ખેડૂતોએ પાકમા થવા વાળા રોગોના કારણે મુઝાવણમાં રહે છે કે તેને કેવી રીતે દૂર કરવામાં આવે. આ રોગોને દૂર કરવામાં ના આવે તો પાક બગડી શકે છે. એટલે ખેડૂતોને નુકસાનના થાય તેના માટે કૃષિ જાગરણ ગુજરાતી આણંદ કૃષિ યૂનિવર્સિટીના અધિકારિઓ સાથે વાત કરી
ખેડૂતોએ પાકમા થવા વાળા રોગોના કારણે મુઝાવણમાં રહે છે કે તેને કેવી રીતે દૂર કરવામાં આવે. આ રોગોને દૂર કરવામાં ના આવે તો પાક બગડી શકે છે. એટલે ખેડૂતોને નુકસાનના થાય તેના માટે કૃષિ જાગરણ ગુજરાતી આણંદ કૃષિ યૂનિવર્સિટીના અધિકારિઓ સાથે વાત કરી અને જુદા-જુદા પાકોમાં થવા વાળા રોગોના ઉકેલ શુ થઈ શકે છે આના વિશે માહિતી લીધી,, જે નીચે વિસ્તારથી જણાવામાં આવી છે
બાજરી (Millet)
પાનનાં ટપકાંય/બ્લાસ્ટ- રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ 50 વેપા 10 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી બે છટકાંવ 15-20 દિવસના અંતરે કરવા
કુતુલ/તળછારો-રોગ જણાય તો મેટાલેક્ષીલ એમઝેડ 72 વેપા 15 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.
જુવાર (Sorghum)
કાલવ્રણ/પાનનાં ટપકાં- કાર્બેન્ડાઝીમ 50 વેપા 4 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી 15 દિવસના અંતરે બે છટંકાવ કરવા.
મકાઈ (Corn)
પાનનો સુકારો-ટેબુકોનાઝોલ 25 ઇસી 10 ભીલિ અથવા પ્રોપીકોનાઝોલ 25 ઈસી 10 મીલિ અથવા મેન્કોઝેલ 75 વેપા 27 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા 10 ગૌમુત્ર 10 લીટર પાણી અતવા લીમડાના પાનનો 10 ટકાના અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
કપાસ (Cotton)
મૂળખાઈ અને સુકારો- ઊભા પાકમાં રોગ જેવા મળે કે તૂરત જ મેન્કોઝેબ 75 વેપા,0.2 ટકા (10 લિટરમાં 27 ગ્રામ) અથવા કોપર ઓક્ઝિકલોરાઈડ 0.2 ટકા (10 લિટરમાં 40 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ 0.1 ટકા (10 લિટરમાં 10 ગ્રામ) નું મિશ્રણ સુકાતા છોડની આજુ-બાજુના 50-60 છોડના થડ પાસે રેડવું તયા 4 થી 5 દિવસ પછી યૂરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
ખૂણિયાં ટપકાં- ઊભા પાકમાં રોગ જેવા મળે ત્યારે સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ (સ્ટ્રેઈન-1) 0.2 ટકા (30 ગ્રામ 15 લિટર પાણીમાં)ના વાવેતર બાદ 30,50,70 અને 90 દિવસના અંતરે જ છંટકાવ કરવા. ઊભા પાકમાં જો રોગની ઉપદ્રવ વધુ જોવા મળે ત્યારે સ્ટ્રુપ્ટોસાયકલીન 0.01 ટકા(1 ગ્રામ) * કોપર ઓક્ઝિકલોરાઈડ 0.3 ટકા (10 ગ્રામ 15 લિટર પાણીમાં)નું મિશ્રણ 15 દિવસના અંતરે 2થી 3 વખત છંકકાવ કરવા
મગફળી (Peanuts)
ટીક્કા- રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ 50 વેપા 5 ગ્રામ અથવા મેન્કોઝેબ 75 વેપા 27 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 75 વેપા 27 ગ્રામ અથવા હેક્ઝોકોનાઝોલ 5 ઈસી 5 મીલી અથવા ટેબૂકોનાઝોલ 25 ઈસી 10 મીલી 10 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા અથવા લીમડાના તાજા પાન અથવા લીંબોળીની મીંજના અર્કના 1 ટકા દ્રાવણનો છંટકાવ કરવો.
અલ્ટરનેરીયાથી થતો સુકારો- ટેબૂકોનાઝોલ 0.034 ટકા(10 લિટર પાણીમાં 10 મીલિ)ના ત્રણ છંટકાવ 35,50 અને 65 હિવસે છે મગફળીનો પાક 30થી 35 હિવસનો થાય ત્યારે કાર્બેન્ડાઝીમ 0.024 ટકા(10 લિટર પાણીમાં 5 ગ્રામ) અથવા પ્રોપીકોનાઝોલ 0.024(10 લિટર પાણીમાં 10 મીલિ)ના 3 છંટકાવ 15 હિવસના અંતરે કરવા.
ટામેટી (Tomato)
આગોતરો સૂકારો- મેન્કોઝેબ 75 વેપા 27 ગ્રામ અથવા ક્લીરોથેલોનીલ 75 વેરા 27 ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક 50 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગળી જરૂરિયાત મુજબ છંટકરાવ કરવા.
Share your comments