Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડમરાની ખેતી કરવાની વૈજ્ઞાનિક રીત...વાંચો

ડમરાની ખેતી મુખ્યત્વે તેના સુગંધિત તેલના ઉત્પાદન માટે થાય છે. તેના તેલમા મખ્યત્વે મીથાઈલ, ચેવીકોલ,લીનલોલ, 1થી 8, સીનોલ અને મીથાઈલ સીનામેટ હોય છે. તેના તેલના ઉપયોગ મુખ્યત્વે ખોરાકને સુંગધિત કરવા માટે તેમજ ગુણવત્તાવાળા અત્તર બનાવવા માટે થાય છે. આના સાથે જ તેના પર્ણનો ઉપયોગ શરદી ઉધરસને કાબુમાં રાખવાં માટે પણ કરવામાં આવે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ડમરાના છોડ
ડમરાના છોડ

ડમરાની ખેતી મુખ્યત્વે તેના સુગંધિત તેલના ઉત્પાદન માટે થાય છે. તેના તેલમા મખ્યત્વે મીથાઈલ, ચેવીકોલ,લીનલોલ, 1થી 8, સીનોલ અને મીથાઈલ સીનામેટ હોય છે. તેના તેલના ઉપયોગ મુખ્યત્વે ખોરાકને સુંગધિત કરવા માટે તેમજ ગુણવત્તાવાળા અત્તર બનાવવા માટે થાય છે. આના સાથે જ તેના પર્ણનો ઉપયોગ શરદી ઉધરસને કાબુમાં રાખવાં માટે પણ કરવામાં આવે છે.

ડમરો અથવા મરવો એ એક વર્ષાયુ વનસ્પતિ છે. ડમરાને અંગ્રેજીમાં 'BASIL' કહવામાં આવે છે. તે એક સારી સુંગંદ ધરાવતી વનસ્પતિ છે. તેની ઉંચાઈ આશરે 90 સે.મી સુધીની થાય છે. તેના પર્ણ 3થી 5 સે.મી લાંબા અને અંડાકારના હોય છે. તેમા જીણ આખા મરૂન જાંબલી રંગના ફૂલ પુષ્પગુચ્છમાં આવે છે, જે આશરે 0.72થી 1.25 સે.મી લાંબા હોય છે તથા તેના બીજ દીર્ધગોળ તથા કાળા હોય છે.

કેમ થાય છે ડામરાની ખેતી

 ડમરાની ખેતી મુખ્યત્વે તેના સુગંધિત તેલના ઉત્પાદન માટે થાય છે. તેના તેલમા મખ્યત્વે મીથાઈલ, ચેવીકોલ,લીનલોલ, 1થી 8, સીનોલ અને મીથાઈલ સીનામેટ હોય છે. તેના તેલના ઉપયોગ મુખ્યત્વે ખોરાકને સુંગધિત કરવા માટે તેમજ ગુણવત્તાવાળા અત્તર બનાવવા માટે થાય છે. આના સાથે જ તેના પર્ણનો ઉપયોગ શરદી ઉધરસને કાબુમાં રાખવાં માટે પણ કરવામાં આવે છે.

આબોહવા અને જમીન

ડમરાની ખેતી કરવા માટે ગરમ અને ભેજુવાળું વાતાવરણ માફક હોય છે.સામાન્ય રીતે આ છોડ કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. ગોરાડુથી મઘ્યમકાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પાણી ભરાઈ રહેતુ હોય તેવી જમીનમાં છોડ ઉછેરી શકાત નથી તેમજ ખૂબ જ હલકી જમીનમાં તેમજ છાંયામાં આ છોડની વૃદ્ધિ સારી થતી નથી.

રોપ ઉછેર

ડમરાની ખેતી માટે રોપ ઉછેર કરવું અનિવાર્ય છે. એક હેક્ટર વિસ્તારમાં ડમરાની ખેતી માટે જરૂરી રોપ તૈયાર કરવા માટે આશરે 200થી 250 ગ્રામ બીજની જરૂર પડે છે. તેના માટે 10થી 15 સે.મી ઊંચાઈ ધરાવતા ગાદી ક્યારા તૈયાર કરવા ત્યારબાદ જીણી રેતી અથવા લાકડાનો વેર અથવા અળસિયાનું ખાતર બીજ સાથે ભેળવી, તૈયાર કરેલ ગાદી ક્યારામાં પૂંખવુ અને તુરંત ઝારા વડે પાણી છાંટવું, આશરે 30થી 40 દિવસના સમયગાળામાં રોપ ફેરરોપણી માટે તૈયાર થઈ જાય છે.

જમીનની તૈયારી

હળની બે વખત ખેડ કરવી, અગાઉના પાકના જડીયાં વીણી લીધા બાદ બે વખત કરબ મારી જમીન સમતલ કરવી.

વાવણી અંતર

છોડની વાનસ્પતિક વૃદ્ધિ જોતા 60 સે.મી.* 45 સે.મી અંતર વધુ અનુકુળ આવે છે, છતા જમીનની ફળદ્રુપતા પાણીની સગવડતા વગેરે જોઈ અંતરમાં ફેરફાર કરી શકા

ફેરરોપણી

જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયાથી ઑગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી ફેરરોપણી કરવી હિતાવહ છે. ખેતરમાં પાણી આપી દરેક થૂંમણે એક તંદુરસ્ત છોડ રોપવો. શકય હોય ત્યાં સુધી રોપણી સાંજે 4 વાગે પછીથી કરજો. બીજા દિવસે જરૂર પડે તો પિચત આપવી.

આંતરખેડ અને નીંદણ નિયંત્રણ

આ પાકની શરૂઆતની વૃદ્ધિ અવસ્થા દરમ્યાન નીંદણ નિયંત્રણ કરવું ખૂબ જ અનિવાર્ય છે. જેથી પાકને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે અને છોડનો ઝડપી વિકાસ શક્ય બને તે માટે ફેરરોપણી બાદ 2 થી 3 વખત આંતર ખેડ કરવી જરૂરી છે. તેમજ જરૂર મૂજબ 2-3 વખત નીંદમણ પણ કરવું. પાકની ફૂલ આવવાની અવસ્થાએ જમીન સંપૂર્ણ પણે ઢંકાઈ જાય છે, જેથી ત્યારબાદ નીંદણ નિયંત્રણની જરૂર રહેતી નથી.

સેન્દ્રિય ખાતર

ડમરાના પાન અને ફૂલનો ઉપયોગ તેલ નિસ્ચંદન તથા ઔષદ તરીકેથી થાય છે. સારી ગુણવત્તાવાળુ ડમરાનું તેલ તથા સૂકૂ દ્રવ્ય મળી રહે તે માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા ભલામણ છે. સામાન્ય રીતે હેક્ટેર 10 ટન છાણિયું ખાતર તેમજ 2 ટન દિવેલી ખોળ વાપરવાથી સારૂં ઉત્પાદન મળે છે.

પિચત

સામાન્ય રીતે આ પાકને વૃદ્ધિ અવસ્થા દરમિયાન આશરે 3થી 4 પિચત જરૂરિયાત મૂજબ આપવા.

પાક સંરક્ષણ

આ પાકમાં આમ જોતા કોઈ રોગ જણાતો નથી, પરંતુ પુષ્પગુચ્છ અને પાન કાપી ખાનાર ઈચળ ક્યારેક-ક્યારેક થોડા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ, પાન ઔષધ તરીકે વપરાતા હોવાથી પાક સંરક્ષણ માટે કોઈ રાસાયણિક જંતુનાશકોનો છંટકાવ કરવો હિતાવહ નથી. આમ છતા, બીજ ઉત્પાદન માટે દવાનો ઉપયોગ કરવો જરૂરી જ હોય તો કોઈ વનસ્પતિ દવા(જેવી કે લીમડમાંથી બનાવેલી દવા) નો જ ઉપયોગ કરવો.

કાપણી

આ પાકમાં મહત્તમ ત્રણ વખત કાપણી કરવી અનિવાર્ય છે. ફેરરોપણીના 60 દિવસ પછી પ્રથમ કાપણી ત્યારબાદ અનુક્રમે 105 અને 150 દિવસ દરમ્યાન બીજી અને ત્રીજી કાપણી કરવી.

ઉત્પાદન અને તેલ નિષ્કર્ષણ

ત્રણેય કાપણી દરમિયાન આશરે 40થી 50 ટન/હે, જેટલુ લીલા દ્રવ્યનું ઉત્પાદન મળે છે. તથા તેમા આશરે 0.3થી 0.35 ટકા જેટલું તેલ રહેવું હોય છે. વરાળ આધારિત તેલ નિસ્યંદ થકી આશરે 100થી 150 કિ, ગ્રા,/હે, જેટલું તેલ મળે છે.

નિલેશ ચાવડા, રમેશ ચૌધરી, ડૉ.કે.પી પટેલ

ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશેધન કેંદ્ર

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ગુજરાત

કોન. નં.-9974130702

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More