ક્ષારમય જમીન અને પાણીની ખેતીમાં અડચણો.
ક્ષારમય જમીનમાં ખેતી શા માટે મુશ્કેલ ? પ્રશ્નનો એક વાકયમાં ઉત્તર અશક્ય છે. જમીનની ખારાશનું ધોરણ, પ્રકાર, આબોહવા, ભૂ : સ્તરીય સ્થિતિ વગેરે અનેક બાબતો પ્રમાણે ક્ષારમય જમીનની ખેતીમાં વિવિધ અડચણો ઉભી થાય છે જેવી કે.
૧. બીજનું જલ્દી સ્ફુરણ ન થવું.
૨. ખેતરમાં વરાપ મોડી આવવી.
૩. જમીનની સપાટી પર કઠણ પોપડી થઈ જવી.
૪. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાઈ જાય ત્યારે કઠણ થઈ જવી.
૫. ઢેફા પાડવા.
૬. જમીનની પાંસ બરાબર ન જળવાવી.
૭. આંતરખેડમાં મુશ્કેલી ઉભી થવી.
૮. પાક પીળો રહેવો તથા પોષકતત્વોની ખામીના ચિન્હો ઉભા થવા.
૯. જમીનની નિતાર શક્તિ ઓછી થઈ જવી.
૧૦. જમીનમાં પુરતો ભેજ હોય છતાં પાક પાણીની ખેંચ અનુભવતો હોય તેવું જણાય.
૧૧. મહદઅંશે જમીનની ભૌતિક સ્થિતિ બગડવી.
ફોસ્ફો જીપ્સમ એક નિર્દોષ રાસાયણિક પદાર્થ છે,જે વાપરવા અંગે કોઈ વિશેષ માર્ગદશનની જરૂરત રહેતી નથી. તે ખુબ જ સસ્તું અને સહેલાઈથી જીએસફસીના ડેપો / અધિકૃત વિક્રેતા દ્રારા જે તે ગામ-ખેતર સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. ૧૨. પાક ઉત્પાદન ખુબજ ઘટી જવું.
ક્ષારીય જમીન અને પાણી ઓળખ :
ક્ષારીય જમીન સૌ પ્રથમ તેનું યોગ્ય નિદાન એટલે કે જમીન ખારી છે કે ભાસ્મિક અને તે કેટલા પ્રમાણમાં છે તે જણાવું આવશ્યક છે. કારણ કે પૃથ્થકરણ અહેવાલમાં થયેલ ભલામણ મુજબ જ સુધારણાની કામગીરીનું યોગ્ય આયોજન થઈ શકે અને હાથ ધરવાના ઉપાયો અસરકારક નિવડે. વધુમાં જમીનનું દળ પોત, બાંધો, નિતારશકિત અને ભુગર્ભજળ સપાટી વગેરે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ગુજરાત રાજ્યનો દરીયાકીનારો ભારતમાં સૈથી લાંબો છે, જે ૧૬૦૦ કિલોમીટર સુધી વિસ્તરેલો છે,તેથી સ્વાભાવિક રીતે જ બીજાં રાજ્યોની સરખામણીમાં ગુજરાત દરિયાકિનારાની આબોહવાને કારણે મોટા ભાગની જમીન ભાસ્મિક તેમજ ક્ષારીય છે
ક્ષારમય જમીનની ઓળખ
જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જવાને કારણે તેનુંભવતિક બંધારણ બદલાઈ જાયછે, તેમજ જમીનની રાસાયણિક પ્રક્રિયાઓ અને સુક્ષ્મ જીવાણુઓની કામગીરીમાંરૂકાવટથવાથી પાકઉત્પાદનમાં ભારે ફટકો પડે છે.
Share your comments