Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જો ખેડૂતો વૈજ્ઞનિક ઢબે ખેતી કરશે તો થશે આ ફાયદા

હરિયાણાના કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન જેપી દલાલ જણાવે છે કે ખેડુતો ભાઈઓ કૃષિને પોતાનું જીવનનિર્વાહ માનવાને બદલે એક મિશન તરીકે કામ કરવું જોઈએ. ખેડુતોને પરંપરાગતથી આધુનિક ખેતી તરફ વાળવા જોઈએ.

Sagar Jani
Sagar Jani

હરિયાણાના કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન જેપી દલાલ જણાવે છે કે ખેડુતો ભાઈઓ કૃષિને પોતાનું જીવનનિર્વાહ માનવાને બદલે એક મિશન તરીકે કામ કરવું જોઈએ.  ખેડુતોને પરંપરાગતથી આધુનિક ખેતી તરફ વાળવા જોઈએ. આ માટે જમીન પરના તેમના અનુભવોના આધારે કૃષિ ટેકનિક વિકસાવવા અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.  જેપી દલાલ ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજીત બાગાયતી વર્કશોપને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ઉદબોધનમાં ખેડૂતોને કૃષિ લક્ષી તમામ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતોને હવે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો હતો.

પોતાના સંબોધનમાં જેપી દલાલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના કુલ બાગાયતી ક્ષેત્રમા લગભગ 80 ટકા શાકભાજી છે.  ખેડુતોએ બાગકામના વલણ અંગે વધુ જાગૃતતા લાવવાની જરૂર છે. જો ખેડીતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક પદ્ધતિથી ખેતી કરશે તો ઓછા પાણીથી ખેતી કરી શકશે અને વધારે નફો મેળવી શકે તેમ છે. ભારતનું ભૌગોલિક સ્થાન અન્ય દેશો કરતા અલગ છે અંહી પાણની અછત વધારે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાણીની સમસ્યા પણ દૂર થઈ શકે તેમ છે. આધુનિક ખેતીથી ઓછા ખર્ચે, ઓછી મહેનતે ,અને ઓછા પાણીએ ઝડપથી કરી શકાય છે. આથી ખેડૂતોએ હવે આધુનિક ખેતી તરફ વળવાની જરૂર છે.

દિલ્હીની આજુબાજુના જિલ્લાઓમાં ખેડુતોએ શાકભાજીની ખેતી કરવી

વર્ચ્યુઅલ વર્કશોપમાં જેપી દલાલે વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરની આજુબાજુના વિસ્તારમાં વધુમાં વધુ શાકભાજીની ખેતી કરવી જોઈએ, શાકભાજીની ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ માટે આસપાસના જિલ્લાના ખેડુતોને જાગૃત કરવા જોઈએ. રાજ્યમાં આવા બજારનું નિર્માણ થવું જોઈએ, જેથી ખેડૂતો વધુ મજબુત બને. શાકભાજીની ખેતી કરવી ખૂબ જ સરળ છે. વળી તેમાં ઓછા ખર્ચે સારી આવક કરી શકાય છે. શાકભાજીની ખેતીનો સમાવેશ પણ બાગાયતી પાકમાં થાય છે અને જો ખેડૂત બાગાયતી પાકની ખેતી વૈજ્ઞનિક ઢબે કરે તો તેને સો ટકા ફાયદો થઈ શકે તેમ છે.

ઓર્ગેનિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

વધુમાં જેપી દલાલે કહ્યું કે ખેડુતોને પણ ઓર્ગેનિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપવું જોઈએ.  આનાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થશે અને રાસાયણિક ખાતરો પર ઓછી પરાધીનતા હોવાને કારણે ખર્ચમાં ઘટાડો થશે.  કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોની પાસે ખેતરોમાં જવુ અને તેમની સમસ્યાઓ વિશે ખેડૂતો પાસેથી માહિતી લેવી અને તેના નિરાકરણ માટે કાર્ય કરવુ જોઈએ.  તમારા વર્ણસંકર બીજ તૈયાર કરો જેથી ખેડૂતોને બજારમાંથી મોંઘા ભાવે બિયારણ ખરીદવું ન પડે. અને ખેડૂતોને વધુમાં વધુ સારી ઉપજ મળે અને બજારોમાં તેમને સારી કિંમત મળે. વૈજ્ઞાનિકોની સાથે રહીને જો ખેડૂતો પોતાની ખેતી કરશે તો તેમને સારી ઉપજ મળશે. નવો પાક લેતી વખતે થતા નુક્શાનીથી પણ બચી શકશે.

બાગાયતી ખેતીથી વધુ આવક થઈ શકે તેમ છે

કૃષિ મંત્રીએ કહ્યું કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય તરફ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.  કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુમિતા મિશ્રાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતી યુકિતઓ ઉપરાંત નવી ટેકનીકો પણ અપનાવી જોઈએ જે ખેડૂતોના પાક માટે મદદરૂપ સાબિત થાય છે. સમયની સાથે દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આજના સમયમાં બાગાયત ક્ષેત્ર સૌથી વધુ ઉત્પાદન અને આવક ઉત્પન્ન કરતું ક્ષેત્ર છે. આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી ખેડુતોને લાભ થશે. જો ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે નવી આધુનિક ટેકનિક દ્વારા પોતાનો પાક લે છે તો ખેડૂતને  સારી ઉપજ સાથે  બમણો નફો થશે.

વર્કશોપમાં કૃષિ વિભાગના નિયામક હરદીપસિંઘ, બાગાયતી વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.અર્જુન સૈની, ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.બી.આર. કમ્બોજ અને મહારાણા પ્રતાપ બાગાયતી યુનિવર્સિટીના કુલપતિ પ્રો.  સમરસિંહ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More