Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સમગ્ર દેશમાં DAP ખાતરની અછત, રવી પાકના ઉત્પાદન પર તેની અછત વર્તાશે

દેશમાં શિયાળુ-રવી પાકોનાં વાવેતરની સિઝન નજીક આવી ગઈ છે અને દેશમાં વાવેતર પહેલા જમીનમાં નાખવા માટે જરૂરી એવા પાયાના ખાતર ડીએપીની અછત જોવા મળી રહી છે. જાણકારો કહે છેકે જો પાયાનું ખાતર જમીનને પુરતું નહીંમળે તો રવિ પાકે ઘઉં, રાયડો અને ચણા જેવા પાકોના ઉતારા ઉપર પણ અસર પડે તેવી સંભાવનાં છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
DAP Fertilizer
DAP Fertilizer

દેશમાં શિયાળુ-રવી પાકોનાં વાવેતરની સિઝન નજીક આવી ગઈ છે અને દેશમાં વાવેતર પહેલા જમીનમાં નાખવા માટે જરૂરી એવા પાયાના ખાતર ડીએપી (DAP)ની અછત જોવા મળી રહી છે. જાણકારો કહે છેકે જો પાયાનું ખાતર જમીનને પુરતું નહીં મળે તો રવિ પાકે ઘઉં, રાયડો અને ચણા જેવા પાકોના ઉતારા ઉપર પણ અસર પડે તેવી સંભાવનાં છે.

દેશમાં ડીએપી ખાતરની અછત હોવાથી પૂરતી માત્રામાં રાજ્યોને ફાળવણી થઈ શકે તેમ નથી. દેશમાં ડીએપી ખાતરની જરૂરિયાતનાં ૩૦ ટકા જ ખાતર જ દેશમાં બને છે, જે આશરે ૧૧૯ લાખ ટન જેટલું થાય છે. જેમાંથી રવિ સિઝનમાં ૬૫ લાખ ટન અને ખરીફ સિઝનમાં ૫૪ લાખ ટનનો વપરાશ થાય છે.

કેન્દ્ર સરકાર આયાતી ખાતરની અછતને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોને તેની જરૂરિયાતની તુલનાએ ઓછી જ ફાળવણી કરી છે. રાજસ્થાનની સરકારે કુલ ૧.૫ લાખ ટન ડીએપી ખાતરની માંગણી ઓક્ટોબર મહિના માટે કરી હતી, જેની સામે સરકારે માત્ર ૬૭ હજાર ટનની જ ફાળવણી કરી છે. એજ રીતે પંજાબમાં ૫.૫ લાખ ટનની માંગણી સામે બે લાખ ટન જ ખાતર ફાળવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં ચાર લાખ ટનની માંગ કરી છે, પરંતુ ૩૦થી ૪૦ ટકા ઓછું ફાળવાશે.

મહારાષ્ટ્ર માટે ખરીફ સિઝનનું ખાતર બચેલું હોવાથી કેન્દ્ર સરકારે ઓક્ટોબર મહિના માટે નવા કોઈ જ ખાતરની ફાળવણી કરી નથી. જો મહિનાનાં અંત સુધીમાં સપ્લાય નહીં થાય તો નવેમ્બરમાં ખાતરની અછત જોવા મળશે. હરિયાણાની સરકારે ૧.૧ લાખ ટનની માંગણી સામે હજી સુધી ૪૫ હજાર ટન આપ્યુ છે અને બીજું ૫૬ હજાર ટન ચાલુ મહિનામાં ફાળવાય તેવી ધારણાં છે.

ઉત્તર પ્રદેશ દેશમાં ઘઉંનો સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે, જેને ૫.૦૬ લાખ ટન ખાતરનો સ્ટોક પડ્યો છે, જેની સામે ૪.૨૫ લાક ટનની જરૂરિયાત છે. કેન્દ્ર સરકારે ગત ૧૬મી જૂનનાં રોજ ખાતર ઉપર વધારાની રૂ.૧૪૭૭૫ કરોડની સબસિડીની જાહેરાત કરી હતી અને ખાતરનાં ભાવ રૂ.૧૨૦૦ પ્રતિ ૫૦ કિલોની બેગ દીઠ જાળવી રાખ્યાં હતાં. આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં ડીએપી ખાતરનાં ભાવ વૈશ્વિક બજારમાં ૧૬ ટકા વધીને ૬૭૨ ડોલર પ્રતિ ટન બોલાય રહ્યાં છે અને આખા વર્ષ દરમિયાન કુલ ૫૬ ટકાનો વધારો થયો છે.

ભારતમાં ચાલુ રવી સિઝનમાં કુલ ૪૬.૫૮ લાખ ટન ડીએપીની જરૂરિયાત રહીશે. વૈશ્વિક ભાવ વધ્યાં હોવા છત્તા કેન્દ્ર સરકારે ખાતરનાં ભાવ ન વધારવા માટે સૂચના આપી છે.

આ પણ વાંચો - ખેડૂતોએ ખેતીમાં ખોટા ખર્ચથી બચવા આટલુ કરવાની જરૂર છે

આ પણ વાંચો - વૈજ્ઞાનિકોની ચેતાવણી, ચીનના કાર્બેનિક ખાતરથી પાકને થઈ રહ્યો છે નુકસાન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More