કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કડીના ભાગરૂપે ભારતીય ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ, મંડી દ્વારા એક શાનદાર ટેકનોલોજી શોધી છે. તેની મદદથી બટાકાના પાકમાં લાગતા રોગો અંગે જાણકારી મળી શકે છે.
કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કડીના ભાગરૂપે ભારતીય ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ, મંડી દ્વારા એક શાનદાર ટેકનોલોજી શોધી છે. તેની મદદથી બટાકાના પાકમાં લાગતા રોગો અંગે જાણકારી મળી શકે છે. હકીકતમાં સંસ્થાના સંશોધનકર્તાઓએ આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ આધારિત એક ટેકનોલોજી વિકસિત કરી છે. આ ટેકનિક મારફતે બટાકાના છોડના પાંદડાંની તસવીરની મદદથી રોગ અંગે જાણકારી મેળવી શકાશે.
આ સંદર્ભમાં બટાકાના છોડના પાંદડાને કુમ્હલાના એક સામાન્ય રોગ છે, જોકે આ રોગ અનુકૂળ સ્થિતિમાં સપ્તાહભરમાં બટાકાના સંપૂર્ણ પાકનો નાશ કરી શકે છે.
શું છે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી?
કેન્દ્રી બટાકા સંશોધન સંસ્થાન દ્વારા વિકસિત આ ટેકનોલોજી હેઠળ બટાકાના છોડના પાંદડાની તસવીર લઈ રોગો અંગે જાણકારી મેળવવામાં આવે છે. આ રિસર્ચ કેન્દ્રીય બટાકા સંશોધન સંસ્થા, શિમલાના સહયોગથી કરવામાં આવેલ છે. તેમાં પાદાંડામાં રોગગ્રસ્ત હિસ્સાની ભાળ મેળવવા માટે આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંશોધન જર્નલ પ્લાન્ટ ફેનોમિક્સમાં પ્રકાશિત પણ થયેલ છે. આ સંશોધનને આઈઆઈટી મંડીની સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના એસોસિએટ પ્રોફેસર ડો.શ્રીકાંત શ્રીનિવાસનના માર્ગદર્શનમાં સેન્ટ્રલ પોપેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CPRI)શિમલા સાથે મળી તૈયાર કરવામાં આવેલ છે.
બટાકાના પાકમાં સમયસર બીમારીની ભાળ મેળવવી
અત્રે ઉલ્લેખનીય છે કે બટાકાના પાકમાં (ઝૂલસા રોગ) બ્લાઈટ નામના રોગનો હુમલો કરે છે, જેના માટે ઈલાજનો સમય નહીં રહેતા તે સપ્તાહ દરમિયાન સંપૂર્ણ પાક ખરાબ થઈ જાય છે.
ઝુલસા રોગના લક્ષણ
તેનાથી બટાકાના પાકને સૌથી વધારે નુકસાન થાય છે, કારણ કે તેનો પ્રકોપ વાવેતરના 3થી 4 સપ્તાહ બાદ દેખાય છે. તેમા છોડની નીચે પાંદડા પર નાના-નાના ધબ્બા ઉભરવા લાગે છે. જેમ-જેમ રોગ વધવા લાગે છે, તેમ ધબ્બાનો આકોર અને રંગમાં વૃદ્ધિ થવા લાગે છે. તેના પ્રકોપથી પાંદડા સંકોચાઈને ખરવા લાગે છે, તો તે ડાળ પર ભૂરા અને કાળા ધબ્બા ઉભરવા લાગે છે અને મૂળનો આકાર પણ નાનો થઈ જાય છે.
કેવી રીતે બીમારીની જાણ થાય છે
જો આ રોગની તપાસ કરવામાં આવે તો નિષ્ણાતો અથવા કૃષિ વૈજ્ઞાનિકોને ખેતરમાં આ અંગે જાણ થાય છે. ત્યારબાદ તેને ખૂબ જ બારીકીથી તપાસ કરવામાં આવે છે અને આ રોગ અંગે જાણકારી મળે છે.
પાંદડાના ફોટોથી બીમારી અંગે જાણ થાય છે
હવે નવી ટેકનોલોજીની મદદથી ફક્ત પાંદડાના ફોટોથી જાણ થઈ શકે છે કે પાક રોગગ્રસ્ત છે કે નહીં. ત્યારબાદ ખેડૂત કીટનાશકોનો ઉપયોગ કરી પાક બચાવી શકાય છે. મોબાઈલ એપના સ્વરૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે
Share your comments