કંકોડાને સર્વગુણ સંપન્ન એટલે માનવામાં આવે છે કેમ કે તે બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. (કંકોડા નર અને માદા કંડોડા બન્ને જુદા-જુદા હોય છે. કંકોડામાં પર્ણના આધાર પાસે આરોહણ માટે સૂત્ર (તંતુ) આવેલાહોય છે. નર તથા માદા વેલાના પર્ણ અને રચના અલગ અલગ હોય છે. કંકોડાના ફૂલો પીળા રંગના હોય છે. ફળ માટે નર કંકોડાના વેલા હોવા જરૂરી છે. તેનો ફળ લંબગોળ અને સપાટી ખરબચડી અને માંસલ હોય છે.
આપણે સૌ જાણીએ છીએ કે મોસમ પ્રમાણે આહાર જ તંદુરસ્ત સ્વાસ્થની ગુરુચાવી છે. આપણું આયુર્વેદ પણ કહે છે કે ઋતુ પ્રમાણે આહાર જ શ્રેષ્ઠ છે. ચોમાસાની શરૂઆત સાથે જ નવીન પ્રકારના શાકભાજી બજારમાં આવવાના શરૂ થઈ જાય છે. આ શાકભાજીઓ પૈકી છે જે, પોતાના વિશિષ્ઠ અને આગવું સ્થાન ધરાવે છે એવા કંકોડાની રસપ્રદ માહિતી આ લેખમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ..કંકોડાને ચોમાસાનું અમૃતફળ કહેવામાં આવ્યું છે જેના બે વિશિષ્ઠ કારણો છે.
એક તો કંકોડા ચોમાસાની ઋતુમાં જ થાય છે અને બીજું કે તે અમૃત સમાન ગુણ ધરાવે છે. કંકોડાને શરીરમાં લોહી બનાવવાનું મશીન પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે કંકોડાની છાલને હળવેથી છોલીને તેનું શાક બનાવવામાં આવે છે. આ ઉપરાંત કંકોડાની વિવિધ વાનગી પણ બનાવી શકાય છે. જેમ કે કંકોડાનાં ભજિયાં, કંકોડાની ચિપ્સ અને તેનો અથાણું પણ બનાવી શકાય છે. કંકોડાનું રસાવાળું શાક પણ ખુબ સ્વાદિસ્ત બને છે.
કંકોડાનું વૈજ્ઞાનિક નામ મોમોરડીકા ડાયોઈકા
કંડોડાને વિજ્ઞાની ભાષામાં મોમોરડીકા ડાયોઈકા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તે કુકરબીટેસી ફુળની વનસ્પતિ છે. ગુજરાતીમાં કંકોડા તરીકે ઓળખાતું આ શાકને સર્વગુણ સંપન્ન માનવામાં આવે છે.
કંકોડા કેમ છે સર્વગુણ સંપન્ન
કંકોડાને સર્વગુણ સંપન્ન એટલે માનવામાં આવે છે કેમ કે તે બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. (કંકોડા નર અને માદા કંડોડા બન્ને જુદા-જુદા હોય છે. કંકોડામાં પર્ણના આધાર પાસે આરોહણ માટે સૂત્ર (તંતુ) આવેલાહોય છે. નર તથા માદા વેલાના પર્ણ અને રચના અલગ અલગ હોય છે. કંકોડાના ફૂલો પીળા રંગના હોય છે. ફળ માટે નર કંકોડાના વેલા હોવા જરૂરી છે. તેનો ફળ લંબગોળ અને સપાટી ખરબચડી અને માંસલ હોય છે. ફળો કાચા હોય,ત્યારે લીલા અને પાકે ત્યારે પીળાશ પડતાં કેસરી રંગના થઈ જાય છે. કંકોડાના અંદરનો બીજ ધેરા લાલ રંગનો હોય છે.
બીજ અને કંદ વડે ઉછેરી શકાય છે
કંકોડાને કંદ વડે ઉછેરી શકાય છે. તે દેખાવમાં કુમળા, લીલાંછમ અને સ્વા દમાં લાજવાબ હોય છે., કંકોડામાં અનેક ગુણોનો ખજાનો છે. ચોમાસામાં જ ખાસ ઊગતાં કંકોડા દેખાવમાં પણ આકર્ષક લાગતાં હોય છે. જમીનમાં સુસુપ્ત અવસ્થા માં રહેલ કંકોડાની ગાંઠ ચોમાસાના પહેલા વરસાદ પડતા સાથે ઉગવા લાગે છે. કુદરતી રીતે જ વાડ તથા ઝાડી ઝાપરામાં થતા કંકોડાની હવે ખેડૂતો ખેતરમાં ખેતી પણ કરવા લાગ્યા છે.
ભારતના પહાડી વિસ્તારમાં કંકોડાની ખેતી
ભારતના પહાડી વિસ્તારોમાં થથી કંકોડાની ખેતીની વાત કરીએ તો ત્યાંના ખેડૂતો મોટા પ્રમાણમાં કંકોડાની ખેતી અપનાવી રહ્યા છે. પહાડી વિસ્તારમાં અતિલોકપ્રિય શાકભાજી થવાથી બાજારોમાં કંકોડાની ભારી માંગ છે. ભારી માંગના કારણે તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તેથી તેનો ભાવ પણ ખુબ ઉંચો રહેતા હોય છે. જેથી ખેડૂતો કંકોડાની ખેતી કરીને બહુસારી આવક મેળવી શકે છે.
કંકોડાના ખાવાથી થથા શરીરીક ફાયદાઓ
આજના દિવસોમાં લોકો પોતાના શરીરને બનાવવા માટે જીમ કરે છે અને ખબર નથી ક્યું-ક્યું પ્રકારનો રસાયણો ખાતા હોય છે. પરંતુ તેઓ તે નથી જાણતા કે ચોમાસાની ઋતુમાં થથુ કંકોડાને ખાવાથી શરીરી ખુબજ તંદુરસ્ત અને મજબૂત થાય છે.કંકોડા પ્રોટીનનો ખજાનો છે. માંસ કરતાં 50 ગણી શક્તિ કંકોડા ખાવાથી મળે છે. આયુવેદમાં કંકોડાને આયુષ્યવર્ધક કહેવામાં આવ્યા છે.
કંકોડાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
- શરદી-તાવમાં ગુણકારી છે
- આંખોની તંદુરસ્તી વધારે છે
- પથરીની સમસ્યા માં ઉપયોગી છે
- ડાયાબિ ટીસના દર્દી માટે ખુબજ ગુણકારી છે
- બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે
- સગર્ભા મહિલા માટે ખુબ ગુણકારી ગણાય છે
- ત્વચાને નિખારે છે
- વજન ઘટાડવામાં લાભદાયી છે
- એન્ટી કૅન્સર ગુણધર્મો ધરાવે છે
Share your comments