Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરની આ જાત એકર દીઠ 27 ક્વિન્ટલ ઉપજ આપશે, 115 દિવસમાં થશે તૈયાર

ખરીફ સિઝનમાં ખેડૂતો માટે ડાંગરની રોપણીનો સમય યોગ્ય છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં ડાંગરની સારી જાતનું વાવેતર કરીને વધુ ઉત્પાદન મેળવી શકે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
basmati rice
basmati rice

બાસમતી ચોખા માટે પુસા બાસમતી 1692 બિયારણ

ખરીફ સિઝનમાં ખેડૂતો માટે ડાંગરની રોપણીનો સમય યોગ્ય છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં ડાંગરની સારી જાતનું વાવેતર કરીને વધુ ઉત્પાદન મેળવી શકે છે.

જો આપણે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) ની વીત માનીએ તો, બાસમતી ચોખા માટે પુસા બાસમતી 1692 ના બિયારણ સારા હોય છે. તેના ઉપયોગથી ખેડૂતો બાસમતીની એકર દીઠ 27 ક્વિન્ટલ સુધીની ઉપજ મેળવી શકે છે.

પુસા બાસમતી 1692 વેરાયટી (Pusa Basmati 1692 Variety)

તમે જો ખેડુત છો તો આ બિયારણ વિશે જાણતા જ હશો. આ બિયારણ ઓછા સમય વાળો પાક હોય છે. આ બિયારણ ને ખેતરમાં લગાવવાથી 115 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. તે જોવા મળ્યુ છે કે આ વેરાયટીના ચોખા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તુટતા પણ નથી. આમાંથી લગભગ 50 ટકા સુધી ચોખા ખેડુત સરળતાથી મેળવી શકે છે. જેથી ખેડુતોને વધારે ફાયદો થશે. કેમ કે બજારમાં આ ચોખાની કિંમત સૌથી વધારે હોય છે.

આ પણ વાંચો:શેરડીની સાથે ઓછા સમયમાં તૈયાર આ 5 પાકનું વાવેતર કરો, સારો ફાયદો થશે

ખેડુતોની આવક વધારવા માટેનુ સારુ સાધન (Good way to increase the income of farmers)


પુસા બાસમતી ચોખાની વેરાયટીને જુન 2020 માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ તદ્દન નવી વિવિધતા હોવાને કારણે, તેની ઉપલબ્ધતા મર્યાદિત છે. કૃષિ તજજ્ઞોના મતે આ પ્રકારના બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે, કારણ કે બજારમાં આ જાતના બિયારણ અને ચોખા બંનેની કિંમત વધુ છે. તમને જણાવી દઈએ કે પુસા કૃષિ મેળામાં મોટાભાગના ખેડૂતો દ્વારા આ જાતના બિયારણની ખરીદી કરવામાં આવી હતી.

 

બાસમતી ચોખાની સૌથી વધુ નિકાસ (Basmati rice export)

બાસમતી ચોખાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે અને ભારત તેની સૌથી વધુ નિકાસ પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર બાસમતી ચોખાની વાર્ષિક 30 કરોડ રૂપિયાથી વધુની નિકાસ થાય છે. જો જોવામાં આવે તો વિશ્વભરમાં બાસમતીના પ્રશંસક લગભગ 150 દેશો છે, તેથી આ પ્રકારના બિયારણની માંગ દિવસેને દિવસે વધી રહી છે.

આ પણ વાંચો:જમીનની સ્વસ્થ્યતા અને પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવો જૈવિક ખેતી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More