Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતો માટે કમાલનું છે આ સુપર ફૂડ, એક એકરથી મળે 6 લાખ રૂપિયા સુધીની કમાણી, જાણો સંપૂર્ણ વિગત

ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.આ લક્ષ્યને પૂર્ણ કરવામાં ચિયા સીડ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ચિયા બીજને એક સુપર ફૂડ પણ માનવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ સાલ્વિયા હિસ્પાનિકા છે.

Sagar Jani
Sagar Jani

ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.આ લક્ષ્યને પૂર્ણ કરવામાં ચિયા સીડ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.  ચિયા બીજને એક સુપર ફૂડ પણ માનવામાં આવે છે.  તેનું વૈજ્ઞાનિક નામ સાલ્વિયા હિસ્પાનિકા છે.  આ ફૂલ વાળો છોડ હોય છે.  ચિયા બીજ મુખ્ય રૂપથી મધ્ય અને દક્ષિણ મેક્સિકો અને ગ્વાટેમાલાના પ્રજાતિ માનવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ચિયાના બીજની ખેતી ભારતમાં કરવામાં આવે છે.  મધ્યપ્રદેશના મંદસૌર અને નીમચ જિલ્લા સહિત કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો તેની ખેતી કરી રહ્યા છે.  ધીરે ધીરે તે અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહી છે.  ઓછા ખર્ચે અને અતિ ઉંચા નફાને કારણે, ચિયા બીજની વાવણી ખેડૂતોમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે.

મશરૂમને પ્રોસેસ કરી બનાવી શકાય છે અનેક પ્રોડક્ટ, લાંબા સમય સુધી બગડશે નહીં અને વધુ કમાણી થશે

આરોગ્ય પ્રત્યે સભાન દેશોમાં તેની મોટા પ્રમાણમાં ખેતી થઈ રહી છે.  ભારતમાં કર્ણાટક, તમિલનાડુ અને રાજસ્થાન ઉપરાંત અન્ય ઘણા રાજ્યોના ખેડુતો પણ તેની ખેતી કરી રહ્યા છે.

બે પ્રકારે કરવામાં આવે છે ખેતી

ચિયા બીજની ખેતી સંપૂર્ણપણે જૈવિક અને સરળ છે.  તેની બે પ્રકારે વાવણી કરી શકાય છે.સ્પ્રે પદ્ધતિ દ્વારા વાવણી પર એક એકર જમીનમાં આશરે એકથી દોઢ  કિલોગ્રામ બીજનો ઉપયોગ થાય છે. બીજી પદ્ધતિ ડાંગરની ખેતી જેવી હોય છે. એટલે કે પહેલા નર્સરીમાં બીજ તૈયાર કરી અને ત્યારબાદ તેને ખેતરમાં રોપવામાં આવે છે .  આ પદ્ધતિમાં રોપણી વખતે એક એકરમાં અડધો કિલો બીજથી   કામ ચાલી જાય છે. છંટકાવની પદ્ધતિમાં મજૂરી ઓછી થાય છે અને બીજ વધુ જોય છે, જ્યારે બીજી પદ્ધતિમાં તેનાથી  વિપરીત છે.

ચિયા બીજ પાકની ખેતી માટે મધ્યમ તાપમાનની જરૂર હોય છે. ઠંડા ડુંગરાળ વિસ્તાર સિવાય સમગ્ર ભારતમાં તેની ખેતી કરી શકાય છે.  કૃષિ તજજ્ઞો જણાવે છે કે  દોમટ અને ભુરભૂરી જમીનમાં તેનું સારું ઉત્પાદન થાય છે.

ચિયા બીજની સારી ઉપજ મેળવવા માટે ખેતરને સારી રીતે તૈયાર કરવું જરૂરી છે.  પ્રથમ બે કે ત્રણ વખત જમીન ખેડીને  તેને ઝીણી કરકરી બનાવવામાં આવે છે. ત્યારબાદ પટ્ટો ચલાવીને ખેતરને સમતળ કરવામાં આવે છે. સારા અંકુરણ માટે વાવણી કરતા પહેલા ખેતરમાં યોગ્ય ભેજ હોવુ જરૂરી છે. ચિયા બીજ પાક વાવવાનો યોગ્ય સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનો છે.  સારી ઉપજ માટે નીંદણ જરૂરી છે.  નિંદણ ઓછામાં ઓછું બે વાર થવું જોઈએ.

રોગ થતો નથી અને પ્રાણીઓને પણ નુકસાન થતું નથી

ચિયા બીજનો પાક 110 થી 115 દિવસમાં તૈયાર થાય છે.  ચિયા બીજની ખેતી માટે સિંચાઇની કોઈ ખાસ જરૂર હોતી નથી. તેનો છોડ ખૂબ જ નબળો હોય છે.  પાણી ભરાઈ જવાને કારણે તેને તૂટી જવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં સારી ડ્રેનેજવાળી જમીન તેની ખેતી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.

ચિયા સીડના પ્લાન્ટમાં એકબખાસ પ્રકારની ગંધ આવતી હોય છે અને પાંદડા પર વાળ ઉગે છે. આને કારણે પ્રાણીઓ તેનાથી દૂર રહે છે અને નુકસાન પહોંચાડતું નથી.  આ સિવાય ગરમ વિસ્તારનો છોડ હોવાથી તેને રોગો થતો નથી.  ચિયાના દાણાનો આ ગુણધર્મો ખેડૂતોને મોટો ફાયદો આપે છે.

એક એકરમાં 6 ક્વિન્ટલ સુધીની ઉપજ

લણણી માટે તૈયાર પાકને આખા છોડમાંથી ઉખેડી નાખવામાં આવે છે. આ પછી તેને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ  થ્રેસિંગથી તેના બીજ દાણા અલગ કરવામાં આવે છે. ખેડુતો જણાવે છે કે ચિયાના બીજની ખેતી દ્વારા એક એકરમાંથી સરેરાશ  5 થી 6 કવિન્ટલની ઉપજ મેળવી શકાય છે.

ચિયા સીડના બિયારણની કિંમત હાલમાં 1000 રૂપિયાની આસપાસ છે.  આવી સ્થિતિમાં એક એકરમાં આરામથી 6 લાખ રૂપિયાની કમાણી થાય છે.  ખેડૂતો કહે છે કે ચિયાના બીજ વેચવા માટે બજારમાં જવાની જરૂર નથી.  જો તમે કંપનીઓને માહિતી આપો તો તેમના એજન્ટો તેને તમારા ખેતરમાંથી ઉપાડીને લઈ જાય છે.  અલગ અલગ કંપનીઓ અલગ અલગ રેટ પર ચિયા બીજની ખરીદી કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More