Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કઠોળના પાકની કાપણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Sukhadev Thakor
Sukhadev Thakor
Junagadh
Junagadh

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ . જી.આર ગોહિલ જણાવે છે કે ખેડૂત મિત્રોએ કઠોળના પાકની કાપણી કરતી વખતે ક્યા કાર્યો કરવા કે જેથી કરીને ખેડૂત મિત્રો તેમના પાકને રોગ અને અન્ય રીતે થતા નુકશાનથી બચાવી શકે તો ચાલો જાણીએ કે આ અંગે ડૉ જી.આર ગોહીલે શુ કહ્યુ ?

મગફળી:

મગફળી ઉપાડતા પહેલા જો જમીન કઠણ થઈ ગઈ હોય તો ફુવારાથી આછું પિયત આપી મગફળી કાઢવી. મગફળી કાઢતી વખતે પાછળ રોલ (વજન વાળો) રાખવો જેથી પાથરામાથી માટી છૂટી પડી જાય.

કપાસ

મુળખાઈ અને સુકારો ઉભા પાકમાં રોગ જોવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.૨ ટકા (૧૦ લીટરમાં ૨૭ ગ્રામ) અથવા કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨ ટકા (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ) અથવા કાર્બેંડાઝીમ ૦.૧ ટકા (૧૦ લીટરમાં ૧૦ ગ્રામ) નું મિશ્રણ સુકાતા છોડની આજુબાજુ ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું. ગુલાબી ઈયળના નિયંત્રણ માટે વીઘે ૬ થી ૭ ફેરોમેનટ્રેપ મુકવા. ટ્રાઇકોકાર્ડનો વીઘે ૨ કાર્ડ મુજબ ઇંડાના પરજીવીકરણ માટે અઠવાડિયાનાં અંતરે ખેતરમાં પાંચ વાર મુકવા. ચીમળાઈ ગયેલ ફૂલ, ચાપવા, કળીઓ, જીંડવાઓ દર ત્રણ દિવસે વીણી સળગાવી નાશ કરવો. નુકશાન થયેલ જીંડવા માંથી કપાસ વીણી કરીએ ત્યારે તેને અલગ રાખવો. સુંઢિયુંજોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૦ મિલી દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય.ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલીઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૫ મિ.લિ., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિ.લિ.થાયોડીકાર્બ ૭ ગ્રામદવા પૈકી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચુસીયા પ્રકાર, ચાવીને ખાનાર, થડને કોરી ખાનાર, ફળ-ફુલને નુકશાન કરનાર, મૂળ ખાનાર જીવાતોને ઓળખીને તેનાં નિયંત્રણની દવા છાંટવી. કપાસમાં ભારે વરસાદ પછી જમીન સખ્ત થઇ ગઈ હોય તો હળવું પિયત આપવું. ફૂગનાશક દવા સાથે જીવાત નિયંત્રણ મિશ્ર કરી છંટકાવ કરવો નહી

ડાંગર

 ડાંગર : કરમોડી / ખડખડીયો / બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા આઈપ્રોબેનફોસ ૪૮ ઈસી ૧૦ મિ.લી. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૧૫ – ૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજ્બ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા.

કઠોળ:

કઠોળ પાકોની કાપણી વખતે પાકને ઉપાડવો નહિ પણ કાપવો. અથવા જો ઉત્પાદન આવે તેમ ન હોય તેને દાટી તેનો લીલો પડવાશ કરવો.

જુવાર:

દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.

શેરડી:

સફેદ મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતનો ઉપદ્રવ સૌરાષ્ટ્રમાં પ્રથમ જોવા મળેલ છે. આ જીવાત છાયા વાળી જગ્યાએ પાકમાં વધુ જોવા મળે છે. શક્ય બને તે શેરડીના સુકા પાન કાઢતા જવા જેથી બીજી રોગ – જીવાત પણ ઓછા આવે. ઉપદ્રવ પાનને દુર કરવા. પરભક્ષી કાળા દાળિયા (કીટક) વધે તેવા પ્રયત્નો કરવા. વર્ટીસીલીયમ લેકાની કે બીવેરીયા બાસીયાના કે મેટારીઝમ નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. ડાયમીથોયેટ મિથાઈલ ઓ – ડીમેટોન ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More