હળદરનો ઉપયોગ વિવિધ પ્રકારના પકવાનો સાથે ઔષધિ સ્વરૂપમાં કરવામાં આવે છે. ખેડૂતો માટે પણ હળદરની ખેતી ખૂબ લાભદાયક રહી છે. કેરળના કોઝીકોડ સ્થિત ભારતીય મસાલા અનુસંધાન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી હળદરની એક ખાસ જાત ખેડૂતોને સારો નફો રળી આપી રહી છે.
હળદરનો ઉપયોગ વિવિધ પ્રકારના પકવાનો સાથે ઔષધિ સ્વરૂપમાં કરવામાં આવે છે. ખેડૂતો માટે પણ હળદરની ખેતી ખૂબ લાભદાયક રહી છે. કેરળના કોઝીકોડ સ્થિત ભારતીય મસાલા અનુસંધાન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી હળદરની એક ખાસ જાત ખેડૂતોને સારો નફો રળી આપી રહી છે. આ જાતને સંસ્થાએ વર્ષ 1996માં તૈયાર કરી હતી. હળદરની આ ખાસ જાત છે પ્રતિભા, જેના પાક ઓછામાં ઓછા સમયમાં પાકીને તૈયાર થઈ જાય છે. આ લેખમાં આપણે હળદરની ખાસ જાત વિશે જાણકારી મેળવશું-
પ્રતિભા જાતની વિશેષતા
ભારતીય મસાલા અનુસંધાન સંસ્થાના મતે હળદરની અન્ય જાતોની તુલનામાં આ જાતમાં સડાની સમસ્યા ઓછી છે. જ્યારે આ જાત 225 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. અન્ય જાતોની તુલનામાં તેમા કરક્યુમિન 6.52 ટકા સુધી જોવા મળે છે. જ્યારે ઓલિયોરેસિન 16.2 ટકા, સુગંધી તેલનું પ્રમાણે 6.2 ટકા સુધી જોવા મળે છે. આ છોડની ઉંચાઈ 42.9 સેન્ટીમીટર સુધી હોય છે. તેમા વિપુલ પ્રમાણમાં ફાયબર હોય છે.
કરક્યુમિન શું છે?
અત્રે ઉલ્લેખનીય છે કે હળદરની વિવિધ જાતોમાં 2થી 6 ટકા સુધી કરક્યુમિન જોવા મળે છે,જે કુદરતી રીતે આવે છે. કરક્યુમિનને લીધે જ હળદરનો રંગ પીળો અને ગંધ તીખી હોય છે. તેને લીધે હળદર ઔષધિય સ્વરૂપમાં લાભદાયક હોય છે. તે વિવિધ બીમારી સામે પણ લાભદાયક હોય છે.
52 ટન સુધી ઉત્પાદન
હળદરની આ જાત ઓછા સમયમાં પાકીને તૈયાર થાય છે. તેની ખેતી ખરીફ સિઝન (જૂન-જુલાઈ)માં કરવામાં આવે છે. જ્યારે પાણીની પૂરતી વ્યવસ્થાના સંજોગોમાં તેની અગેતી ખેતી મે-જૂનમાં કરી શકાય છે. પ્રતિભા જાતની ખેતી આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે. હળદરની આ જાત પ્રતિ હેક્ટર 39થી 52 ટન ઉત્પાદન લઈ શકાય છે.
લાખો રૂપિયાની કમાણી
આંધ્ર પ્રદેશના કેટલાક ખેડૂતો હળદરની આ જાતની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. પ્રતિભા જાત અગાઉ ખેડૂતો કડપ્પા, દુગ્ગીરાલા, ટેકુરપેટા અને અર્મૂર જેવી સ્થાનિક જાતો ઉગાડતા હતા. જોકે ભારતીય મસાલા સંશાધન સંસ્થાના વૈજ્ઞાનિકોની સલાહ બાદ તેમણે આ જાત અપનાવી. ફક્ત 2.75 એકર જમીનમાં આશરે 73 ટન ઉત્પાદન મળે છે. જેનાથી આશરે 12 લાખ રૂપિયાની કમાણી થાય છે.
Share your comments