ઋતુ અનુસાર ફળો, શાકભાજી, અનાજની સાથે અનેક મસાલાઓનું વાવેતર થાય છે, જેમાં જાયફળનું નામ પણ આવે છે. જાયફળને સદાબહાર વૃક્ષ માનવામાં આવે છે, જેની ઉત્તપ્તિ ઇન્ડોનેશિયાના મોલુકાસ દ્વીપને માનવામાં આવે છે.
ઋતુ અનુસાર ફળો, શાકભાજી, અનાજની સાથે અનેક મસાલાઓનું વાવેતર થાય છે, જેમાં જાયફળનું નામ પણ આવે છે. જાયફળને સદાબહાર વૃક્ષ માનવામાં આવે છે, જેની ઉત્તપ્તિ ઇન્ડોનેશિયાના મોલુકાસ દ્વીપને માનવામાં આવે છે.
વર્તમાન સમયની વાત કરીએ તો, જાયફળની ખેતી ભારતમાં તેમજ બીજા ઘણા દેશોમાં થાય છે. તેના કાચા ફળોનો ઉપયોગ અથાણાં, જામ તથા કેન્ડી બનાવવા માટે થાય છે. આ સિવાય સુકા ફળોનો ઉપયોગ સુગંધિત તેલ, મસાલા અને ઔષધિયોમાં થાય છે. તેનો છોડ આશરે 15થી 20 ફુટ ઉંચો હોય છે. ભારતમાં મુખ્યત્વે કેરળમાં થ્રિસુર, એર્નાકુલમ અને કોટ્ટાયમ અને તમિલનાડુમાં કન્યાકુમારી અને તિરુનેલવેલીના કેટલાક ભાગોમાં તેની ખેતી થાય છે. જો આપણા ખેડૂત ભાઈઓ જાયફળની ખેતી કરવા માંગતા હોય તો આ લેખ એકવાર અંત સુધી વાંચ જો , કારણ કે આ લેખમાં તમને જાયફળની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મળશે.
જાયફળની ખેતી માટે યોગ્ય માટી
તેની ખેતી માટે યોગ્ય ઊંડી ફળદ્રુપ જમીનની જરૂર હોય છે, પરંતુ વ્યાવસાયિક રૂપે છોડનો ઝડપી વિકાસ કરવા માટે રેતાળ લોમ માટી અથવા લાલ લેટાઇટ માટીમાં ઉગાડવામાં આવે છે. તેની ખેતી માટે પાણીનો નિકાસ કરતી સારી જમીન હોવી જોઈએ. ઉપરાંત જમીનનું પી.એચ. મૂલ્ય સામાન્ય હોવું જોઈએ.
વાતાવરણ
જાયફળનો છોડ ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં હોય છે, તેથી શિયાળા અને ઉનાળો બંને ઋતુમાં તેના છોડનો વિકાસ થાય છે. ધ્યાનમાં રાખો કે વધુ પડતી ઠંડી કે ગરમી તેના વાવેતર માટે યોગ્ય નથી. અંકુરણ સમયે 20થી 22 ડિગ્રી વચ્ચેનું તાપમાન યોગ્ય હોય છે. આ પછી સામાન્ય તાપમાન જરૂરી છે.
જાયફળની સુધારેલી જાતો
જાયફળની ખેતી માટે, આઈઆઈએસઆર વિશ્વશ્રી, કેરળશ્રી અને કેટલીક અન્ય સુધારેલી જાતોની વાવણી કરી શકાય છે.
ખેતરની તૈયારી
છોડની રોપણી માટે ખેતરમાં ખાડાઓ તૈયાર કરવામાં આવે છે, પરંતુ તે પહેલાં ખેતરમાં હાજર જૂના પાકના અવશેષો સાફ કરી નાશ કરવામાં આવે છે. થોડા દિવસો બાદ હળ વડે ખેતરમાં 2થી 3 વખત ખેડાણ કરવામાં આવે છે.ત્યાર પછી, ખેતરને થોડા દિવસ માટે ખુલ્લુ મુકો, જેથી જમીનમાં હાજર હાનિકારક જંતુઓનો નાશ થાય. ત્યારબાદ ખેતરમાં રોટાવેટર ચલાવીને જમીનને સમથળ બનાવો. ત્યારબાદ ખેતરમાં યોગ્ય અંતરે હરોળમાં ખાડાઓ બનાવો. બધા ખાડાઓ વચ્ચેનું અંતર 20 ફૂટ જેટલું હોવું જોઈએ. ઉપરાંત દરેક હરોળની વચ્ચે 18થી 20 ફુટનું અંતર હોવું જોઈએ
છોડ તૈયાર કરવા
તેની ખેતી માટે બીજ અને કાપવાની બંને પદ્ધતિઓ દ્વારા નર્સરીમાં રોપાઓ તૈયાર કરી શકાય છે. બીજની પદ્ધતિ દ્વારા રોપાઓ તૈયાર કરવા માટે બિયારણમાં ખાતરનો યોગ્ય જથ્થો મિક્સ કરો. ત્યારબાદ આ છોડને માટીથી ભરેલી પોલિથીનમાં મુકો. આ પોલિથીનને છાયાવાળી જગ્યાએ રાખો. જ્યારે છોડ સારી રીતે અંકુરિત થાય ત્યાર લગભગ એક વર્ષ પછી તેને ખેતરમાં રોપવું જોઈએ.
કલમ દ્વારા રોપાઓ તૈયાર કરવા માટે કલમ દાબ અનેગ્રાફટિંગ થાય છે. પરંતુ ગ્રાફટિંગ વિધિથી રોપાઓ તૈયાર કરવું એકદમ સરળ રહે છે. આ માટે છોડની શાખાઓમાંથી પેંસિલ જેવા આકારની પેન તૈયાર કરો. અને પછી જંગલી છોડના મુખ્ય માથાને કાપી નાખો અને તેમને પોલિથીનમાં મુકિને બાંધી દો.
વાવેતરની રીત
છોડ રોપતા પહેલા ખાડાની વચ્ચો વચ એક બીજો નાનો ખાડો બનાવો. પછી તેને ગૌમૂત્ર અથવા બાવીસ્ટિનથી સારવાર કરો, જેથી છોડ કોઈ રોગની પકડમાં ન આવે.પછી છોડની પોલિથીન કાઢીને તેમાં નાંખો. પછી છોડની દાંડીને જમીન સાથે 2 સેન્ટિમીટર સુધી દબાવી દો.
વાવેતરનો સમય
રોપણી માટે શ્રેષ્ઠ સમય વરસાદની ઋતુ છે.મધ્ય જૂનથી ઓગસ્ટની શરૂઆતમાં છોડને રોપવો જોઈએ, આ સિવાય માર્ચ પછી પણ છોડ ઉગાડવામાં આવે છે, પરંતુ આ સ્થિતિમાં છોડની વધુ કાળજી લેવી પડે છે.
છોડની સિંચાઈ
શરૂઆતમાં જાયફળના છોડને વધુ પિયતની જરૂર હોય છે. ઉનાળામાં 15થી 17 દિવસના અંતરે સિંચાઈ આપવી જોઈએ, જ્યારે શિયાળામાં 25થી 30 દિવસના અંતરાલમાં પાણી આપવું જોઈએ. વરસાદની સીઝનમાં છોડને પાણીની જરૂર હોતી નથી.
કાજુની ખેતી કરવા માંગો છો તો એવી રીતે કરો વાવેતર
છોડના રોગો અને તેનું નિવારણ
જાયફળના છોડમાં ઘણા પ્રકારના જીવાતો અને રોગોથી આવે છે, તેથી જો કાળજી લેવામાં ન આવે તો છોડની વૃદ્ધિ ઘણા હદ સુધી પ્રભાવિત થાય છે, જે પાકની ઉપજને પણ અસર કરે છે.
ફળની લણણી
જાયફળની ખેતીમાં ઉપજ લગભગ 6થી 8 વર્ષ પછી શરૂ થાય છે, પરંતુ છોડમાંથી સંપૂર્ણ ઉપજ લગભગ 18થી 20 વર્ષ પછી મેળવવામાં આવે છે. છોડ પર ફૂલોના લગભગ 9 મહિના પછી ફળો પાકવા માટે તૈયાર થાય છે.તેના ફળ જૂનથી ઓગસ્ટ સુધી મળે છે. આ પછી બાહ્ય આવરણ ફાટવાનું શરૂ થાય છે અને ત્યારબાદ ફળો ખેંચવા જોઈએ.
ઉપજ
જો તમે જાયફળની ખેતી કરો છો, તો છોડને રોપવામાં વધુ ખર્ચ શરૂઆતમાં જ આવે છે. સંપૂર્ણ પરિપક્વ વૃક્ષમાં વાર્ષિક આશરે 500 કિલો સુકા જાયફળ મેળવી શકાય છે. બજારમાં તેમની કિંમત આશરે 500 રૂપિયા પ્રતિ કિલો છે. આ રીતે ખેડૂત ભાઈઓ એક સમયે હેક્ટર દીઠ 2 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાઇ શકે છે.
Share your comments