Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આવી રીતે થઈ મશરૂમની શરૂઆત, આથી પહેલા કોઈ ઓળખતા પણ નહોતા

કૃષિ ભારતીય અર્થતંત્રની મુખ્ય તાકત છે અને આજે ઉગાડવામાં આવતા વિવિધ કૃષિ પાકો સાથે રપ કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીને ખાધાન સુરક્ષા પ્રાપ્ત કરી છે. જો કે,પોષક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે હજુએ સંઘર્ષ ચાલુ જ છે. વધતી જતી વસ્તી, ખેતીની જમીનમાં થતો ઘટાડો, પર્યાવરણીય મુદૃાઓ, પાણીની કમી, બજેટ અને ગુણવત્તાયુકત ખાદ્ય માંગણીઓ સંશોધનના પાયાના મુદૃાઓ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મશરૂમની શરૂઆત
મશરૂમની શરૂઆત

કૃષિ ભારતીય અર્થતંત્રની મુખ્ય તાકત છે અને આજે ઉગાડવામાં આવતા વિવિધ કૃષિ પાકો સાથે રપ કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીને ખાધાન સુરક્ષા પ્રાપ્ત કરી છે. જો કે,પોષક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે હજુએ સંઘર્ષ ચાલુ જ છે. વધતી જતી વસ્તી, ખેતીની જમીનમાં થતો ઘટાડો, પર્યાવરણીય મુદૃાઓ, પાણીની કમી, બજેટ અને ગુણવત્તાયુકત ખાદ્ય માંગણીઓ સંશોધનના પાયાના મુદૃાઓ છે. આ પડકારોને પહોંચી વળવા માટે ખેત પદ્ઘતીમાં ટકાઉ ક્ષમતા આપવા માટે બાગાયતી ક્ષેત્રમાં અપનાવામાં આવેલ પાકોની વિવિધતા મહત્વની છે. મુખ્ય ક્ષેત્રો પૈકી એક જે કુદરતી સ્ત્રોતો તેમજ કૃષિ ઉપપેદાશો સહિત કૃષિ -કચરાના ફેર વપરાશ છે. મશરૂમની ખેતી માટે આ કચરાનો ઉપયોગ કરવામાં આવે તો આવકમાં વધારો થઇ શકે તેમ છે અને ઉચ્ચ સ્તરની સ્થિરરતા પૂરી પાડે શકે તેમ પણ છે.

કોઠો:- કૃષિની ઉપપેદાશ/ કૃષિ અવશેષો (મિલિઅન ટન)

ઉપપેદાશ

જથ્થો (મિલિઅન ટન)

ક્ષોત્રિય પાકોમાંથી/ કૃષિ અવશેષો

૬૭૯

બાગાયત પાકોમાંથી કૃષિ અવશેષો

૨૬૮

જંગલો/સોસીયલ જંગલો/તથા અન્ય કૃષિ અવશેષો

૨૦૪

કુલ

૧૧૫૧

ગુજરાતીમાં બિલાડીનો ટોપ તરીકે ઓખખાયે છે

મશરૂમ કે જેને આપણે ગુજરાતીમાં બિલાડીનો ટોપ તરીકે ઓળખીયે છીએ તે સંસ્કૃતમાં 'ક્શુમ્પા' અને હિન્દીમાં 'કુંભી' તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં બિનઝેરી ખાવાલાયક મશરૂમને 'પફબોલ્સ' નામથી જયારે ઝેરી મશરૂમને 'ગોડટોલ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આપણા પ્રાચીન વેદોમાં મશરૂમને  ભગવાનનો ખોરાક/પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જયારે કેટલાક દેશોમાં તેને દાનવો દ્વારા ઉત્પાદિત થયેલ હોવાનું માનવામાં આવે છે. આર્યો સોમરસનું પાન કરતા હતા જે મશરૂમ માંથી બનાવવામાં આવતું હતું. ઋગ્વેદમાં સોમરસ વિશે ઘણા ગીતો / કવિતાઓ છે. રોમન લોકો મશરૂમને ગુરૂ નામના ગૃહ પરથી પૃથ્વી પર ફેંકવામાં આવેલ પદાર્થ તરીકે ઓળખે છે. આમ મશરૂમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોની સંસ્કૃતિમાં પણ વણાઈ ગયેલ છે.

મશરૂમનો ઇતિહાસ 

મશરૂમનો ઈતિહાસ મનુષ્ય જેટલો જ પ્રાચીન છે. માનવજાતએ જમાના જૂનો સમયથી જંગલોમાંથી ભેગા કરી ખોરાક તરીકે મશરૂમ ખાતા આવ્યા છે. આદિમાનવ પણ  મશરૂમના ગુણો અને ઉપયોગિતાથી પરિચિત હતો. મશરૂમનુ અસ્તિત્વ અને ઉપયોગીતા વિશે બેબીલોનિયન ગ્રીક અને રોમના ધાર્મિક લેઓમાં ઉલ્લેખ કરેલ છે. લગભગ હજાર વર્ષ પહેલાં, ઉષ્ણકટિબંધીય મશરૂમની કૃત્રિમ ખેતીની શરૂઆત ચીનમાં કરવામા આવી હતી,પરંતુ ૧૬ અને ૧૭ મી સદી દરમ્યાન યુરોપીયન લોકોએ બટન મશરૂમની વાસ્તવિક વ્યાપારિક ધોરણે ખેતી કરવાનું સાહસ શરૂ કર્યું હતું. મશરૂમની પહેલી ખેતી પેરીસમાં સત્તરમી સદીમાં શરૂ થઈ.

સ્વીડનમાં મશરૂમની ખેતીની શરૂઆત આશરે ઈ.સ. ૧૭પ૪માં શરૂ થઈ અને ઈંગ્લન્ડ અને યુરોપના બીજા ભાગોમાં તે ફેલાઈ. અમેરિકામાં મશરૂમની ખેતીની શરૂઆત ઓગણીસમી સદીના અંતમા થઈ. લગભગ ઈ.સ. ૧૮૯૦ માં પેન્સિલ્વેનીયામાં મશરૂમની ખેતીની શરૂઆત ગ્રીન હાઉસમાં થઈ. આદર્શ મશરૂમ હાઉસ અમેરિકામાં ઈ.સ. ૧૯૧૦માં બંધાયા જેમાં તાપમાન ભેજ અને હવાને સમગ્ર વર્ષ દરમ્યાન નિયંત્રિત રાખવામાં આવતા હતા. આશરે ૧૦૦ દેશોમાં તેમના પોષક અને ઔષધિય મૂલ્યો અને આવક પેદા કરવાના સાહસને કારણે મશરૂમને હવે નોંધપાત્ર મહત્વ મળી રહ્યું છે. હાલમાં, વૈશ્વિક સ્તરે મશરૂમનું ઉત્પાદન વાર્ષિક  ૭% વધી રહયું છે. ચાઈના મશરૂમના ઉત્પાદનમાં વિશ્વમાં એક અગ્રણી મશરૂમ ઉત્પાદક દેશ છે.

બિલાડીનો ટોપ
બિલાડીનો ટોપ

કોઠો: ભારતમાં મશરૂમ ઉત્પાદન,વપરાશ અને નિકાસની સ્તિથી

 

ચીન  

ભારત  

ઉત્પાદન (મિલીયન ટન)

૩૫.૦  

૦.૨૧

નિકાસ (³%)

૫.૦  

૬૦-૭૦  

માથા દીઠ વપરાશ/વર્ષ  

૨૨ કિગ્રા  

૪૦ ગ્રામ  

લોકો લાંબા સમયથી મશરૂમ ખાતા આવ્યા છે. તેઓ જંગલો અને અન્ય જંગલી સ્થળે જતા હતા અને તેઓ ખાદ્ય અને ઝેરી મશરૂમનાં તેમના રૂઢીગત જ્ઞાનના આધારે ખાદ્ય મશરૂમ એકત્ર કરતા હતા. ખાવાલાયક મશરૂમની ખેતી વિશે વિવિધ દેશોના લોકો પારંગત હતા. પરંતુ તેની વૈજ્ઞાનિક ખેતીથી લોકો હજુ પણ અજાણ છે. હજી પણ કેટલાક લોકો જંગલોમાંથી કે ખેતરોમાંથી મશરૂમ ભેગા કરે છે અને તેને ખાય છે. ભારતમાં માથાદીઠ મશરૂમનુ વપરાષ માત્ર ૪૦ ગ્રામ/વર્ષ છે, જે ચીનમાં રર  કિ.ગ્રા./વર્ષ  છે.  ભારત જેટલુ ઉત્પાદન કરે છે તેમાંથી ૬૦ થી ૭૦  ટકા નિકાસ કરે છે.

હિમાચલ પ્રદેશની સરકારને શરૂઆતમાં લગભગ ૧૯પ૦ ની આસપાસ રાજયમાં શ્રી.એસ. એસ. જૈનની પ્રથમ સહાયક વનસ્પતી રોગશાસ્ત્રજ્ઞ તરીકે નિમણુક કરી હતી. તેમણે ચાબરબા, સિમલામાં વાઈલ્ડ ફલાવર હોલમાં કામ કર્યું હતું. ત્યારે ડો. જૈન સફરજનના ખેડૂતોની મદદ કરવા માટે હિમાચલના આંતરિક ભાગોના પ્રવાસ કરી રહ્યા હતા. અને તેમના માર્ગદર્શનથી ખેડૂતો સફરજન,અન્ય ફળો, બટાકા અને ઘઉં જેવા પાકોના રોગોનું નિયંત્રણ કરતા થયા હતા.આમ, શ્રી. જૈન, હિમાચલ પ્રદેશ રાજયનાં પરાકાષ્ઠાવાળા,મેહનતી ગરીબ લોકોને મદદ કરતા હતા.આંતરિક વિસ્તારોમાં કેટલાક ખેડૂતો સાથે રહેતા હતા, ત્યારે તેમણે નોંધ કરી હતી કે સફરજનની ડાળીઓ અને અન્ય ફળોના ઝાડ તેમજ ઘઉંના પરાળ ઉપર તેમજ ગાયના છાણમાં પણ અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતીમાં મશરૂમનું  વિકાસ થયેલ જોવા મળે છે.

તેથી ખેડૂતો સાથે ખાદ્ય મશરૂમ ઉગાડવા માટે કૃષિ કચરો તેમજ ઉપપૈદાશોનો ઉપયોગ કરવાનો વિચાર તેમને થયો. તેમણે તે માટે સાહિત્ય શોધી કાઢયું અને જાણવા મળ્યું કે ફ્રાન્સ અને જાપાનમાં વર્ષોથી ખાદ્ય મશરૂમ ઉગાડવામાં આવે છે. શ્રી. જૈનએ ખાદ્ય મશરૂમની ખેતી પર સંશોધન પ્રકલ્પની દરખાસ્ત કરી અને રાજય સરકારની સદર પ્રકલ્પની મંજૂરી મેળવી. જાપાન અને ફ્રાન્સમાંથી મશરૂમનું બિયારણ (સ્પોન) મંગાવીને સોલન ખાતે એક પ્રયોગશાળા શરૂ કરી અને બટન મશરૂમની ખેતીના સંશોધનના પ્રયોગો શરૂ કર્યા હતા. 

શ્રી.જૈનએ સફરજનના ઝાડની ડાળીઓ/શાખાઓ અને ઘઉંના પરાળ વગેરેથી તૈયાર કરેલ માધ્યમ ઉપર મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી અને તેના પરિણામો તેઓએ હિમાચલ પ્રદેશ રાજયના વિસ્તરણ વિભાગના એક સાપ્તાહિક દ્વારા પ્રકાશિત કરેલ છે. ત્યારપછી તેમણે મશરૂમ બિયારણ (સ્પાન)નું ઉત્પાદન કરી ખેડૂતોને પુરૂ પાડી હતી અને આ રીતે ભારતમાં મશરૂમની ખેતી સૌપ્રથમ હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ. ભારતના મશરૂમની ખેતીના અગ્રણી શ્રી.એસ.એસ.જૈન દ્વારા પ્રસ્થાપિત પ્રયોગશાળા,  હિમાચલ પ્રદેશના અને અન્ય રાજયોના ખેડૂતોને મશરૂમની ખેતી વિશેના તાલીમ માટેનું એકમાત્ર અગત્યનું કેન્દ્ર બની ગયું હતું.

શ્રી.એસ.એસ.જૈનએ  હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટી, સોલનમમાં સૌથી પહેલા કેમ્પસ અને ઓફિસની સ્થાપના કરી અને ત્યારપછી વરીષ્ઠ વૈજ્ઞાનિક વનસ્પતી રોગશાસ્ત્રજ્ઞ તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી હેઠળ કેન્દ્રીય ચોખા સંશોધન કેન્દ્ર, કટક ઓરિસામાં જોડાયા અને ૧૯૭૮ માં ત્યાંથી નિવૃત્ત થયા.

થોમસ અને સહકાર્યકરોએ ઈ.સ. ૧૯૪૩ માં ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ સાજોર-કાજુ) પ્રજાતિના મશરૂમની ખેતી કોઈમ્બતોર ખાતે કૃષિ મહાવિદ્યાલયમાં શરૂ કરી. ત્યારબાદ તેમાં જરૂરી સુધારા વધારા થયા અને કેટલાએ સંશોધન કેન્દ્રોની  શરૂઆત થઈ. આ સાથે ભારતમાં કૃષિ સંશોધન પરિષદની મદદથી હિમાચલ પ્રદેશની સરકારે ઈ.સ.૧૯૬પ થી તેના મુખ્ય મથક સિમલા ખાતે સોલાન અંતર્ગત હિમાચલ વિશ્વ વિદ્યાપીઠ કૃષિ વિભાગમાં વ્યાવસાયિક ધોરણે અને પદ્ઘતિસર મશરૂમ ઉછેરવાની શરૂઆત કરી. મશરૂમ સંશોધન પ્રોજકટનું રૂપાંતર  વિસ્તૃત રીતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્લી (આઈ.સી.એ.આર.) સંબંધિત મશરૂમ સંશોધન યોજના હેઠળ મુખ્યકેન્દ્ર્ર સોલન સાથે ત્રણ પેટા કેન્દ્ર્રો-ન્યુ દિલ્હી, લુધિયાણા અને બેંગલોર ખાતે થયો.

થોડા સમય પછી રાષ્ટ્રીય મશરૂમ સંશોધન અને તાલીમ કેન્દ્ર, સોલન સમગ્ર ભારતનું મશરૂમ સંશોધન માટેનું એકમાત્ર ઉત્તમ કેન્દ્ર બની ગયું અને વિવિધ યુનિવર્સિટી સંલગ્ન કામગીરીની શરૂઆત થઈ. ઢીંગરી મશરૂમ પ્રજાતિના મશરૂમની ખેતીની ટેકનોલોજી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈ.એ.આર.આઈ.) નવી દિલ્હી ખાતે વિકસાવવામાં આવી. આજે ઔદ્યોગિક ધોરણે ભારતમાં એગારીકસ બાયસ્પોરસ (બટન મશરૂમ) ૭૩%, પ્લુરોટસ (ઢીંગરી મશરૂમ) ૧૬%, વોલ્વેરીયા (ડાંગર તૃણ મશરૂમ) જાતના ૭% અને મિલ્કી (દુધિયા મશરૂમ)નુ ૩% ઉત્પાદન થાય છે.રાષ્ટ્રીય મશરૂમ સંશોધન અને તાલીમ કેન્દ્ર (વર્તમાન નામ-મશરૂમ સંશોધન નિયામક), સોલન સંસ્થા દ્વારા તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

મશરૂમના દરેક ખૂણાની માહિતી
મશરૂમના દરેક ખૂણાની માહિતી

ભારતમાં સોલાન ખાતે ૧૯૬૦ નાં મધ્યકાળ દરમ્યાન સૌ પ્રથમ મશરૂમની ખેતીની શરૂઆત કરવામાં આવી જયારે જર્મનીથી ડો.ઈ.એફ. કે. મેન્ટલ દ્વારા એફ. એ. ઓ. ના કન્સલટંટ તરીકે નેમણુક કરવામાં આવી હતી. ડો. મેન્ટલએ નાના પાયે ખેતીબાડી વિભાગ, હિમાચલ પ્રદેશ, સોલાન ખાતે શરૂઆત કરી અને બટન  મશરૂમની ખેતીમાં સફળતા મેળવી. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ થી ભારતના વૈદિકશાસ્ત્ર મુજબ મશરૂમને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવેલ છે. (૧) ખાવાલાયક (ર) બિનખાવાલાયક અને (૩) ઔષધિય.

મશરૂમ આશરે ચાર ભાગમાં વહેંચાયાં છે

(૧)ખાદ્ય મશરૂમ: જે માંસલ અને ખાદ્ય છે, ઉ.દા.,પ્લ્યુરોટસ સ્પે., અગેરિકસ સ્પે., વોલ્વેરીયા સ્પે., કેલોસાયબા સ્પે.  વગેરે.

(ર)ઔષધીય મશરૂમ: જે ઔષધીય ગુણધર્મ ધરાવે છે, દા.ત., ગેનોડરમા લ્યુસીડમ, લોયન મેન વગેરે.

(૩)ઝેરી મશરૂમ: તે જે સાબિત થાય છે, અથવા ઝેરી હોવાના શંકાસ્પદ છે,જેમ કે,અમાનિતા ફીલિઓઈડ્રસ

(૪) પરચુરણ કેટેગરી: આ કેટેગેરીનાં મોટી સંખ્યામાં મશરૂમ જેની ઉછેરની શકયતાઓ ઓછી રહે છે.

જો કે, મશરૂમ ઉદ્યોગમાં ખાદ્ય મશરૂમ , ઔષધીય મશરૂમ અને જંગલી મશરૂમ આ ત્રણ મુખ્ય કેટેગરીઝ છે, જે તેમના સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અથવા ફોરમ દ્વારા આધારભૂત છે, જે દરેક વર્ગને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ લાવવા માટે અને માનવમાં તેમના સકારાત્મક યોગદાનનું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. અંદાજે ૧.પ મિલિયનની કુલ સંખ્યામાં ૬૯,૦૦૦ જાણીતા ફૂગની જાતિઓ છે, માત્ર ૧૪,૦૦૦ મશરૂમ પ્રજાતિઓ તરીકે ઓળખાય છે. હાલમાં હજુ પણ દ્યણી અજ્ઞાત પ્રજાતિઓ ( આશરે ૧ર૬,૦૦૦ સુધી) શોધી શકાય છે.

વર્ગીકરણ અને જીવન ચક્ર

મશરૂમને શરૂઆતમાં વનસ્પતી કુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેઓ પ્રાણીઓ અને છોડના અનન્ય લાક્ષાણિકતાઓ ધરાવતા ફૂગ કુળસાથે સંકળાયેલા છે. મશરૂમમાં હરિતદ્રવ્ય નથી હોતું, તેથી પ્રકાશ-સંશ્લેષન દ્વારા પોષક તત્વો ઉત્પન્ન કરી શકતા નથી અને આ કારણથી તેઓને બાહય સ્ત્રોતોમાંથી પોષક તત્વો લેવાની જરૂર પડે છે. મોટાભાગની મશરૂમ પ્રજાતિઓ કિંગડમ ફુગ અંતર્ગત બેસિડીઓમાયકોટા અને એસ્કોમાયકોટા કુળ હેઠળ આવે  છે.

મશરૂમની ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવો. જણાવી દઈએ કે, ગુજરાતમાં કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ ખાતે સારી ગુણવત્તાયુકત મશરૂમનું બિયારણ મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More