Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

લીંમડાનો ખેતીવાડીમાં થતો ઉપયોગ અને તેનાથી મળતા લાભ

ભારત ભૂમિમાં ઉછેર પામતા લોક મંગલકારી અને સર્વ વ્યાધિના નિવારક વૃક્ષ લીંમડો ભારતીય ગ્રામીણ સભ્યતા તથા સંસ્કૃતિની ઓળખ બની ચુક્યો છે. લીંમડો ગ્રામીણ સમાજમાં એટલા પ્રમાણમાં વણાઈ ગયો છે કે તેના વગર દૈનિક કાર્ય કરવું મુશ્કેલ છે. લીંમડા 40થી 50 ફૂટ ઉંચો શીતળ વૃક્ષ છે

Amansinh Jadeja
Amansinh Jadeja
લીમડા
લીમડા

ભારત ભૂમિમાં ઉછેર પામતા લોક મંગલકારી અને સર્વ વ્યાધિના નિવારક વૃક્ષ લીંમડો ભારતીય ગ્રામીણ સભ્યતા તથા સંસ્કૃતિની ઓળખ બની ચુક્યો છે. લીંમડો ગ્રામીણ સમાજમાં એટલા પ્રમાણમાં વણાઈ ગયો છે કે તેના વગર દૈનિક કાર્ય કરવું મુશ્કેલ છે. લીંમડા 40થી 50 ફૂટ ઉંચો શીતળ વૃક્ષ છે

ભારત ભૂમિમાં ઉછેર પામતા લોક મંગલકારી અને સર્વ વ્યાધિના નિવારક વૃક્ષ લીંમડો ભારતીય ગ્રામીણ સભ્યતા તથા સંસ્કૃતિની ઓળખ બની ચુક્યો છે. લીંમડો ગ્રામીણ સમાજમાં એટલા પ્રમાણમાં વણાઈ ગયો છે કે તેના વગર દૈનિક કાર્ય કરવું મુશ્કેલ છે. લીંમડા 40થી 50 ફૂટ ઉંચો શીતળ વૃક્ષ છે. લીંમડાની છાલ સ્થૂળ, ખુરદરી તથા તિરછી લાંબી ધારયુક્ત હોય છે. લીંમડાની છાલ બહારથી ભૂરી પરંતુ અંદરથી લાલ રંગની હોય છે. તેમા વસંત ઋતુમાં સફેદ નાના-નાના ફૂલ મંજરી ગુચ્છોના સ્વરૂપમાં ખિલે છે. લીંમડાના ફૂલ 1.5થી 1.7 સેમી. લાંબા, ગોળ-ઈંડાકાર હોય છે. પાંદડા પાનખરમાં ખરી જાય છે. વસંતમાં તામ્રલોહિત પલ્લવ નિકળે છે. લીંબડાના ફળ ગ્રીષ્મ ઋતુના અંતભાગમાં વરસાદ ઋતુના પ્રારંભકમાં આવે છે.

 લીંમડાના ઘટક

સામાન્યતઃ એક સંપૂર્ણ વિકસિત લીંમડાથી 37થી 100 કિગ્રા સુધી બીજ પ્રાપ્ત થાય છે. લીંમડાના 100 કિગ્રા પાકા ફળમાં ત્વચા 23.8 ટકા, ગૂદા 47.5 ટકા હોય છે. તથા લીંબોળીમાંથી 45 ટકા સુધી તેલ તથા 55 ટકા ખળી પ્રાપ્ત થાય છે.લીંબડામાં એજાડિરેક્ટીન નામના રસાયણ મળે છે. આ રસાયણમાં કીટનાશક અને કવકનાશક ગુણ હોય છે. તેનો ઉપયોગ કરી બજારમાં તેમના કીટનાશી દવાઓ ઉપલબ્ધ થાય છે. લીંબડાના વૃક્ષ ઉત્પાદનના રાસાયણિક સ્થિતિ આ પ્રમાણે હોય છે- નિમ્બાન 0.04 ટકા, નિમ્બીનીન 0.0001 ટકા, એજોડિરેક્ટીન 0.4 ટકા, નિમ્બોસિટેરોલ 0.03 ટકા, ઉડનશીલ તેલ 0.02 ટકા તથા ટૈનિન 6.00 ટકા.

આ પણ વાંચો, અછતના કારણે ખેડૂતોને નથી મળી રહ્યું DAP, સરકારનો ફોક્સ SSP તરફ

કૃષિના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ખેતીવાડી, સંગ્રહ, પશુપાલન વગેરેમાં લીંમડાનો વ્યાપક ઉપયોગ થાય છે. પાક સુરક્ષાની દ્રષ્ટિકોણથી કીટકોમાં વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે લીંમડાનો ઉપયોગ કરવામાં આવે છે. લીંમડાને લીધે હાનિકારક કીટકોમાં પ્રજનન અવરોધાય છે. લીંમડાની અસરથી કીટકોના લાર્વા અને વયસ્ક પ્રતિકર્ષિત થઈ ભાગી જાય છે. લીંમડાના પ્રભાવથી વયસ્ક કીટ બંધ્ય, એટલે કે નપુંસક થઈ જાય છે. માટે તેમા વંશવૃદ્ધિની ક્ષમતા ઓછી થઈ શકે છે.

એકીકૃત જીવ નિયંત્રણમાં લીંમડાનો ઉપયોગ

એકીકૃત જીવ સંચાલનમાં તે એક વરદાન છે, કારણ કે તેમા તેનો ઉપયોગ સર્વથા નિરાપદ તથા અત્યંત અસરકારક છે. લીમડાની ખળીથી 5થી 8 ટકા સુધી નાઈટ્રોજન અને વધારે પ્રમાણમાં પોટેશિયમ જોવા મળે છે. જેનો ઉપયોગ માટી સુધારક સ્વરૂપમાં કરવામાં આવે છે. તેનાથી નાઈટ્રોજનના સુક્ષ્મીકરણ થાય છે. તેને લીધે નાઈટ્રોજન ગેસના સ્વરૃપમાં નાશ થાય છે.

લીંમડાની ખળીનો ઉપયોગ કરી માટીમાં રહેલા રોગજનિત જીવાણુ, કીટાણુનો નાશ કરી શકાય છે. તથા કાર્બનિક તત્વોની વૃદ્ધિને લીધે માટી સંશોધક સુક્ષ્મ જીવાણુઓમાં સક્રિય થઈ જાય છે.

Related Topics

Neem Benifits Agriculture

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More