ છે કે ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક ખેડૂતના ખેતરમાંથી 2 કિલોથી વધુ વજનના બટાકાં નિકળી આવ્યા છે. આ ખેડૂતે થોડાક સમય પહેલા બટાકાનું વાવેતર કર્યો હતો. ત્યારે તેને આ વાતની તદ્દન ખબર નોહતી કે તેના ખેતરમાંથી 2 કિલોથી વધુ વજનના બટાકાં ઉગી આવશે. ખેડૂત પોતે જ આ બટાકાંને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં મોટા પાચે બટાકાંના ઉત્પાદન કરવામાં આવે છે. તે બટાકાંના ઉત્પદાનના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ફર્રુખાબાદમાંથી બટાકાની ફક્ત દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો: બટાકાના પાકમાં દેખાતું આ વાયરસ કરી દે છે 90 ટકા પાકને બરબાદ
એશિયાનું સૌથી મોટું બટાકાનું બજાર
ફર્રુખાબાદમાં એશિયાનું સૌથી મોટું બટાકાનું બજાર પણ આવેલ છે. આ માર્કેટમાંથી દરરોજ લાખો ક્વિન્ટલ બટાકાં દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. ફર્રુખાબાદ જિલ્લામાં ઉત્તર પ્રદેશનું સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ પણ છે જ્યાં બટાકાનો સંગ્રહ કરવામાં આવે છે.આ જિલ્લામાં બટાકાની ખેતી મોટા પાયે થાય છે. વિસ્તારના ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ બટાકાના પાક પર નિર્ભર કરે છે. આથી ખેડૂતોના ખેતરમાં બટાકાની ઉપજ સારી આવે તો ખેડૂત ખુશ થાય છે અને બટાકાની ઉપજ ઓછી આવે તો ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
બટાકાના ભાવ સારા હશે તો જ હીકરીના લગ્ન થાય
ફરુખાબાદ બટાકાં માટે એટલો પ્રચલિત છે કે ત્યાં એક કહેવત પણ છે કે બટાકાના ભાવ સારા હશે તો જ ખેડૂતની દીકરીના હાથ પીળા થશે. જણાવી દઈએ ફરુખાબાદમાં બટાકાની વિવિધ પ્રજાતિઓ ઉગાડવામાં આવે છે.
કોણા ખેતરમાં મળ્યો બે કિલોના બટાકાં
ફર્રુખાબાદના જહાંગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પટૌજા ગામમાં ખેડૂત મેરાજ હુસૈન પોતાના ખેતરમાં દર વર્ષે બટાકાની ખેતી કરે છે. પરંતુ આ વખતે, બટાકાની ઉપજ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો ખોદકામ દરમિયાન તેણે જોયું કે તેના ખેતરમાંથી બે કિલોથી વધુ વજનના બટાટા નીકળ્યા હતા. આ પછી નજીકના ખેડૂતો આ બટાકાને જોવા માટે આવી રહ્યા છે.ખેડૂત મેરાજ હુસૈને જણાવ્યું કે તે ખેતીનું કામ કરે છે અને મોટાભાગે પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરે છે. પરંતુ આ વખતે તે પોતે પણ પોતાના ખેતરમાં બે કિલો વજનના બટાટા ઉગાડતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
પેઢી દર પેઢી બટાકાની ખેતી થતી આવી છે.
તેમણે કહ્યું કે અમારા પરિવારમાં પેઢી દર પેઢી બટાકાની ખેતી થતી આવી છે. પરંતુ આ પ્રકારના બટાટા પ્રથમ વખત બહાર કાઢવામાં આવ્યા છે.ખેડૂત મેરાજ હુસૈને જણાવ્યું કે અમે પરંપરાગત રીતે ખેતી કરીએ છીએ.બટાકાના પાકમાં રસાયણો ઉપરાંત જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તેના ખેતરોમાં બટાકાની ઉત્પાદકતા હંમેશા સારી રહે છે. આ વખતે બટાકાનું ઉત્પાદન સારું થયું છે. પરંતુ આજથી પહેલા ક્યારેય ખેતરોમાં આટલા વજનના બટાકાનું ઉત્પાદન થયું નથી. બે કિલોથી વધુ વજનવાળા બટાટા જોઈને ખુદને પણ નવાઈ લાગે છે કે આટલા બટાકાનું ઉત્પાદન કેવી રીતે થયું.
Share your comments