Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

તીડના હુમલાથી બચવા કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ખેડૂતોને આપી આ સલાહ

Sukhadev Thakor
Sukhadev Thakor

ગત વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તીડનો ત્રાસ હતો. જેમાં તીડ દ્વારા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન કરવામાં આવ્યું હતું, ત્યારે તીડથી પાક બચાવવા ખેડૂતોએ શું કરવું જોઈએ

કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિશેષ માહિતી

ગત વર્ષે અટલે કે વર્ષ 2019-20 માં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તીડના ઝુંડ ત્રાટ્ક્યા હતા. આ તીડના ઝુંડે ખેડૂતોનો ઉભે ઉભો પાક સાફ કરી દીધો હતો. આ વર્ષે તીડ હજું સુધી આગમન થયુ નથી. પરંતુ તીડનું કાંઈ નક્કી ન કહેવાય ખેડૂતોને હમેંશા ચિંતા સતાવતી રહે છે કે તીડ આવીને આક્રમણ ન કરી દે. ત્યારે તીડના આક્રમણની અગમચેતીના ભાગ રૂપે ખેડૂતોએ પાકને બચાવવા શું કરવું જોઈએ. જે અંગે કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિશેષ માહિતી આપવામાં આવી હતી.

પાકને બચાવવા સાવધાન રહો

ગયા વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં તીડનું આક્રમણ હતું. જેના લીધે કેટલાક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તીડને ભગાડવા  સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરાયા હતા. ત્યારે ખેડૂતોના પાકને તીડથી બચાવવા માટે અગમચેતી રાખવામાં આવી છે. હવે ચાલુ વર્ષે ખેડૂતોએ પોતાના પાકને બચાવવા સાવધાન રહેવા જણાવાયું છે.

ખેડૂતોએ આ કાર્યો અવશ્ય કરવા

આ અંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતો દ્વારા કેટલીક સલાહ આપવામાં આવી છે.

= > જે મુજબ ખેડૂતોએ ઢોલ નગારા વગાડવા

= > જે વિસ્તારમાં તીડ હોય તો ત્યાં કેરોસીનનો છંટકાવ કરવો જરૂરી છે.

= > રાત્રિ દરમ્યાન જ્યારે તીડ બેઠા હોય ત્યારે ખાસ કરીને કેરોસીનનો છંટકાવ કરવો

= > જે વિસ્તારમાં વધુ તીડ આવે ત્યાં ખેડૂતોએ મેથા થિયોલોન 25 કિલો અને કવીનાલ ફોર્સ દવાનો છંટકાવ કરવો

= > જયારે તીડના બચ્ચાં થાય ત્યારે ડાંગરની ભૂકી અને ગોળની રસી ભેળવી અને રસ્તા પર વેરવામાં આવે તો તેની સુગંધથી તીડ આગળ વધી નહીં શકે.

= >  વહેલી સવારે જ્યારે તીડ આવે ત્યારે ક્લોરો ફાયરીફોર્સ દવાનો છંટકાવ કરવો ખુબજ જરૂરી છે તેનાથી નિયંત્રણ મેળવી શકાશે.

આ તમામ ઉપાયો કરવાથી ચાલુ વર્ષે ખેડૂતો પોતાના પાક તીડથી બચાવી શકે છે.

ખેડૂતોના પાકને તીડથી ખુબ જ નુકસાની થાય છે. તેમાં પણ તીડ લિંબડા સિવાય તમામ પાકને ખાઈ જાય છે. ત્યારે તીડનું ઝુંડ ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને  ભારે નુકસાન કરી શકે છે અને આ તીડ માઈલો સુધી ઉડી શકે છે. તીડના ઝુંડની સંખ્યા 8 થી 10 કરોડની હોય છે. તીડનું ઝુંડ આખા દિવસ દરમ્યાન 200 ટન પાક ખાઈ જાય છે અને જે ખેડરમાં આ તીડનું ઝુડં ત્રાટકે છે તે સપૂર્મ પાકનું ભોજન બનાવી દે છે. માટે ખેડૂતોએ અગાઉથી સાવધાન રહેવું ખુબ જ જરૂરી છે. જેમ કે ચેતતા નર સદા સુખી તે કહેવત સાચી સાબિત થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More