Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જમીનની સ્વસ્થ્યતા અને પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવો જૈવિક ખેતી

દિન પ્રતિદિન વધતી જતી જનસંખ્યાને જરૂરી અનાજનો પુરવઠો પુરો પાડવા માટે તેમજ ઘટતી જતી ખેતીલાયક જમીન વિસ્તારમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું તે માટે ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
organic farming
organic farming

આધુનિક ઉર્જા આધારિત આ ખેતી પધ્ધતિ માં નવી તક્નીકીઓની સાથે રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો પ્રયોગ મુખ્યત્વે છે જેને હિસાબે આજની આ ખેતી પધ્ધતિ એ વિવાદાસ્પદ સ્થાન ગ્રહણ કરેલ છે. જેમાં હાલના સમયે ઉત્પાદન ની સામે પ્રદુષણ, જમીનની ઉત્પાદકતાની સામે ટકાઉપણું અને ઉત્પાદનની સામે ઉર્જાવ્યય જેવા વિષયો કૃષિ વૈજ્ઞાનિકો માટે એક ચર્ચાનો વિષય બન્યા છે. અસંતુલિત ખેતી પદ્ધતિને પરિણામે પર્યાવરણના વિઘટન પર ખતરાની ઘંટી વાગી છે જેણે આજના કૃષિ વૈજ્ઞાનિકોનું ધ્યાન એક એવી ખેતી પધ્ધતિ પર દોર્યું છે જે પર્યાવરણ માટે અનુકુળ તથા ટકાઉ હોય. આ સમસ્યાથી દુર રહેવા જૈવિક ખેતી  એક સારો વિકલ્પ સાબિત થઇ રહી છે. જે જમીનની ગુણવતા તેમજ પર્યાવરણને હાનીકારક તત્વોથી બચાવી રાખે છે.

એક રીતે જોવા જઈએ તો જૈવિક ખેતીને સામાન્ય રીતે "પ્રકૃતિ સાથે સમન્વય" આંદોલનના એક ભાગરૂપે ગણવામાં આવે છે. આ ખેતીએ એક એવી પધ્ધતિ છે કે જેમાં રસાયણિક ખાતરો અને  જંતુનાશકોના બેફામ ઉપયોગની જગ્યાએ જમીનની ફળદ્રુપતા જાળવવા ફાર્મવેસ્ટ, કોમ્પોસ્ટ, સીવેજ તેમજ ફળ-ઝાડના બચેલા હિસ્સાનો પ્રયોગ કરવામાં આવે  છે. જૈવિક ખેતીના ઈતિહાસ તરફ નજર  દોરવીએ તો તેની સૌપ્રથમ શરૂઆત બ્રિટન દેશમાં થઇ કે જ્યાં જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાતર તરીકે મુખ્યત્વે છાણીયું ખાતરનો મહત્તમ ઉપયોગ થતો હતો. સર આલ્બર્ટ હોવાર્ડ (બ્રિટન)ને આ ખેતીપધ્ધતીના પિતા સમાન માનવામાં આવે છે. જૈવિક ખેતી અપનાવતા ખેડૂતો જમીનમાં  પોષકતત્વોની માત્રા બરાબર જળવાય રહે તે માટે રસાયણિક ખાતરો અને  જંતુનાશકોની જગ્યાએ ફાર્મવેસ્ટ તથા લીલા પડવાશનો ઉપયોગ કરે છે.

જૈવિક ખેતી અપનાવવાથી થતા ફાયદાઓ:

 

  • ખેતીખર્ચમાં ઘટાડો: આ ખેતી પધ્ધતિમાં જુદી જુદી પ્રકારની જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોનો ઉપયોગ નહીવત હોવાથી કુલ ખેતીખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
  • સારી ગુણવતા: કુલ રસાયણોનો એક યા બીજા પ્રકારે ઉપયોગ બિલકુલ નહીવત હોવાથી જૈવિક ખાદ્યમાં "હેલ્થ હેઝાર્ડ"ની સમસ્યા રહેતી નથી.
  • વધુ મૂલ્ય: જૈવિક ખાદ્ય ઉત્પાદનો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઉચિત હોવાથી ઉત્સાહી ગ્રાહકો વધુ મૂલ્ય આપીને પણ તેને ખરીદવાની કોશિશ કરે છે.
  • ઓછું યાંત્રીકરણ: શક્ય તેટલા ઓછા મશીનોનો ઉપયોગ કરીને પણ આ પ્રકારની ખેતી કરી શકાતી હોવાથી નાના ખેડૂતો પણ તેને સહેલાઈથી અપનાવી શકે છે.
  • ઓછી ખેતઅવશેષ સમસ્યા: ખેતીમાંથી પ્રાપ્ત થતા બાકી વધેલા અવશેષની નિકાલના ઈલાજ સ્વરૂપે ફરીથી કમ્પોસ્ટ બનાવીને તેને ઉપયોગમાં લઇ શકાય છે.
  • ઓછું પ્રદુષણ: આમ તો રસાયણિક ખાતરો અને જંતુનાશકો દવાનો ઉપયોગ નહીવત હોવાથી જમીન, પાણી અને પર્યાવરણનું પ્રદુષણ ઓછુ થાય છે.

મુશ્કેલીઓ:

શરૂઆતના સમયમાં રસાયણિક ખેતી માંથી જૈવિક ખેતી અપનાવતા ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જે તેઓને નિરુત્સાહ પણ કરી શકે છે. જેમકે,

૧. રસાયણિક ખેતીને પરિણામે જમીનમાં રહેલા ફળદાયી સુક્ષ્મજીવાણુઓની સંખ્યા અલ્પ અથવાતો શુન્યની આસપાસ થઇ જાય છે, જેને પુનર્જીવિત થતા લગભગ ૩ થી ૪ વર્ષ જતા રહે છે.

૨. શરૂઆતી સમયમાં કુલ ખેત ઉત્પાદનમાં ઓછા વતા પ્રમાણમાં ઘટાડો આવી શકે કે જેને કેટલાક ખેડૂતો સહન ના પણ કરી શકે.

૩. જમીનને લગતા કોઈપણ અવયવને જૈવિક ખેતી માંથી રસાયણિક ખેતી તરફ ઢળતા વાર નથી  લાગતી પરંતુ તેનાથી વિરુદ્ધ દિશામાં જતા વધુ સમય ગ્રહણ કરે છે.

૪. જરૂરી પ્રોત્સાહનને અભાવે ખેડૂત આ પ્રકારનું સાહસ કરવા માટે હજુ ભયભીત છે.

આ પણ વાંચો:કાળી હળદરની ખેતી કરવાની સાચી રીત, ખેડૂતો બનશે સમૃદ્ધ

 

મુખ્ય અવયવો:

કાર્બનિક  ખેતી માટે ફસલ ચક્ર, ખાતરોનો ઉપયોગ, કીટકો  તથા અન્ય  મુશ્કેલીઓના નિયંત્રણની પ્રક્રિયાઓ રસાયણિક ખેતીથી  તદ્દન  અલગ  છે. આ માટે  ઉપયોગી  એવા જરૂરી અવયવો નીચે મુજબ  છે.

૧. જૈવિક ખાતર (ઓર્ગનીક મેન્યોર): કાર્બનિક પદાર્થો જેવાકે છાણીયું ખાતર, સ્લરી, ભૂસું તથા અન્ય પાક અવશેષ, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ વગેરેના માધ્યમથી જમીન માટે જરૂરી પોષક તત્વોની માત્રા યથાવત રહે છે. તદુપરાંત ખેડૂતો સમુદ્ર અને મીઠા  પાણીમાં ઉગતી બિનજરૂરી વનસ્પતિ તથા માછલીનો પણ ઉપયોગ કરી શકે છે. આ બધા તત્વોના ઉપયોગથી જમીનમાં રહેલ કુલ કાર્બનિક તત્વોની માત્રામાં વૃદ્ધિ થશે જેને પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. જમીનનું ક્ષારણ તથા બાસ્પોત્સર્જનની પ્રક્રિયામાં પણ નિયંત્રણ લાવી શકાય છે. ફસલ ચક્રમાં કઠોળ વર્ગની  વનસ્પતિનો સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ મળી રહે છે.

૨. જૈવિક જીવાત વ્યવસ્થાપન: આજની ખેતીમાં કીટકો તથા અન્ય જીવાતો નું નિયંત્રણ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો એમ બંને માટે એક ગંભીર સમસ્યા છે. તેના નિરાકરણ સ્વરૂપે કીટકોના પ્રાકૃતિક શત્રુઓનું સંરક્ષણ રસાયણિક દવાઓના વિકલ્પ સ્વરૂપે અપનાવી શકાય છે. બાયોપેસ્ટીસાઈડ્સ અને બાયોફન્જીસાઈડ્સ જેવી જૈવિક ઉત્પાદનોનો ખેતીમાં પ્રયોગ વધારવો જોઈએ. કીટકો સામે રક્ષણ આપે તેવા બી.ટી. આધારિત સ્ટ્રેઈન (જાત) પણ મહતમ ઉપયોગી બન્યા છે.

શરૂઆત ક્યાંથી કરવી?

જૈવિક ખેતીની શરૂઆત કરવા માટે કોઈ ખાસ પ્રકારના વ્યવસ્થાપનની આવશ્યકતા નથી. બધા જ ખેડૂત મિત્રો આસાનીથી આ ખેતી પદ્ધતિને અપનાવી શકે છે. નાના પાયે કરવામાં આવેલો પ્રયોગ સમય જતા મોટું સ્વરૂપ ધારણ કરવામાં મદદરૂપ બને છે. પોતાની જમીનનો થોડો ભાગ જૈવિક ક્રિયાઓ દ્વારા આધારિત ખેતી માટે નક્કી કરી તેના માટે અલગથી જ એક કાર્યયોજના બનાવી જેમાં  મુખ્યત્વે પાકોની પસંદગી, જૈવિક ખાદ્યોની ઉપલબ્ધતા  તેમજ કીટકો અને જીવાતોના નિયંત્રણ માટેની જરૂરી જાણકારી મેળવી  તેનો  યોગ્ય રીતે અમલ કરવો. શરૂઆતમાં આ ખેતી પદ્ધતિને રસાયણિક ખેતી પધ્ધતિ સાથે સરખાવો અને બાદમાં પોતાના અનુભવના આધાર પર આગળ વધો.

જૈવિક ખેતીની આ નવીન અવધારણાને આજે વિશ્વસ્તરે નોંધ લેવામાં આવી રહી છે. આજે હર એક પર્યાવરણ સંરક્ષક આ ખેતી પદ્ધતિને અપનાવવાની વાત કરે છે. પર્યાવરણ અને જમીનના સંરક્ષણ  માટે જૈવિક ખેતી મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. જેના માધ્યમથી પ્રદુષણ ઉત્પન્ન કરતા  ઘટકો જેવાકે રસાયણિક ખાતરો, જંતુનાશક, નિંદણનાશક વગેરેના વપરાશમાં ઘટાડો કરી જમીનની અંદર રહેલા ફાયદાકારક સુક્ષ્મજીવોના  સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે.

આજે રાસાયણીક ખાતરો અને જંતુનાશકોના દિન પ્રતિદિન વધતા ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવા લાગી છે. જેના નિવારણ હેતુ કાર્બનિક ખાદ્ય (ઓર્ગનીક ફૂડ) હાલ બજારમાં ઓર્ગનીક લેબલ સાથે મળવા લાગ્યા છે. એક તો એમની ગુણવતા સારી હોય છે અને બીજું સ્વાસ્થ્ય માટે તે ફળદાયી સાબિત થઇ રહ્યા છે. આમ, જૈવિક ખેતીની જરૂરિયાત અને સંભાવનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે.        

આ પણ વાંચો:જુલાઈ મહિનામાં આ પાકની વાવણી કરીને બમ્પર નફો કમાઈ શકે છે ખેડૂતો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More