ઉંદરોની આયુષ્ય 12થી 18 માસની હોય છે અને માદા ઉંદર શરૂઆતના 2થી 5 મહિનામાં ગર્ભધારણ કરે છે. માદા ઉંદરમા નર ઉંદર કરતા વધુ પ્રમાણ જેવા પરિબળો જોવા મળે છે અને તે વધુ પ્રમાણમાં ઉત્પતિ માટે મહાત્વનો ભાગ ભજવે છે.
ભારતમાં ખેતીવાડી અને આરોગ્યની દ્રષ્ટીએ ઉંદરની બારથી વધુ જાતિ ઓ વિશેષ મહત્વની છે. તેમજ મનુષ્ય અને પાળેલા પશુ- પક્ષીઓમાં અંદાજે 130 પ્રકારનાં રોગ ફેલાવે છે જેમાં મુખ્યત્વે પ્લેગ, ટાઇફોઇડ, લેપ્ટોસ્પા ઈરોસીસ, રેટ બાઈટ ફીવર, મરડો, કમળો, સાલમોનેલોસીસ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાનીકારક પરજીવીઓ જેવા કે જૂ, ચાંચડ, ઇતડી અને કથીરીને પણ પોષે છે. તેમજ ઉંદરો કૃષિ વ્યવસાય, ઘર, ગોદામો, મરઘા ફાર્મ, બંદરો અને જંગલોને પણ નુકશાન પહોચાડે છે.
ઉંદરની ઉમ્ર સીમા
ઉંદરોની આયુષ્ય 12થી 18 માસની હોય છે અને માદા ઉંદર શરૂઆતના 2થી 5 મહિનામાં ગર્ભધારણ કરે છે. માદા ઉંદરમા નર ઉંદર કરતા વધુ પ્રમાણ જેવા પરિબળો જોવા મળે છે અને તે વધુ પ્રમાણમાં ઉત્પતિ માટે મહાત્વનો ભાગ ભજવે છે. આમ ઉંદરોની સંખ્યાને જો સમયસર રોકવામાં ના આવે તો ભારત જેવા વિકસતા દેશ માટે ભયરૂપ નીવડી શકે તેમ છે. તેથી ઉંદરોનું સમયસર અને સંકલિત નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે.
ઉંદરના દાંત
ઉંદર ખોરાક વિના ત્રણથી ચાર દિવસ અને પાણી વિના એક બે દિવસ સુધી જીવી શકે છે કેમ કે ઉંદર બહુભોજ છે. તેના આગળના દાંત પાતળા અને તીક્ષ્ણ હોય છે, જે રોજના 0.4 મી.મી(વર્ષે 15 સે.મી) જેટલા વધી શકે છે. ઉંદરનો દાત સતત વધતા રહે છે તો તે ખોરાક લઈના શકે અને મરણ પાંમે છે, આવુ ના બને તેના માટે તે સતત કોઈકના કોક વસ્તુને ખોરાક નથી હોવા છતા ઘસતા રહે છે. જેમા, લાકડાના બારી-બારના, કબાટ, ટેબલ વગેરે વસ્તુઓને તચે ધસતા રહે છે.
ખેત પાકના ઉંદરથી થતા નુકાસન
જેમ કે ઉંદર પોતાની દાંતને ધસવા માટે કોઈને કોઈક વસ્તુ ખોરાખ નથી હોવા છતા ખાએ છે, તેમજ તે જ્યારે ખેતરામા ઘુસી આવે તો તેને ત્યાં સખત પર્દાથ નથી મળતો એટલે ઉંદર ત્યા છોડને જમીન નજીકથી કાપી નાખે છે. ઉંદરોની દ્રષ્ટિ ટૂંકી પરંતુ સ્વાદ તથા ધ્યા નેન્દ્રીય ઘણી જ સતેજ હોય છે, તે ખુબ ધીમો અવાજ પણ સાંભળી શકે છે.
ઉંદરોનો સ્વભાવ વહેમી હોય છે, એટલે તેના કાયમી ખોરાકનું વાસણ બદલાય તો પણ એકાદ બે દિવસ ખોરાક લેવાનું ટાળે છે. એટલા માટે જ ઝેરી પ્રલોભીકા મુકતા પહેલા બે થી ત્રણ દિવસ ઝેર વગરનો સાદો ખોરાક મૂકી ઉંદરને તે ખોરાક ખાવાની ટેવ પાડવામાં આવે છે.
ઉંદરને વાસી ખોરાક પંસદ નથી
ઉંદર વાસી ખોરાક લેવાનું પસંદકરતાં નથી તેથી ઝેરી પ્રલોભીકા બનાવવા માટે શક્ય હોય તેટલો તાજો ખોરાક આપવો જરૂરી છે.ઉંદરોની સ્પર્શેન્દ્રિય પણ ઘણી સતેજ હોય છે, તે દરરોજ જે રસ્તે ચાલતા હોય તે જ રસ્તા દીવાલથી લગેલ હોય છે, રસ્તા માં નવો પદાર્થ આવી જાય તો તે રસ્તો બદલી નાખે છે. ઉંદર દરરોજ પોતાનાં શરીરનાં વજનનાં દસમાં ભાગ જેટલું અનાજ ખાય છે અને તેનાં કરતાં પાંચથી દસ ગણું અનાજ બગાડે છે.
Share your comments